ભીમા કોરેગાંવ હિંસા: SCનો ચુકાદો અનામત, ફેસલો ન આવે ત્યાં સુધી 5 માનવાધિકાર કાર્યકર્તાઓ નજરકેદ

ભીમા કોરેગાંવ હિંસા કેસમાં ધરપકડ કરાયેલા 5 આરોપીઓ પર સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.

Updated By: Sep 20, 2018, 02:59 PM IST
ભીમા કોરેગાંવ હિંસા: SCનો ચુકાદો અનામત, ફેસલો ન આવે ત્યાં સુધી 5 માનવાધિકાર કાર્યકર્તાઓ નજરકેદ

નવી દિલ્હી: ભીમા કોરેગાંવ હિંસા કેસમાં ધરપકડ કરાયેલા 5 આરોપીઓ પર સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટ આગામી અઠવાડિયે આ કેસ પર પોતાનો ચુકાદો આપશે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે ચુકાદો ન આવે ત્યાં સુધી પાંચેય આરોપીઓને નજરકેદ રખાશે. કોર્ટે કહ્યું કે તમામ પક્ષ પોતાની લેખિત દલીલો સોમવાર સુધીમાં કોર્ટમાં જમા કરાવી દે. આ મામલે હાઉસ અરેસ્ટ રહેલા પાંચ આરોપી એક્ટિવિસ્ટ વિરુદ્ધ FIR થાય કે પોલીસ તપાસ ચાલુ રહે તેના પર સુપ્રીમ કોર્ટ ચુકાદો આપવાની છે. 

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકાર તરફથી મોટો ખુલાસો કરવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટમાં મહારાષ્ટ્ર સરકારનો પક્ષ રજુ કરી રહેલા વકીલ તુષાર મહેતાએ દલીલ આપી છે કે પ્રકાશ ચેતન અને સાઈબાબા એક જ વ્યક્તિનું નામ છે અને તે હિંદી જાણે છે અને તેમાં ભાષણ પણ આપે છે. અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટમાં મહારાષ્ટ્ર સરકારે આ અંગે ખુલાસો કર્યો છે કે પ્રકાશના નામથી લખવામાં આવેલા પત્રોમાં અનેક ષડયંત્રોનો ઉલ્લેખ છે. આ ઉપરાંત ERB મીટિંગ ઈસ્ટર્ન રિજીયોનલ બ્યુરોની મીટિંગનો પણ ઉલ્લેખ છે. તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં એમ પણ કહ્યું છે કે આરોપીઓ પાસેથી મળેલા દસ્તાવેજોમાં અનેક એવી ગંભીર બાબતો છે જે કોર્ટમાં બોલીને વાંચવી યોગ્ય નથી. તેમણે કહ્યું કે આરોપીઓના પત્રાચારમાં અનેક કોડ છે. જેમ કે LIC... લો ઈન્ટેન્સિટી કોમ્બેટનો ઉલ્લેખ છે. 

મહારાષ્ટ્ર સરકારે કહ્યું-પૂરતા પુરાવા અને તપાસ બાદ થઈ ધરપકડ
આ અગાઉ મહારાષ્ટ્ર સરકાર તરફથી ASG તુષાર મહેતાએ કહ્યું કે તમામ આરોપીઓની ધરપકડ મામલે પુરતા પુરાવા છે. FIRમાં છ લોકોના નામ છે પરંતુ કોઈની પણ તરત ધરપકડ થઈ નથી. પ્રાથમિક તપાસમાં પુરાવા સામે આવ્યાં બાદ છ જૂનના રોજ એક ધરપકડ થઈ જેને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ લઈને પૂછપરછ કરાઈ હતી. કોર્ટથી સર્ચ વોરંટ મંગાયુ હતું. તપાસની નિગરાણી ડીસીપી અને સીનિયર અધિકારીએ કરી હતી. સીઝ કરાયેલા કોમ્પ્યુટર, લેપટોપ, પેનડ્રાઈવને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યાં. સમગ્ર સર્ચની વીડિયોગ્રાફી કરવામાં આવી. આ લોકો સીપીઆઈ માઓવાદી સંગઠન સાથે જોડાયેલા છે અને આ સંગઠન પ્રતિબંધિત છે. 

પુણે પોલીસે પાંચ એક્ટિવિસ્ટની કરી હતી ધરપકડ
અત્રે જણાવવાનું કે ભીમા કોરેગાંવ હિંસાની તપાસ કરી રહેલી પુણે પોલીસે મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ અને રાંચીમાં એક સાથે દરોડા પાડીને કલાકો સુધી તલાશી લીધી હતી. ત્યારબાદ 5 લોકોની ધરપકડ કરી હતી.. પુણે પોલીસના જણાવ્યાં મુજબ તમામ લોકો પ્રતિબંધિત માઓવાદી સંગઠન સાથે લિંક ધરાવતા હોવાનો આરોપ છે. જ્યારે માનવાધિકાર કાર્યકર્તાઓ તેને સરકારના વિરોધમાં ઉઠનારા અવાજને દબાવનારી દમન કાર્યવાહી ગણાવી રહ્યાં છે. રાંચીથી ફાધર સ્ટેન સ્વામી, હૈદરાબાદથી ડાબેરી વિચારક અને કવિ વરવરા રાવ, ફરીદાબાદથી સુધા ભારદ્વાજ, દિલ્હીથી સામાજિક કાર્યકર્તા ગૌતમ નવલખાની પણ ધરપકડ થઈ છે. 

દેશના વધુ સમાચારો માટે કરો ક્લિક...