IND vs AUS: શિખર-રોહિતની જોડીએ આ મામલામાં સચિન-વીરૂનો તોડ્યો રેકોર્ડ

ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન અને રોહિત શર્માએ મોહાલીના વાઈએસ બિંદ્રા ક્રિકેટ સ્ટેડિયમ પર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝના ચોથા વનડેમાં એક સિદ્ધિ મેળવી છે. 
 

IND vs AUS: શિખર-રોહિતની જોડીએ આ મામલામાં સચિન-વીરૂનો તોડ્યો રેકોર્ડ

નવી દિલ્હીઃ શિખર ધવન (143) અને રોહિત શર્મા (95)એ મોહાલીના આઈએસ બિંદ્રા ક્રિકેટ સ્ટેડિયમ પર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝના ચોથા વનડેમાં ટીમ ઈન્ડિયાને જોરદાર શરૂઆત અપાવી હતી. આ જોડીએ પ્રથમ વિકેટ માટે 31 ઓવરોમાં 193 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી દરમિયાન વનડે આંતરરાષ્ટ્રીય (વનડે કરિયર દરમિયાન કોઈપણ વિકેટ માટે) સૌથી વધુ રનની ભાગીદારીના મામલામાં જાણીતી જોડી સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સહેવાગને પાછળ છોડી દીધા છે. 

માસ્ટર બ્લાસ્ટર સચિન અને વિસ્ફોટક બેટ્સમેન વીરૂએ વનડે કરિયર દરમિયાન ભારત માટે 114 ઈનિંગમાં 39.16ની એવરેજથી 4387 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન આ જોડીએ 13 સદી અને 18 અડધી સદીની પણ ભાગીદારી કરી હતી. જ્યારે આ મેચ બાદ હિટમેન રોહિત અને ગબ્બર ધવનની જોડીના નામે102 ઈનિંગમાં 45.25ની એવરેજથી 4571 રન નોંધાયેલા છે. 

વનડેમાં આ ભારતની બીજી, જ્યારે વિશ્વની 7મી સર્વશ્રેષ્ઠ જોડી બની ગઈ છે. વર્લ્ડ રેકોર્ડની વાત કરીએ તો પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકરની જોડીના નામે છે. આ બંન્નેએ 1992 થી 2007 વચ્ચે 176 ઈનિંગમાં 47.55ની એવરેજથી 8227 રનની ભાગીદારી કરી છે. આ જોડીના નામે 26 સદી અને 29 અડધી સદીની ભાગીદારી નોંધાયેલી છે. 

વનડેમાં ભારત માટે 5 સર્વશ્રેષ્ઠ જોડી
સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકરઃ 176 ઈનિંગમાં 8227 રન
શિખર ધવન અને રોહિત શર્માઃ 102 ઈનિંગમાં 4571
વીરેન્દ્ર સહેવાગ અને સચિન તેંડુલકરઃ 114 ઈનિંગમાં 4332
રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલીઃ 87 ઈનિંગમાં 4332 રન
વિરાટ કોહલી અને રોહિત શર્માઃ 72 ઈનિંગમાં 4328

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news