ICC Rules Changes: ટી20 વર્લ્ડ કપ પહેલા ICC નો ચોંકાવનારો નિર્ણય, બદલી નાખ્યા ક્રિકેટના આ નિયમો
ICC Cricket Rules 2022: ટી20 વર્લ્ડ કપ 2022ની શરૂઆત પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મોટો નિર્ણય લીધો છે. 1 ઓક્ટોબર 2022થી ક્રિકેટમાં કેટલાક નવા નિયમો લાગૂ થવાના છે. આ બદલાયેલા નિયમો સાથે જ ટી20 વર્લ્ડ કપ 2022 રમાશે. સૌરવ ગાંગુલીના નેતૃત્વવાળી પુરુષ ક્રિકેટ સમિતિની ભલામણની પુષ્ટિ બાદ નિયમોમાં ફેરફાર કરાયા છે.
Trending Photos
ICC Cricket Rules 2022: ટી20 વર્લ્ડ કપ 2022ની શરૂઆત પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મોટો નિર્ણય લીધો છે. 1 ઓક્ટોબર 2022થી ક્રિકેટમાં કેટલાક નવા નિયમો લાગૂ થવાના છે. આ બદલાયેલા નિયમો સાથે જ ટી20 વર્લ્ડ કપ 2022 રમાશે. સૌરવ ગાંગુલીના નેતૃત્વવાળી પુરુષ ક્રિકેટ સમિતિની ભલામણની પુષ્ટિ બાદ નિયમોમાં ફેરફાર કરાયા છે.
કેચ આઉટ થાય તો આ ખેલાડી કરશે બેટિંગ
આઈસીસીના નવા નિયમ મુજબ કેચ આઉટ થશે તો નવો બેટર જ બેટિંગ કરશે. પહેલા જ્યારે એક બેટર કેચ આઉટ થતો હતો અને જો નોન સ્ટ્રાઈકર બેટરને ક્રોસ કરી લે તો આ સ્થિતિમાં નવો બેટર નોન સ્ટ્રાઈકર એન્ડ પર આવતો હતો. પરંતુ હવે સ્ટ્રાઈક બદલાય તો પણ નવો બેટર જ સ્ટ્રાઈક લઈને બેટિંગ કરશે.
બોલને પોલીશ કરવા પર પ્રતિબંધ
કોરોનાને જોતા છેલ્લા 2 વર્ષથી આઈસીસીએ બોલ પર થૂંક લગાવવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. હવે આ નિયમ પર સ્થાયી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. એટલે કે હવે જ્યાં સુધી નિયમ ન બદલાય ત્યાં સુધી કોઈ પણ બોલર બોલ પર થૂંક લગાવી શકશે નહીં. બોલને પોલીશ ન કરવાનો નિયમ વર્ષ 2020માં શરૂ કરાયો હતો.
ફક્ત 2 મિનિટમાં થવું પડશે તૈયાર
બેટરે હવે બેટિંગ માટે ટેસ્ટ અને વનડે મેચોમાં બે મિનિટની અંદર સ્ટ્રાઈક લેવા માટે તૈયાર રહેવું પડશે. ટી20 ફોર્મેટમાં આ સમય 90 સેકન્ડનો રહેશે. આ અગાઉ એક ટેસ્ટ અને વનડે મેચોમાં આ સમય 3 મિનિટનો રહેતો હતો તથા બેટરના ના આવવાની સ્થિતિમાં ફિલ્ડિંગ કેપ્ટન ટાઈમ્ડ આઉટ લેતો હતો.
ફીલ્ડરની ખોટી રીતની મૂવમેન્ટ પર સજા
જો ફીલ્ડિંગ સમયે ખેલાડી જાણી જોઈને ખોટી રીતે મૂવમેન્ટ કરે તો બેટરને પાંચ રન પેનલ્ટી તરીકે અપાશે. અગાઉ આ બોલને ડેડ બોલ જાહેર કરાતો હતો અને બેટ્સમેનના શોટ કેન્સલ કરાતા હતા.
બેટર પિચ પરથી જ મારી શકે છે બોલ
કોઈ બોલ જો પિચથી દૂર પડે તો હવે બેટરે પિચ પર જ રહેવું પડશે. જો કોઈ બેટર પિચની બહાર નીકળે તો અમ્પાયર તેને ડેડ બોલ ગણાવશે. કોઈ પણ બોલ જેના પર બેટર પિચ છોડીને શોટ રમવા માટે મજબૂર થાય તેને નો બોલ અપાશે.
વનડેમાં પણ લાગૂ થશે સ્લો ઓવર રેટનો નિયમ
સ્લો ઓવર રેટનો નિયમ જાન્યુઆરી 2020માં ટી 20 ફોર્મેટમાં લાગૂ કરાયો હતો. જેમાં સ્લો ઓવર રેટને જોતા ટીમો પર દંડ ફટકારવામાં આવતો હતો. હવે આ નિયમ વનડેમાં પણ લાગૂ કરાશે.
ટી20ની જેમ હવે વનડે ક્રિકેટમાં પણ નિર્ધારિત સમય પર ઓવર પૂરી ન કરવામાં આવે તો ફિલ્ડિંગ ટીમે એક વધુ ફિલ્ડર 30 ગજના ઘેરામાં અંદર રાખવો પડશે.
જો કોઈ બોલર પોતાની ડિલિવરી સ્ટ્રાઈડમાં પ્રવેશ કરતા પહેલા સ્ટ્રાઈકરને રન આઉટ કરવાના પ્રયત્નમાં બોલ ફેંકે તો તે હવે ડેડ બોલ ગણાશે. આ એક અત્યંત દુર્લભ સિનેરિયો છે જેને અત્યાર સુધી નો બોલ કહેવાતું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે