ક્રિકેટ જ નહી, ફૂટબોલમાં પણ ભારતે પાકિસ્તાનને આપી માત, 4-0થી હરાવ્યું

પાકિસ્તાન વિરૂદ્ધ ભારતે સારી શરૂઆત કરી અને 22મી મિનિટમાં અવિકા સિંહે ગોલ કરીને પોતાની ટીમને બઢત અપાવી. પહેલો ગોલ કર્યા બાદ પણ ભારતે વિપક્ષી પર સતત દબાણ બનાવ્યું. 41મી મિનિટમાં ગોલકિપર આયશાએ ભૂલ કરી જેના લીધે તેમની ટીમ 0-2થી પાછળ રહી ગઇ. 

ક્રિકેટ જ નહી, ફૂટબોલમાં પણ ભારતે પાકિસ્તાનને આપી માત, 4-0થી હરાવ્યું

ઉલાનબતોર (મંગોલિયા): ક્રિકેટના મેદાન પર તો એશિયા કપ 2018માં ભારતે પાકિસ્તાનને 8 વિકેટથી આકરી માત આપી. આ સાથે જ મહિલા ફૂટબોલમાં પણ ભારતીય ટીમે પાકિસ્તની ટીમને ભૂંડી હાર આપી છે. ભારતની અંડર-16 મહિલા ફૂટબોલ ટીમે બુધવારે (19 સપ્ટેમ્બર)ના રમાયેલી એએફસી અંડર-16 વુમેન ચેમ્પિયનશિપ ક્વાલિફાયરના એક મુકાબલામાં પાકિસ્તાનને 4-0થી માર આપી. એમએફએફ સ્ટેડિયમમાં રમાયેલી આ મુકાબલામાં ભારત માટે અવિકા સિંહ, સુનિયા મુંડા અને શિલ્કી દેવીએ ગોલ કર્યા જ્યારે પાકિસ્તાનની ગોલકિપર આયશાએ એક ઓન ગોલ કર્યો. 

આ જીત બાદ ભારતે છ પોઇન્ટ સાથે ગ્રુપ-બીમાં ટોચ પર છે. ભારતીય ટીમ પોતાની શરૂઆતી બે મેચો જીતવામાં સફળ રહી છે. 

પાકિસ્તાન વિરૂદ્ધ ભારતે સારી શરૂઆત કરી અને 22મી મિનિટમાં અવિકા સિંહે ગોલ કરીને પોતાની ટીમને બઢત અપાવી. પહેલો ગોલ કર્યા બાદ પણ ભારતે વિપક્ષી પર સતત દબાણ બનાવ્યું. 41મી મિનિટમાં ગોલકિપર આયશાએ ભૂલ કરી જેના લીધે તેમની ટીમ 0-2થી પાછળ રહી ગઇ. 

બીજા હાફમાં પાકિસ્તાનની રમત થોડી સારી રહી, પરંતુ 82મી મિનિટમાં સુનિતા મુંડા અને 88મી મિનિટમાં શિલ્કી દેવીએ ગોલ કરતાં ભારતની 4-0થી જીત સુનિશ્વિત કરી દીધી. ભારતનો આગામી મુકાબલો શુક્રવારે મેજબાન મંગોલિયા સામે થશે. 

મેચ પહેલાં ટીમના કોચ ફર્મિન ડીસૂઝાએ કહ્યું હતું, ''ભારતીય ટીમે હોંગકોંગને 6-1થી માત આપીને ટૂર્નામેંટની શાનદાર શરૂઆત કરી અને હવે ટીમે પોતાના આગામી મોટા મુકાબલા માટે તૈયાર છે.'' કોચે કહ્યું કે 'અમારા માટે બધી મેચ સરખું મહત્વ ધરાવે છે. અમે અમારી સાથે આખા દેશની આશાઓ લઇને ચાલીએ છીએ. એટલા માટે તેમને નિરાશ ન કરી શકીએ. આ પાકિસ્તાન વિરૂદ્ધ મેચ છે અમે તેના માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. 

પાકિસ્તાનને પોતાની પહેલી મેચમાં મેજબાન મંગોલિયા સામે 8-0થી આકરી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ તેને લાઓસે પણ 3-0થી માત આપી હતી. ભારતીય ટીમ હાલ પોતાના ગ્રુપમાં પ્રથમ સ્થાન પર છે. કોચે કહ્યું કે અહીં મૌસમ અહીં હવામાન ટીમની પરીક્ષા લઇ રહ્યું છે. તેમણે કહ્યું કે 'અહીંનું તાપમાન લગભગ બે ડીગ્રીનું છે, સાથે જ અહીં સતત ઠંડી હવાઓ પણ ચાલે છે. એવામાં હવામાનમાં ટીમની ખેલાડીઓને પોતાના ઢાળવામાં મુશ્કેલી થઇ રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news