ICC ટેસ્ટ રેન્કિંગઃ ભારત અને કેપ્ટન કોહલીની ટોંચની સ્થિતિ યથાવત

આઈસીસી ટેસ્ટ ટીમ રેન્કિંગમાં ભારતના 116 પોઈન્ટ છે અને તે વિશ્વની નંબર એક ટેસ્ટ ટીમ છે. તો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલીના બેટ્સમેનોના રેન્કિંગમાં 922 પોઈન્ટ છે. 

ICC ટેસ્ટ રેન્કિંગઃ ભારત અને કેપ્ટન કોહલીની ટોંચની સ્થિતિ યથાવત

દુબઈઃ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝમાં પ્રથમ જીતથી ભારતીય ટીમ અને તેના કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે અહીં જાહેર થયેલા આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પોતાની સ્થિતિ મજબૂત કરી હતી. ભારતના 116 પોઈન્ટ છે અને તે વિશ્વની નંબર એક ટેસ્ટ ટીમ છે. કેપ્ટન કોહલી બેટ્સમેનોના રેન્કિંગમાં 922 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને અને તે બીજા સ્થાને રહેલા ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન (897)થી 25 પોઈન્ટ આગળ છે. 

ઓસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શન કરનાર ચેતેશ્વર પૂજારા ત્રીજા સ્થાને યથાવત છે જ્યારે યુવા રિષભ પંત પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ 17માં સ્થાન પર છે. બોલરોમાં કાગિસો રબાડા હજુપણ નંબર એક પર છે. જ્યારે ભારતીયોમાં રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિન ક્રમશઃ પાંચમાં અને નવમાં સ્થાને છે. ફાસ્ટ બોલરોમાં જસપ્રીત બુમરાહ 711 પોઈન્ટ સાથે 15માં સ્થાને પહોંચી ગયો છે. 

ઈંગ્લેન્ડે પોતાનું ત્રીજુ સ્થાન જાળવા રાખવા માટે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચોની સિરીઝ જીતવી પડશે જ્યારે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાએ પણ તેના એક દિવસ બાદ શરૂ થઈ રહેલી બે મેચોની સિરીઝમાં મહત્વપૂર્ણ પોઈન્ટ મેળવવા પડશે. ઈંગ્લેન્ડ 3-0થી ક્લીન સ્વીપ કરે તો તેના 109 પોઈન્ટ થઈ જશે પરંતુ તે ભારત અને આફ્રિકા કરતા પાછળ રહેશે. જ્યારે સિરીઝનું પરિણામ ગમે તે રહે વેસ્ટ ઈન્ડિઝ આઠમાં સ્થાને રહેશે. 

ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે સિરીઝનું પરિણામ ગમે તે રહે પરંતુ બંન્ને ટીમો ક્રમશઃ પાંચમાં અને છઠ્ઠા સ્થાન પર યથાવત રહેશે. ઓસ્ટ્રેલિયા જો 2-0થી જીત મેળવે તો તેને 3 પોઈન્ટ મળશે અને તેના 104 પોઈન્ટ થશે જ્યારે લંકાને 2 પોઈન્ટનું નુકસાન થશે અને તેના 89 પોઈન્ટ રહી જશે. શ્રીલંકા જો 2-0થી જીત મેળવે તો તેના 95 પોઈન્ટ થઈ જશે અને તે ઓસ્ટ્રેલિયાથી માત્ર બે પોઈન્ટ પાછળ રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news