ICC એ હરમનપ્રીત કૌરને આપ્યો ઝટકો, ટીમ ઇન્ડીયાના કેપ્ટન પર લાગ્યો 2 મેચનો પ્રતિબંધ
ICC: ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌર પર બાંગ્લાદેશ સામેની ત્રીજી ODIમાં ખરાબ વર્તન અને અમ્પાયરિંગના સ્તર પર સવાલ ઉઠાવવા બદલ 2 આંતરરાષ્ટ્રીય મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
Trending Photos
Harmanpreet Kaur Ban: ICCએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને મોટો ઝટકો આપ્યો છે. વાસ્તવમાં, બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં ખરાબ વર્તન અને અમ્પાયરિંગના સ્તર પર સવાલ ઉઠાવવા બદલ ટીમ ઈન્ડિયાના કેપ્ટનને 2 આંતરરાષ્ટ્રીય મેચ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. આ રીતે હરમનપ્રીત કૌર ભારતની આગામી 2 મેચોમાં જોવા નહીં મળે.
Apple લાવી રહ્યું છે વિચિત્ર ડિઝાઇનવાળો iPhone! ઉડી ગયા ફેન્સના હોશ, કહ્યું- આ તો...
31 જુલાઇ બાદ ITR ફાઇલ કરશો તો પણ નહી લાગે દંડ! કરોડો લોકો માટે નવું અપડેટ
ICCએ હરમનપ્રીત કૌર પર કેમ લગાવ્યો પ્રતિબંધ?
બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં આઉટ થયા બાદ હરમનપ્રીત કૌરે ગુસ્સામાં તેનું બેટ વિકેટ પર માર્યું હતું. ઉપરાંત, તેણે મેચ પુરી થયા બાદ અમ્પાયરિંગના સ્તર પર સવાલો ઉઠાવ્યા હતા. જો કે હવે ICCએ ભારતીય કેપ્ટન પર મોટી કાર્યવાહી કરી છે. આઈસીસીએ હરમનપ્રીત કૌર પર 2 ઈન્ટરનેશનલ મેચનો પ્રતિબંધ લગાવ્યો છે. વાસ્તવમાં બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડે દરમિયાન અમ્પાયરના નિર્ણયથી નારાજ ભારતીય કેપ્ટને અમ્પાયરિંગના સ્તર પર સવાલો ઉઠાવ્યા હતા. આ ઉપરાંત આઉટ થયા બાદ હરમનપ્રીત કૌરે વિકેટ પર બેટ માર્યું હતું.
Indian women's team skipper Harmanpreet Kaur has been suspended for the next two international matches following two separate breaches of the ICC Code of Conduct.
(Pic source: ICC) pic.twitter.com/WBWSJ2HDuk
— ANI (@ANI) July 25, 2023
હરમનપ્રીત કૌર પર ICCની મોટી કાર્યવાહી!
જોકે હરમનપ્રીત કૌર બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડે દરમિયાન તેના ખરાબ વર્તનને કારણે સતત ચર્ચામાં રહી હતી. સોશિયલ મીડિયા યુઝર્સ ભારતીય કેપ્ટન પર સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હતા. આ સિવાય માનવામાં આવી રહ્યું હતું કે ICC હરમનપ્રીત કૌર વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. જો કે હવે ICCએ હરમનપ્રીત કૌર વિરુદ્ધ કાર્યવાહી કરી છે. તે ભારતની આગામી 2 મેચોમાં મેદાન પર જોવા નહીં મળે.
આ ગોમની વાત ના થાય!!! ઘેર ઘેર આંગણામાં પાર્ક કરેલા છે પ્લેન, તેમાં જાય છે ફરવા
'કુબેરનો ભંડાર' ગણી શકાય ગુજરાતના આ 3 ગામ, મેટ્રો સિટીમાં ન હોય એવી છે સુવિધાઓ
55 મિલિયન ઇન્ડીયને આ ગુજ્જુ ડોક્ટરનો વીડિયો જોઈ કહ્યું, ''ડોક્ટર હોય તો આવા''
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે