દારૂબંધીના લીરેલીરા ઉડાવતા અમદાવાદી જુવાનિયાઓ, પોલીસ સ્ટેશન પાસે પીધો બિયર

 દારૂબંધીવાળા ગુજરાતમાં ગજબની અને ગુજરાત પોલીસની દારૂબંધી માટેની અસફળતાનો પુરાવો આપતો વીડિયો વાઈરલ થયો છે. અમદાવાદના વેજલપુર પોલીસ ચોકી પાસે નબીરાઓનો બિયર પીતો વીડિયો વાયરલ થયો છે. પોલીસ ચોકી બહાર જ ખુલ્લેઆમ દારૂ પીરસાતો આ વીડિયો જોઈને પોલીસની કામગીરી પર સવાલો ઉભા કરે છે.

Updated: Feb 4, 2019, 04:13 PM IST
દારૂબંધીના લીરેલીરા ઉડાવતા અમદાવાદી જુવાનિયાઓ, પોલીસ સ્ટેશન પાસે પીધો બિયર

જાવેદ સૈયદ/અમદાવાદ : દારૂબંધીવાળા ગુજરાતમાં ગજબની અને ગુજરાત પોલીસની દારૂબંધી માટેની અસફળતાનો પુરાવો આપતો વીડિયો વાઈરલ થયો છે. અમદાવાદના વેજલપુર પોલીસ ચોકી પાસે નબીરાઓનો બિયર પીતો વીડિયો વાયરલ થયો છે. પોલીસ ચોકી બહાર જ ખુલ્લેઆમ દારૂ પીરસાતો આ વીડિયો જોઈને પોલીસની કામગીરી પર સવાલો ઉભા કરે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વેજલપુર પોલીસ ચોકીની પાસે નબીરાઓ પાર્ટી કરી રહ્યા હતા. એક બર્થ ડેની ઉજવણીનો આ વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, નબીઓ કેક કાપીને બાદમાં બિયર પી રહ્યા છે. કેક કટિંગ થયું તે સમયે કેટલાક લોકોના હાથમાં બિયરના કેન જોવા મળ્યા. કેક કટિંગની સાથે લોકોએ બર્થડે બોયના મોઢા પર કેક લગાવી અને જાહેરમાં જ બિયર પીધું.હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. જોકે, આ વીડિયોથી વેજલપુર ઇન્ચાર્જ પીઆઇ પરેવા પણ અજાણ છે. 

આ વીડિયોથી પોલીસની નાઈટ પેટ્રોલિંગની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.