IPL 2019: બેંગલોરને હરાવી પ્લેઓફનો દાવો મજબૂત કરવા ઉતરશે સનરાઇઝર્સ

રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદનો મુકાબલો કરો યા મરોનો મેચ હશે. જો હૈદરાબાદ જીતે તો પ્લેઓફમાં પહોંચવાની તેની આશા જીવિત રહેશે. 

IPL 2019: બેંગલોરને હરાવી પ્લેઓફનો દાવો મજબૂત કરવા ઉતરશે સનરાઇઝર્સ

બેંગલુરૂઃ રોયલ ચેલેન્જરર્સ બેંગલોર ઈન્ડિયન પ્રીમિયર લીગ 2019માંથી બહાર થઈ ગઈ છે પરંતુ તે સનરાઇઝર્સ હૈદરાબાદની બાજી બગાડી શકે છે. સિઝનમાં પોતાના અંતિમ લીગ મેચમાં જો સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ બેંગલોરને પરાજય આપે તો પ્લેઓફમાં પોતાનો દાવો મજબૂત કરી લેશે. આજે બેંગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બંન્ને ટીમો લીગમાં પોતાનો અંતિમ મુકાબલો રમશે. 

જો સનરાઇઝર્સની ટીમે ગુરૂવારે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હોત તો તેના માટે અંતિમ ચારની રાહ આસાન થઈ જાત પરંતુ સુવર ઓવરમાં મળેલી હારે મામલો થોડો પેચીદો કરી દીધો છે. હૈદરાબાદની ટીમની 13 મેચોમાં 12 પોઈન્ટ છે અને આ સિઝન તેના માટે સામાન્ય રહી છે.  

હૈદરાબાદ માટે આ લીગમાં ઓપનિંગ ભાગીદારી મહત્વની રહી છે. જોની બેયરસ્ટો અને ડેવિડ વોર્નરની જોડીએ ટીમને મજબૂત આધાર આપ્યો હતો. ટીમે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં 2113 રન બનાવ્યા છે તેમાંથી 1137 રન વોર્નર અને બેયરસ્ટોએ બનાવ્યા છે. એટલે કે ટીમના અડધાથી વધુ રન આ બંન્નેના બેટથી નિકળ્યા છે. 

પરંતુ આ બંન્ને ખેલાડી પરત ફરી ચુક્યા છે પરંતુ મનીષ પાંડેનું ફોર્મ તેના માટે સારો સંકેત છે. 

સનરાઇઝર્સની નેટ રનરેટ +0.653 છે અને જીત બાદ પ્લેઓફમાં તેનું સ્થાન લગભગ નક્કી થઈ જશે પરંતુ રોયલ ચેલેન્જર્સ સામે પરાજય બાદ તેનો માર્ગ કઠિન બની જશે. જો રાજસ્થાન દિવસના પ્રથમ મેચમાં દિલ્હીને હરાવી દે તો હૈદરાબાદ માટે માત્ર ને માત્ર જીત ટૂર્નામેન્ટમાં બચાવી રાખશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news