હોકી વર્લ્ડ કપઃ ભારતનો ધમાકેદાર પ્રારંભ, સાઉથ આફ્રિકાને 5-0થી હરાવ્યું

ભારતીય ટીમ વિશ્વકપનું ટાઇટલ જીતીને 43 વર્ષના દુષ્કાળને સમાપ્ત કરવાના અભિયાન પર છે. પ્રથમ મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. 

હોકી વર્લ્ડ કપઃ ભારતનો ધમાકેદાર પ્રારંભ, સાઉથ આફ્રિકાને 5-0થી હરાવ્યું

ભુવનેશ્વરઃ ભારતે હોકી વર્લ્ડ કપમાં શાનદાર પ્રારંભ કર્યો છે. બુધવારે તેણે પોતાના પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 5-0થી પરાજય આપ્યો. વર્લ્ડ રેન્કિંગમાં પાંચમાં સ્થાને રહેલી ભારતીય ટીમ તરફથી મનદીપ સિંહ (10મી મિનિટમાં), આકાશદીપ (12મી મિનિટમાં), સિમરનજીત (43 અને 46મી મિનિટમાં) અને લલિત ઉપાધ્યાર (45મી મિનિટમાં) ગોલ કર્યા હતા. 

કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં 15મો રેન્ક ધરાતી નબળી દક્ષિણ આફ્રિકાની ટીમનો ગોલનું ખાતું પણ ન ખુલ્યું. હવે પૂલ-સીમાં બે ડિસેમ્બરે ભારતનો મુકાબલો બેલ્જિયમ સામે છે. 

ભારતની ટીમ વિશ્વકપનું ટાઇટલ જીતીને 43 વર્ષના દુષ્કાળને સમાપ્ત કરવાના અભિયાન પર છે. પરંટુ ટીમ માટે પોતાના આ લક્ષ્યને હાસિલ કરવો આસાન નથી. ભારતની રાહમાં ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટીના, નેધરલેન્ડ, જર્મની અને પાકિસ્તાન જેવી ટીમ મુશ્કેલી બનીને ઉભી છે. 

— Hockey India (@TheHockeyIndia) November 28, 2018

બેલ્જિયમે ઉદ્ઘાટન મેચમાં કેનેડાને હરાવ્યું
બેલ્જિયમે 14માં હોકી વિશ્વ કપમાં જીત સાથે શરૂઆત કરી છે. તેણે કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી ગ્રુપ-સીના પોતાના પ્રથમ મેચમાં કેનેડાને 2-1થી હરાવી દીધું હતું. આ મેચમાં બેલ્જિયમ માટે ફેલિક્સ ડેનાયર અને કેપ્ટન થોમસ બ્રિલ્સે ગોલ કર્યો હતો. કેનેડા માટે પિયર્સને એકમાત્ર ગોલ કર્યો હતો. તેના બંન્ને ગોલ ફીલ્ડ ગોલ હતા. ગુરૂવારે (29 નવેમ્બર) આર્જેન્ટીના વિરુદ્ધ પ્લેન અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ફ્રાન્સની ટક્કર થશે. 

વર્લ્ડ નંબર-3 બેલ્જિયમે ત્રીજી જ મિનિટમાં ફેલિક્સ ડેનાયરે ગોલ સ્કોર કરતા પોતાની ટીમનું ખાતું થોલ્યું હતું. ત્યારબાદ ઘણા સમય સુધી વર્લ્ડ નંબર-11 કેનેડાએ બેલ્જિયમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. 12મી મિનિટમાં થોમસ બ્રિલ્સે ગોલ કર્યો હતો. પરંતુ વીડિયો રેફરલ બાદ આ ગોલને રદ્દ કરી દેવામાં આવ્યો હતો. બીજા ક્વાર્ટરની શરૂઆત બાદ 20મી મિનિટમાં બેલ્જિયમને પેનલ્ટી કોર્નર પર ગોલની તક મળી હતી, પરંતુ તે અસફળ રહી હતી. ત્યારબાદ પ્રથમ ક્વાર્ટરમાં ગોલની તકને ગુમાવનાર કેપ્ટન બ્રિલ્સે 22મી મિનિટમાં ઓર્થન વેન તરફથી મળેલા પાસને સીધો કેનેડાના ગોલ પોસ્ટમાં પહોંચાડીને બેલ્જિયમનો સ્કોર 2-0 કરી દીધો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news