વિશ્વકપની અંતિમ ઇનિંગને યાદગાર ન બનાવી શક્યો ગેલ, માત્ર 7 રન બનાવી થયો આઉટ

આઈસીસી વિશ્વ કપ-2019 ક્રિસ ગેલની વિદાય માટે પણ યાદ કરવામાં આવશે. ફેન્સની વચ્ચે યૂનિવર્સ બોસના નામથી જાણીતો ગેલ પરંતુ પોતાના વિશ્વકરની અંતિમ ઇનિંગમાં માત્ર 7 રન બનાવી આઉટ થયો હતો. 
 

વિશ્વકપની અંતિમ ઇનિંગને યાદગાર ન બનાવી શક્યો ગેલ, માત્ર 7 રન બનાવી થયો આઉટ

નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વ કપ-2019 ક્રિસ ગેલની વિદાય માટે પણ યાદ કરવામાં આવશે. ફેન્સ વચ્ચે યૂનિવર્સ બોસના નામથી જાણીતો ગેલ પોતાની વિશ્વકપની છેલ્લી ઈનિંગમાં માત્ર 7 રન બનાવી આઉટ થયો હતો. 37 વર્ષીય કેરેબિયન તોફાની બેટ્સમેન જ્યારે અફઘાનિસ્તાન વિરુદ્ધ લીડ્સમાં બેટિંગ કરવા આવ્યો તો તેના લાખો ફેન્સને આશા હતી કે તે અહીં યાદગાર ઈનિંગ રમશે, પરંતુ તેમ ન થયું. 

અફઘાનિસ્તાન બોલરોની સામે તે સંઘર્ષ કરતો જોવા મળ્યો અને 18 બોલનો સામનો કરતા માત્ર 1 ચોગ્ગાની મદદથી 7 રન બનાવી શક્યો. તેને દૌલત જાદરાનના બોલ પર ઇકરામ અલીએ કેચ કર્યો હતો. પરંતુ આ આંકડો તેના કરિશ્માઇ કરિયરને દર્શાવતો નથી. વનડે કરિયરમાં 1119 ચોગ્ગા અને 326 છગ્ગા ફટકારનાર ગેલે ટૂર્નામેન્ટ પહેલા જાહેરાત કરી હતી કે, આ તેનો અંતિમ વિશ્વ કપ હશે. હાલના વિશ્વકપમાં તેણે 8 મેચ રમી અને 30.25ની એવરેજથી 242 રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઇક રેટ 88.32ની રહી છે. 

ભારત વિરુદ્ધ સિરીઝમાં રમશે
પહેલા ગેલે કહ્યું હતું કે તે વિશ્વ કપ રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત થશે, પરંતુ બાદમાં તેણે પોતાનો નિર્ણય ફેરવી તોડ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે આગામી ભારતની સિરીઝ બાદ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરને અલવિદા કહી દેશે. ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત પ્રવાસની શરૂઆત ત્રણ ઓગસ્ટથી કરશે, ત્યારબાદ વનડે 8 ઓગસ્ટ અને ફરી ટેસ્ટ મેચ 22 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી રમાશે. 

ગેલનું ક્રિકેટ કરિયર
ગેલે 103 ટેસ્ટ મેચોમાં 42.19ની એવરેજથી 7215 રન જ્યારે 297 વનડેમાં 10393 રન બનાવ્યા છે. ટી20મા તેણે 58 મેચ રમીને 1627 રન ફટકાર્યા છે. ટેસ્ટમાં તેના નામે 15 સદી તો વનડેમાં 25 સદી છે. આંતરરાષ્ટ્રીય ટી20મા પણ તેના નામે બે સદી છે. 

આ વર્લ્ડ કપમાં કેવું રહ્યું પ્રદર્શન
vs પાકિસ્તાન: 50 રન
vs ઑસ્ટ્રેલિયા: 21 રન
vs દક્ષિણ આફ્રિકા: બેટિંગ નહીં
vs ઈંગ્લેન્ડ: 36 રન
વિ બાંગ્લાદેશ: 0 રન
વિ ન્યુઝીલેન્ડ: 85 રન, 1 વિકેટ
vs ભારત: 6 રન
vs શ્રીલંકા: 35 રન
vs અફઘાનિસ્તાન: 7 રન

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news