ICC Awards 2019 : વિરાટને ખાસ કામને ICCની સલામ, જાણો સ્મિથ સાથે શું છે કનેક્શન 

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આઇસીસી એવોર્ડ્સ 2019ની જાહેરાત કરી દીધી છે. આઇસીસી દ્ધારા રોહિત શર્માને વન-ડે ક્રિકેટર ઓફ ધ યર પસંદ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે રોહિત શર્માએ વર્લ્ડકપ 2019 દરમિયાન રેકોર્ડ પાંચ સદી ફટકારી હતી.

ICC Awards 2019 : વિરાટને ખાસ કામને ICCની સલામ, જાણો સ્મિથ સાથે શું છે કનેક્શન 

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આઇસીસી એવોર્ડ્સ 2019ની જાહેરાત કરી દીધી છે. આઇસીસી દ્ધારા રોહિત શર્માને વન-ડે ક્રિકેટર ઓફ ધ યર પસંદ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે રોહિત શર્માએ વર્લ્ડકપ 2019 દરમિયાન રેકોર્ડ પાંચ સદી ફટકારી હતી. છેલ્લા વર્ષે રોહિત શર્માએ સાત વન-ડે સદી સાથે 1490 રન ફટકાર્યા હતા. 28 વન-ડે મેચમાં 57.30ની સરેરાશથી બેટિંગ કરતા રોહિતે આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ સિવાય વન-ડેમાં નંબર વન બેટ્સમેન વિરાટ કોહલીને ખેલભાવના માટે 2019 Spirit of Cricket Award આપવામાં આવ્યો છે. વિરાટ કોહલીએ વર્લ્ડકપ દરમિયાન દર્શકોને સ્ટિવ સ્મિથની હૂટિંગ નહી કરવાની અપીલ કરી હતી. સ્મિથ બોલ ટેમ્પરિંગ મામલા બાદ વાપસી કરી રહ્યો છે.

The Indian captain is the winner of the 2019 Spirit of Cricket Award 🙌 #ICCAwards pic.twitter.com/Z4rVSH8X7x

— ICC (@ICC) 15 January 2020

આ અવોર્ડ ફંક્શનમાં ઝડપી બોલર દીપક ચહરને ટી-20 ક્રિકેટમાં પરફોર્મર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. નવેમ્બરમાં દીપક ચહરને બાંગ્લાદેશ વિરુદ્ધ નાગપુર ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં ફક્ત છ રન આપીને હેટ્રિક સહિત સાત વિકેટ ઝડપી હતી. ચહર ભારત તરફથી ટી-20 ઇન્ટરનેશનલમાં હૈટ્રિક લેનાર પ્રથમ બોલર છે. સાથે આ ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં કોઇ પણ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ઇગ્લેન્ડના શાનદાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને 2019 માટે સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફીના વિજેતા જાહેર કરવામાં આવ્યો છે. સ્ટોક્સની શાનદાર ઇનિંગની મદદથી જ ઇગ્લેન્ડે પ્રથમવાર વર્લ્ડકપ જીત્યો હતો.

આ સિવાય વન-ડે ટીમ ઓફ ધ યરમાં રોહિત શર્મા, કૈરી હોપ, વિરાટ કોહલી (કેપ્ટન), બાબર આઝમ, કેન વિલિયમસન, બેન સ્ટોક્સ, જોસ બટલર (વિકેટકીપર), મિશેલ સ્ટાર્ક, ટ્રેન્ટ બોલ્ટ, મોહમ્મદ શમી અને કુલદીપ યાદવનો તેમજ ટેસ્ટ ટીમ ઓફ ધ યરમાં મયંક અગ્રવાલ, ટોમ લાથમ, માર્નસ લાબુશાને, વિરાટ કોહલી (કેપ્ટન), સ્ટીવ સ્મિથ, બેન સ્ટોક્સ, વાટલિંગ, પૈટ કમિંસ, મિશેલ સ્ટાર્ક, વાગ્નર અને નાથન લિયોનનો સમાવેશ થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news