લેફ્ટનન્ટ ધોની આજથી જમ્મૂ-કાશ્મીરમાં સંભાળશે મોરચો

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને સેનામાં લેફ્ટિનેન્ટ કર્નલ (માનદ) એમએસ ધોનીની સૈન્ય ડ્યૂટી આજ એટલે કે બુધવારથી શરૂ થઈ રહી છે. ધોની 15 દિવસ સુધી કાશ્મીરમાં આતંકવાદ વિરોધી યૂનિટમાં તૈનાત રહેશે.
 

લેફ્ટનન્ટ ધોની આજથી જમ્મૂ-કાશ્મીરમાં સંભાળશે મોરચો

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને સેનામાં લેફ્ટિનેન્ટ કર્નલ (માનદ) એમએસ ધોનીની સૈન્ય ડ્યૂટી આજ એટલે કે બુધવારથી શરૂ થઈ રહી છે. ધોની 15 દિવસ સુધી કાશ્મીરમાં આતંકવાદ વિરોધી યૂનિટમાં તૈનાત રહેશે. ધોની સ્વતંત્રતા દિવસ પણ ત્યાં મનાવશે. ધોની 106 ટેરિટોરિયલ આર્મી બટાલિયન પેરા કમાન્ડો યૂનિટમાં તૈનાત છે. 

તેવી માહિતી છે કે તેની તૈનાતી ઘાટીના અવંતીપોરામાં થઈ છે. આ દરમિયાન તે પેટ્રોલિંગ, ગાર્ડ અને પોસ્ટની પણ ડ્યૂટી કરશે. જાણવા મળી રહ્યું છે કે ધોની કુલ 19 કિલો વજન લઈને પેટ્રોલિંગ કરશે. તેમાં તેની વર્દી, એકે 47 અને સામાનનો વજન સામેલ છે. 

3 દિવસ પાયાની ટ્રેનિંગ
સૂત્રો પ્રમાણે, ધોનીને શરૂઆતના 3 દિવસ પાયાની ટ્રેનિંગ આપવામાં આવશે, જેમાં ફોજ વિશે જણાવવામાં આવશે અને ફાયરિંગની તાલીમ આપવામાં આવશે. ધોનીએ પહેલા જણાવી દીધું હતું કે તે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ટીમની સાથે જશે નહીં. સૈન્ય ટ્રેનિંગમાં સામેલ થવા માટે તેણે સેનાધ્યક્ષ વિપિન રાવતની મંજૂરી પણ લીધી હતી. 

ધોની પહેલા પણ ક્રિકેટરોનો રહ્યો છે સેના સાથે નાતો
ભારતીય ટીમના પ્રથમ કેપ્ટન કર્નલ સીકે નાયડૂ 1923મા હોલ્કર રાજાના આમંત્રણ પર ઈન્દોર પહોંચ્યા હતા. તેમને સેનામાં કર્નલનું પદ આપવામાં આવ્યું હતું. આ સાથે લેફ્ટનન્ટ કર્નલ હેમૂ અધિકારીનું ટેસ્ટ કરિયર બીજા વિશ્વ યુદ્ધને કારણે મોડું શરૂ થયું હતું. આ સિવાય સર ડોન બ્રેડમેને પણ સેનામાં કામ કર્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news