ચૂર ચૂર કરી દઈશું ઘમંડ! યશસ્વીને આંખો દેખાડનારા અંગ્રેજોને રોહિત-શુભમને બરાબર પાઠ ભણાવ્યો

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝમાં બીજી જ્યારે ટેસ્ટ કરિયરની 12મી સદી ફટકારી છે. તેમણે આજે અંગ્રેજ બોલરોને ખુબ ધોયા. શુભમન ગિલે પણ સદી ફટકારી. 

ચૂર ચૂર કરી દઈશું ઘમંડ! યશસ્વીને આંખો દેખાડનારા અંગ્રેજોને રોહિત-શુભમને બરાબર પાઠ ભણાવ્યો

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા હાલ ગજબના ફોર્મમાં છે. તેમણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 ટેસ્ટ મેચની સિરીઝમાં ગજબનું ફોર્મ દેખાડતા બીજી અને ટેસ્ટ કરિયરની 12મી સદી ફટકારી. સ્પિન ફ્રેન્ડલી પીચ પર જ્યાં અંગ્રેજો પહેલી ઈનિંગમાં 218 રન પર પેવેલિયન ભેગા થઈ ગયા ત્યાં હિટમેને આગળ આવીને મોરચો સંભાળ્યો અને ટીમ ઈન્ડિયાને ડ્રાઈવિંગ સીટ પર બેસાડી દીધી. તેમણે 154 રનમાં 13 ચોગ્ગા   અને 3 છગ્ગા સાથે સદી પૂરી કરી. 

સિરીઝની બીજી સદી
રોહિત શર્માએ યશસ્વી જયસ્વાલને આઉટ થયા બાદ આંખો દેખાડનારા ઈંગ્લિશ બોલરોને પણ જબરદસ્ત ધોયા. તેમને સાથ આપ્યો શુભમન ગિલે. શુભમન ગિલે પણ સદી ફટકારી. જો કે શુભમન ગિલ 12 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 150 બોલમાં 110 રન કરીને જેમ્સ એન્ડરસનની બોલિંગમાં આઉટ થયો. જ્યારે રોહિત શર્મા પણ 103 રન કરીને બેન સ્ટોક્સની બોલિંગમાં આઉટ થયો. ભારતે 70 રન ઉપર લીડ મેળવી લીધી છે અને હજુ સાત વિકેટ હાથમાં છે. રોહિત શર્માએ રાજકોટ ટેસ્ટની પહેલી ઈનિંગમાં પણ 131 રનની મહત્વની ઈનિંગ રમી હતી. તેમની આ સિરીઝની બીજી સદી છે. અને 400 રન પૂરા થયા છે. 

Rohit Sharma 🤝 Shubman Gill

— BCCI (@BCCI) March 8, 2024

યશસ્વીને દેખાડી હતી આંખો
જ્યારે યશસ્વી જયસ્વાલ આક્રમક ઈનિંગ રમીને આઉટ થયો તો શોએબ બશીરે આંખો દેખાડતા જશ્ન મનાવ્યો હતો. જો કે છેલ્લા બે દિવસમાં આ એકમાત્ર અવસર હતો કે અંગ્રેજોને ખુશ થવાનો મોકો મળ્યો હતો. તેમને પછી લાગ્યું હતું કે વિકેટ મળતી રહેશે પરંતુ રોહિત અને શુભમને બાજી સંભાળી અને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધુ છે. 

4⃣th hundred in Tests for him 👌 👌

What a fine knock this has been! 🙌 🙌

— BCCI (@BCCI) March 8, 2024

શુભમન ગિલે પણ બરાબર મોરચો સંભાળી રાખ્યો છે. રોહિત શર્માની આ ઇનિંગમાં માત્ર વિસ્ફોટક છગ્ગા જ નહીં પરંતુ ટેસ્ટવાળું ધૈર્ય પણ જોવા મળ્યું. તેમણે જણાવી દીધુ કે રોહિતમાં હજુ પણ જાન બાકી છે, છેલ્લી 6 ટેસ્ટમાં આ તેમની ત્રીજી સદી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news