ઇફ્તિખાર અહમદે પાકિસ્તાની ખેલાડીઓની કરી ધોલાઇ, 50 બોલમાં 94 રન ફટકાર્યા
હાલમાં ઇફ્તિખાર અહમદ ટી-20માં શાનદાર ફોર્મમાં છે. હાલમાં યોજાયેલા 2022ના ટી 20 વર્લ્ડ કપમાં ઇફ્તિખાર અહમદે સારું પ્રદર્શન કર્યું હતું. ત્યાર બાદ બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં તેનો દબદબો રહ્યો હતો.
Trending Photos
6 SIXES in OVER: પાકિસ્તાન સુપર લીગની એક્સિબિશન મેચમાં ક્વેટા ગ્લેડીયેટર્સ અને પેશાવર ઝાલ્મી વચ્ચેની મેચમાં ઇફ્તિખાર અહમદે કરી શાનદાર બેટિંગ કરી. ઇફ્તિખાર અહમદે ક્વેટા ગ્લેડીયેટર્સ તરફથી રમતા બેટિંગમાં એક જ ઓવરમાં 6 છક્કા ફટકાર્યા.
પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન ઇફ્તિખાર અહમદે પેશાવર ઝાલ્મી સામે એક જ ઓવરમાં 6 છક્કા ફટકાર્યા. આ કારનામું તેને પાકિસ્તાનના ફાસ્ટ બોલર વહાબ રિયાઝની ઓવરમાં કર્યું. હાલમાં ઇફ્તિખાર અહમદ ટી-20માં શાનદાર ફોર્મમાં છે. હાલમાં યોજાયેલા 2022ના ટી 20 વર્લ્ડ કપમાં ઇફ્તિખાર અહમદે સારું પ્રદર્શન કર્યું હતું. ત્યાર બાદ બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં તેનો દબદબો રહ્યો હતો.
આ પણ વાંચો: દેશમાં પરણિત મહિલાઓના ત્રણ ગણા વધ્યા લફરા, ટોપમાં છે ગુજરાતના આ શહેર
આ પણ વાંચો: આ તેલના બે ટીપા સેક્સ લાઈફ બનાવી દેશે રોમાંચક, પરિણીત પુરુષો આવી જશે પાવરમાં
આ પણ વાંચો: શું મહિલાઓના સ્વાસ્થ્ય માટે બ્રા પહેરવી છે જરૂરી? જાણો શું કહે છે એક્સપર્ટ
Iftikhar Ahmed smashed 6 sixes in a single over in the PSL exhibition match.pic.twitter.com/s3NRRmrcZl
— Johns. (@CricCrazyJohns) February 5, 2023
પાકિસ્તાન સુપર લીગ 13 ફ્રેબુઆરીથી થશે શરૂ
પાકિસ્તાન સુપર લીગની એક્સિબિશન મેચમાં ઇફ્તિખાર અહમદે છેલ્લી ઓવરમાં 6 છક્કા ફટકાર્યા. પેશાવર ઝાલ્મીના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં ક્વેટા ગ્લેડીયેટર્સની ટીમે 20 ઓવરમાં 184 રન બનાવ્યા. અને છેલ્લીમાં 6 છક્કા સાથે 36 રન ફટકાર્યા. મેચમાં ઇફ્તિખાર અહમદે કુલ 50 બોલમાં 94 રન ફટકાર્યા. ઇફ્તિખાર અહમદે 42 બોલમાં અર્ધસદી ફટકારી. આ બેટિંગમાં તેને 17 ઓવર સુધીમાં 34 બોલને રમીને 31 રન જ બનાવ્યા હતા. ત્યાર બાદ તેને 16 બોલમાં 63 રન બનાવ્યા. ક્વેટા ગ્લેડીયેટર્સમાંથી રમતા પહેલા ઇફ્તિખાર અહમદ બાંગ્લાદેશ પ્રીમિયર લીગ રમીને આવ્યા હતા.જેમાં 10 મેચમાં તેને 347 રન ફટકાર્યા હતા. જેમાં તેને એક સદી અને 3 અર્ધસદી ફટકારી હતી.
આ પણ વાંચો: Home Remedies: આટલું કરશો તો ઉંભી પૂંછડીયે ભાગી જશે ગરોળી, પાપ પણ નહી લાગે
આ પણ વાંચો: Chanakya Niti: જો વ્યક્તિઓનો મળશે સાથ તો જીવનનો બેડો થઇ જશે પાર
આ પણ વાંચો: Health Tips: આ ફળોની છાલને ઉતારીને ક્યારેય ના ખાઓ, બગડી જશે તમારું સ્વાસ્થ્ય
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે