IND vs NZ 5th T20I Live: ન્યૂઝીલેન્ડનો ફરી ધબડકો, ગુમાવી આઠમી વિકેટ

ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના હાલના પ્રવાસમાં છેલ્લી ટી20 મેચ રમી રહી છે. આ છેલ્લી અને પાંચમી મેચ માઉન્ટ માઉંગનુઈમાં રમાઈ રહી છે. ભારતીય ટીમ 5 મેચોની સિરીઝમાં આ મેચ જીતીને ક્લિન સ્વાઈપ કરવા ઈચ્છે છે. હાલ તે 4-0થી આગળ છે. મેજબાન ન્યૂઝીલેન્ડ પર વ્હાઈટવોશની શરમજનક સ્થિતિથી બચવાનું દબાણ છે. તેણે આ મેચ જીતવી પડે તેમ છે. 

IND vs NZ 5th T20I Live:  ન્યૂઝીલેન્ડનો ફરી ધબડકો, ગુમાવી આઠમી વિકેટ

નવી દિલ્હી: ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના હાલના પ્રવાસમાં છેલ્લી ટી20 મેચ રમી રહી છે. આ છેલ્લી અને પાંચમી મેચ માઉન્ટ માઉંગનુઈમાં રમાઈ રહી છે. ભારતીય ટીમ 5 મેચોની સિરીઝમાં આ મેચ જીતીને ક્લિન સ્વાઈપ કરવા ઈચ્છે છે. હાલ તે 4-0થી આગળ છે. મેજબાન ન્યૂઝીલેન્ડ પર વ્હાઈટવોશની શરમજનક સ્થિતિથી બચવાનું દબાણ છે. તેણે આ મેચ જીતવી પડે તેમ છે. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ લીધી. નિર્ધારીત 20 ઓવરોમાં 3 વિકેટ ગુમાવીને 163 રન કર્યાં. જેમાં રોહિત શર્માના 60 રન અને કે એલ રાહુલના 45 તથા શ્રેયસ ઐય્યરના 33 રનનો ફાળો છે. 

ન્યૂઝીલેન્ડનો દાવ
ન્યૂઝીલેન્ડ તરફથી ઈનિંગની શરૂઆત કોલિન મુનરો અને માર્ટિન ગુપ્ટિલે કરી. ટીમ ઈન્ડિયા તરફથી પહેલી ઓવર વોશિંગ્ટન સુંદરે ફેંકી હતી. જો કે ન્યૂઝીલેન્ડ માટે શરૂઆત સારી રહી નહીં. તેના બંને ઓપરો ફટાફટ આઉટ થઈ ગયાં. પહેલા કોલિન મુનરો 15 રન અને માર્ટિન ગુપ્ટિલ 2 રન પર આઉટ થઈ ગયાં. જો કે ત્યારબાદ આવેલો ટોમ બ્રુસ પણ ખાતું ખોલાવ્યાં વગર પેવેલિયન ભેગો થયો. હાલ ટીમ સિફર્ટ અને રોસ ટેલર રમતમાં છે. 

No photo description available.

ભારતનો દાવ
કે એલ રાહુલ અને સંજૂ સેમસન ઓપનિંગમાં ઉતર્યાં. જો કે સંજૂ સેમસન બહુ ટક્યો નહીં. તે માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયો જેના કારણે ભારત પર દબાણ સર્જાયું. ત્યારબાદ વન ડાઉન આવેલા રોહિત શર્માએ જબરદસ્ત ઈનિંગ રમતા ફિફ્ટી ફટકાર્યાં. જો કે કે એલ રાહુલ 45 રનનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થઈ ગયો છે. હાલ રોહિત શર્મા અને શ્રેયસ ઐય્યર રમતમાં છે. જો કે ત્યારબાદ રોહિત શર્મા ઈજા થતા પેવેલિયન ભેગો થયો હતો. તેની જગ્યાએ શિવમ દુબે આવ્યો હતો. શિવમ જો કે બહુ ટક્યો નહીં અને વ્યક્તિગત 5 રનના સ્કોર પર આઉટ થઈ ગયો. શ્રેયસ ઐય્યર અને મનિષ પાંડે અણનમ રમતમાં રહ્યાં હતાં. ભારતે નિર્ધારીત 20 ઓવરોમાં 3 વિકેટ ગુમાવીને 163 રન કર્યાં. શ્રેયસ ઐય્યર 33 રન અને મનિષ પાંડે 11 રન સાથે અણનમ રહ્યાં હતાં. 

ન્યૂઝીલેન્ડ તરફથી કુગલાઈને 2 વિકેટ અને હમીશ બેનેટે એક વિકેટ લીધી હતી. રોહિત શર્માને માંસપેશીઓમાં સમસ્યા ઊંભી થઈ હતી. તેણે ડોક્ટરોની મદદ લેવી પડી હતી. આ જ કારણે ખેલ પાંચ મિનિટ સુધી રોકાયો હતો. ફિઝિયો દ્વારા મદદ લીધા બાદ તે 3 બોલ રમી શક્યો જેમાંથી પહેલા બોલ પર સિક્સર મારી પરંતુ બીજા બે બોલ પર રન કરી શક્યો નહીં. ત્યારબાદ રોહિત શર્મા રિટાયર્ડ હર્ટ થયો. 

ભારતે જીત્યો ટોસ
મેચમાં ટોસ ભારતે જીત્યો છે અને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું છે. રોહિત શર્મા મેચ રમી રહ્યો છે પરંતુ ઓપનિંગમાં રાહુલ અને સેમસંગ ઉતર્યા છે. તેઓ ત્રીજા ક્રમે બેટિંગ કરવા ઉતરશે. તેણે સંજૂને તક આપી છે. 

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કે એલ રાહુલ, સંજૂ સેમસન, શ્રેયસ ઐય્યર, મનીષ પાંડે, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની

ન્યૂઝીલેન્ડ: ટીમ સાઉદી (કેપ્ટન), માર્ટિન ગુપ્ટિલ, કોલિન મુનરો, ટીમ સીફર્ટ, ટોમ બ્રુસ, રોસ ટેલર, ડેરિલ મિશેલ, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, હેમિશ બેનેટ, અને સ્કોટ કુગલાઈન

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news