Suryakumar Yadav: સૂર્યકુમાર ટી20માં નંબર-1 બેટર, રેટિંગ પોઈન્ટમાં બનાવ્યો રેકોર્ડ
Suryakumar Yadav: ભારતના આક્રમક બેટર સૂર્યકુમાર યાદવ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે બુધવારે જાહેર કરેલા આઈસીસીના લેટેસ્ટ ટી20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં ટોપ પર છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતના સ્ટાર ક્રિકેટર સૂર્યકુમાર યાદવે ICCની ટી-20 રેન્કમાં પહેલા નંબરે પહોંચ્યો છે. ઝારખંડના રાંચીમાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલ ટી-20 મેચમાં તેને 47 રન ફટકાર્યા. જેના કારણે સૂર્યકુમાર યાદવનો રેન્ક 910 સુધી પહોંચ્યો. પણ સિરીઝની બીજી મેચમાં માત્ર 26 રન બનાવ્યા બાદ પણ તેના રેન્કમાં 908નો ઘટાડો થયો.
ક્રિકેટર સૂર્યકુમાર યાદવે રચ્યો ઈતિહાસ
સૂર્યકુમાર યાદવે ટી-20 આંતરરાષ્ટ્રીય બેસ્ટમેનની રેન્કિંગમાં ઈંગ્લેન્ડના સ્ટાર ડેવિડ મલાનના રેકોર્ડની નજીક પહોંચ્યો. ડેવિડ મલાને વર્ષ 2020માં આફ્રિકના કેપટાઉનમાં 915 સુધીનો અંક મેળવ્યો હતો. સૂર્યકુમાર યાદવ ઓલટાઉમ ગ્રેટ રેન્કમાં બીજા સ્થાન પર પહોંચ્યો છે.
🔹 Suryakumar continues his reign at the 🔝
🔹 Santner makes gains in bowling list
The latest @MRFWorldwide T20I Player Rankings had some significant movements 📈
— ICC (@ICC) February 1, 2023
ટીમ ઈન્ડિયા માટે વર્ષના સૌથી મોટા સારા સમાચાર
વર્ષ 2022માં સૂર્યકુમાર યાદવે T20 વર્લ્ડ કપમાં છ મેચમાં 239 રન બનાવીને ટી-20 રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગયો હતો. ત્યાર બાદ તેને ગયા મહિને ICCન વર્ષના સર્વશ્રેષ્ઠ T20 ક્રિકેટર તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો. સૂર્યકુમાર સિવાય અન્ય કોઈ ભારતીય બેટ્સમેન કે બોલર ટોપ 10માં નથી સામેલ. ઓલરાઉન્ડરોની લીસ્ટમાં હાર્દિક પંડ્યા ત્રીજા સ્થાન પર છે. જ્યારે ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાઝ વન-ડે બોલરોની યાદીમાં ટોચ પર છે. બેટ્સમેનોની યાદીમાં શુભમન ગિલ છઠ્ઠા, વિરાટ કોહલી સાતમા અને રોહિત શર્મા નવમા સ્થાને છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે