IND vs ENG: હારના ભયથી ગભરાયું ઇંગ્લેન્ડ, 5 મી ટેસ્ટમાં જાતે જ પોતાને અપાવી દીધી જીત, પછી ફેરવ્યું તોળ્યું
ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં તે જ થયું જેનો ભય હતો. કોરોનાએ આખી સિરીઝ પર પાણી ફેરવી દીધું છે. માનચેસ્ટરમાં યોજાનારી 5 મી ટેસ્ટ રદ કરવામાં આવી છે. ટીમ ઇન્ડિયાએ સિરીઝમાં 2-1 સાથે લીડ હાંસલ કરી હતી
Trending Photos
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં તે જ થયું જેનો ભય હતો. કોરોનાએ આખી સિરીઝ પર પાણી ફેરવી દીધું છે. માનચેસ્ટરમાં યોજાનારી 5 મી ટેસ્ટ રદ કરવામાં આવી છે. ટીમ ઇન્ડિયાએ સિરીઝમાં 2-1 સાથે લીડ હાંસલ કરી હતી અને ઇતિહાસ રચવાથી માત્ર એક કદમ દૂર હતી પરંતુ કોરોનાને કારણે હવે તેમાં થોડો સમય લાગશે. જો કે, જે રીતે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેની જાણકારી આપી તે ખુબદ શરમજનક અને આશ્ચર્યજનક છે.
હારથી ગભરાયું ECB
તમને જણાવી દઈએ કે શરૂ થતા પહેલા જ સમાચાર આવ્યા હતા કે માનચેસ્ટર ટેસ્ટ એક દિવસ બાદ શરૂ થશે પરંતુ તેના થોડા સમય પછી ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે દાવો કર્યો છે કે, ભારતીય ટીમ તેમના પ્લેયરને ઉતારવા તૈયાર નથી. ECB નું કહેવું છે કે BCCI સાથે વાતચીત બાદ ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતેની મેચ રદ કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમના કેમ્પમાં કોરોનાના વધતા કેસોના ભયને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે, ટીમ ઇન્ડિયા તેના ખેલાડીઓને તૈયાર કરી શકી નથી. જેના કારણે ઈંગ્લેન્ડે 5 મી ટેસ્ટ જીતી લીધી છે અને શ્રેણી 2-2 થી બરાબરી પર છે.
India forfeit fifth and final Test against England in Manchester amid COVID-19 concerns
— Press Trust of India (@PTI_News) September 10, 2021
ઇંગ્લેન્ડે ફરી આ નિવેદનને પલટાવ્યું
જો કે, થોડા સમય પછી જ્યારે BCCI એ સ્પષ્ટપણે તેનો ઇનકાર કર્યો, ત્યારે ECB એ તેના નિવેદનને પલટાવી દીધું. BCCI ના સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે આ ટેસ્ટ મેચ બાદમાં રમાશે અને હાલમાં સિરીઝનું પરિણામ 2-1 થી અધૂરું રહેશે.
England and Wales Cricket Board revises its statement on 5th Test against India, removing reference to forfeit by visiting team
— Press Trust of India (@PTI_News) September 10, 2021
India lead Test series against England 2-1, cancelled fifth and final match can be played later: BCCI source
— Press Trust of India (@PTI_News) September 10, 2021
ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝનું આ આવ્યું પરિણામ
BCCI ના સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે, ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે માનચેસ્ટરમાં યોજાનાર પાંચમી અને નિર્ણાયક ટેસ્ટ મેચ બાદમાં રમાશે અને અત્યારે ભારત આ સિરીઝને 2-1 થી લીડ કરી રહ્યું છે. ભારતના ઇંગ્લેન્ડમાં સિરીઝ જીત માટે બાદમાં આ મેચને રમી જીતવાની રહેશે અથવા ડ્રો કરવાની રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે