World Cup 2019: શંકરના સ્થાને એકપણ વનડે નહીં રમનાર મયંક કેમ? આ રહ્યું કારણ

શિખર ધવન બાદ તે બીજો ભારતીય ખેલાડી છે, જેને ઈજાને કારણે ટૂર્નામેન્ટ અધવચ્ચે છોડવી પડી છે. હવે તેની જગ્યાએ મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરી શકાય છે. 

 World Cup 2019: શંકરના સ્થાને એકપણ વનડે નહીં રમનાર મયંક કેમ? આ રહ્યું કારણ

નવી દિલ્હીઃ વિશ્વ કપમાં ઈંગ્લેન્ડ સામે થયેલા પરાજય બાદ ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો લાગ્યો છે. ટીમનો ઓલરાઉન્ડર વિજય શંકર ઈજાને કારણે વિશ્વકપમાંથી બહાર થઈ ગયો છે. શિખર ધવન બાદ તે બીજો ભારતીય ખેલાડી છે, જેને ઈજાને કારણે ટૂર્નામેન્ટ અધવચ્ચે છોડવી પડી છે. હવે તેની જગ્યાએ મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરી શકાય છે. 

બીસીસીઆઈના સીનિયર અધિકારીએ જણાવ્યું, 'વિજય શંકરના પગના અંગૂઠામાં ઈજાને કારણે વિશ્વકપમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ ભારતીય મેનેજમેન્ટ વિજય શંકરના સ્થાને મયંક અગ્રવાલને સામેલ કરી શકે છે. ખાસ વાત છે કે અગ્રવાલે અત્યાર સુધી એકપણ આંતરરાષ્ટ્રીય વનડે મેચ રમી નથી. પરંતુ કર્ણાટકના ઓપનિંગ બેટ્સમેન 28 વર્ષના મયંક અગ્રવાલે પાછલા વર્ષે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટમાં પર્દાપણ કર્યું હતું. જો તેને વિશ્વકપમાં રમવાની તક મળે તો તેની પ્રથમ વનડે હશે.'

— ANI (@ANI) July 1, 2019

હવે સવાલ છે કે મયંકને તક કેમ આપવામાં આવી રહી છે. તેની પાછળ આ કારણ હોઈ શકે કે ટીમને ઓપનરની જરૂર છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચ દરમિયાન કેએલ રાહુલને ઈજા થઈ હતી. તે ફીલ્ડિંગ દરમિયાન મેદાનની બહાર જઈ રહ્યો હતો. તેવામાં મયંક અગ્રવાલ ઈનિંગની શરૂઆત કરી શકે છે. 

જો આગામી બે મેચોમાં નંબર-4 પર રિષભ પંત કંઇ ખાસ પ્રદર્શન ન કરી શકે તો મયંક અગ્રવાલ ઓપનિંગ કરી શકે છે અને રાહુલ ફરી નંબર-4 પર બેટિંગ કરી શકશે. પરંતુ હજુ સુધી ટીમ મેનેજમેન્ટે રાહુલની ઈજા વિશે કોઈ અપડેટ આપ્યું નથી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news