Duleep Trophy 2019: ઈન્ડિયા ગ્રીનને ઈનિંગ અને 38 રને હરાવી ઈન્ડિયા રેડ ચેમ્પિયન

ઈન્ડિયા રેડે દુલીપ ટ્રોફીની ફાઇનલમાં ઈન્ડિયા ગ્રીનને એક ઈનિંગ અને 38 રનથી પરાજય આપ્યો હતો. 

 Duleep Trophy 2019: ઈન્ડિયા ગ્રીનને ઈનિંગ અને 38 રને હરાવી ઈન્ડિયા રેડ ચેમ્પિયન

બેંગલુરૂઃ ડાબા હાથના ઓફ સ્પિનર અક્ષય વાખરે (Akshay Wakhare)એ શાનદાર પ્રદર્શન કરતા ઈન્ડિયા રેડને દુલીપ ટ્રોફી (Duleep Trophy)નું ટાઇટલ અપાવ્યું છે. ઈન્ડિયા રેડે શનિવારે ફાઇનલમાં ઈન્ડિયા ગ્રીનને એક ઈનિંગ અને 38 રનથી પરાજય આપ્યો હતો. ઈન્ડિયા રેડની જીતનો હરો રહેતા અભિમન્યુ ઈશ્વરને ઈન્ડિયા રેડ માટે 153 રન બનાવ્યા હતા. ત્યારબાદ અક્ષયે શનિવારે ઈન્ડિયા ગ્રીનના પાંચ બેટ્સમેનોને આઉટ કર્યાં હતા. ઈશ્વરનને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 

મેચના અંતિમ દિવસે ઈન્ડિયા રેડે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 40 ઓવરની અંદર 119 રન પર ઈન્ડિયા ગ્રીનને ઓલઆઉટ કરી દીધી હતી. માત્ર સિદ્ધેશ લાડ (42) અને અક્ષત રેડ્ડી (33) થોડા સમય માટે ક્રીઝ પર ટકી શક્યા હતા. ઈન્ડિયા ગ્રીનના બેટ્સમેનમાં કોઈપણ વાખરે (5/13) અને આવેશ ખાન (3/38) દ્વારા બનાવેલા દબાવનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યાં હતા. 

આ પહેલા ઈન્ડિયા રેડે પોતાના દિવસની શરૂઆત 345/6થી કરી હતી. ત્યાં સુધી તેની ઈન્ડિયા ગ્રીન પર 114 રનની લીડ થઈ ચુકી હતી કારણ કે ગ્રીને પોતાની પ્રથમ ઈનિંગમાં 231 રન બનાવ્યા હતા. 

ઈન્ડિયા રેડ માટે અભિમન્યુ ઈશ્વરને 153 રન બનાવ્યા હતા. તેના સિવાય ઈશાન કિશન (39), આદિત્ય સરવડે (38) અને કેપ્ટન પ્રિયાંક પંચાલ (33) રનનું યોગદાન આપ્યું હતું. 

મેચનો સ્કોરઃ
ઈન્ડિયા ગ્રીન 231 અને 119 (સિદ્ધેશ લાડ 43, અક્ષત રેડ્ડી 33)
ઈન્ડિયા રેડ 388 (અભિમન્યુ ઈશ્વરન 153, ઇશાન કિશન 39)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news