IND vs SA: કિંગ કોહલીનો ધમાકો, આફ્રિકા સામે ફટકારી સદી, કરી સચિનના વર્લ્ડ રેકોર્ડની બરોબરી

World Cup 2023: વિરાટ કોહલીએ આખરે કોલકત્તાના ઈડન ગાર્ડનમાં સૌથી મોટી સિદ્ધિ મેળવી લીધી છે. કોહલીએ વનડે કરિયરની 49મી સદી ફટકારી દીધી છે. આ સાથે સચિનના વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી લીધી છે. 

IND vs SA: કિંગ કોહલીનો ધમાકો, આફ્રિકા સામે ફટકારી સદી, કરી સચિનના વર્લ્ડ રેકોર્ડની બરોબરી

કોલકત્તાઃ વિરાટ કોહલીએ પોતાના 35માં જન્મદિવસ પર શાનદાર ઈનિંગ રમી પોતાના ફેન્સને સૌથી મોટી ખુશી આપી છે. કોલકત્તાના ઈડન ગાર્ડન્સમાં સાઉથ આફ્રિકા સામે વિશ્વકપ મેચમાં વિરાટ કોહલીએ પોતાના વનડે કરિયરની 49મી સદી ફટકારી છે. આ સદી સાથે કોહલીએ મહાન બેટર સચિન તેંડુલકરના વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી લીધી છે. સચિનના નામે પણ વનડે ક્રિકેટમાં 49 સદી નોંધાયેલી છે. વિરાટ કોહલીએ હવે 49મી સદી ફટકારી સચિનના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. 

કોહલીએ ફટકારી 49મી સદી
કિંગ કોહલી આજે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. પોતાના જન્મદિવસ પર કોલકત્તાના ઈડન ગાર્ડનમાં વિરાટ કોહલીએ શાનદાર ઈનિંગ રમી સદી ફટકારી છે. કોહલીએ 119 બોલમાં 10 ચોગ્ગા સાથે સદી પૂરી કરી હતી. વિરાટ કોહલીએ આફ્રિકા સામે સદી પૂરી કરતા સચિનના વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી લીધી છે. આ વિરાટ કોહલીના વનડે કરિયરની 49મી સદી છે, જ્યારે ઓલઓવર કરિયરની વાત કરવામાં આવે તો 79મી સદી છે. 

વનડેમાં સૌથી સધુ સદી ફટકારનાર બેટર
49 વિરાટ કોહલી (277 ઈનિંગ્સ
49 સચિન તેંડુલકર (452 ઈનિંગ્સ)
31 રોહિત શર્મા (251 ઈનિંગ્સ)
30 રિકી પોન્ટિંગ (365 ઈનિંગ્સ)
28 સનથ જયસૂર્યા (433 ઈનિંગ્સ)

સચિન તેંડુલકરનું કરિયર
ભારતના સ્ટાર ક્રિકેટર સચિન તેંડુલકરે 463 વનડે મેચની 452 ઈનિંગમાં 18426 રન ફટકાર્યા છે. સચિનના નામે વનડે ક્રિકેટમાં 49 સદી અને 96 અડધી સદી હતી. સચિનનો વનડે ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોર 200 રન હતો. સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 100 સદી ફટકારી હતી. ટેસ્ટ ક્રિકેટમાં સચિનના નામે 51 સદી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news