IND vs AUS: નાગપુર ટી20 માટે બદલાશે પ્લેઈિંગ-XI? હરીફ ટીમની કમર તોડવા ગુજરાતનો આ પેસર ટીમમાં પાછો ફરશે!
ભારતીય ટીમ હવે કરો યા મરોના મુકાબલામાં શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામે ભીડશે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા પહેલી મેચ હારી ગઈ. જેના કારણે ટીમમાં 0-1થી પાછળ થઈ ગઈ છે. આવામાં નાગપુરમાં થનારો આગામી મુકાબલો ખુબ જ મહત્વનો છે. એવું પણ નક્કી માનવામાં આવી રહ્યું છે કે કેપ્ટન રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટ પ્લેઈિંગ-XI માં ફેરફાર પર વિચાર કરી શકે છે.
Trending Photos
Jasprit Bumrah in Team India: ભારતીય ટીમ હવે કરો યા મરોના મુકાબલામાં શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામે ભીડશે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા પહેલી મેચ હારી ગઈ. જેના કારણે ટીમમાં 0-1થી પાછળ થઈ ગઈ છે. આવામાં નાગપુરમાં થનારો આગામી મુકાબલો ખુબ જ મહત્વનો છે. એવું પણ નક્કી માનવામાં આવી રહ્યું છે કે કેપ્ટન રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટ પ્લેઈિંગ-XI માં ફેરફાર પર વિચાર કરી શકે છે.
મોહાલી ટી20માં બોલરોએ કર્યા નિરાશ
ભારતીય ટીમના બોલરોએ મોહાલીમાં રમાએયીલ સિરીઝની પહેલી ટી20માં ખુબ નિરાશ કર્યા હતા. હાર્દિક પંડ્યાની 71 રનની તોફાની ઈનિંગ અને ઓપનર કે એલ રાહુલની અડધી સદીની મદદથી ભારતે તે મેચમાં 6 વિકેટ પર 208 રન કર્યા હતા પરંતુ બોલરો આ લક્ષ્યાંક બચાવી શક્યા નહીં. ઓસ્ટ્રેલિયાએ મેચમાં 4 બોલ બાકી હતા અને જીત મેળવી લીધી. અક્ષર પટેલે 3 અને પેસર ઉમેશ યાદવે 2 વિકેટ લીધી. અનુભવી પેસર ભુવનેશ્વર કુમાર ખુબ મોંઘો સાબિત થયો તેણે 52 રન 4 ઓવરમાં આપ્યા. જ્યારે હર્ષલ પટેલે પણ 49 રન આપ્યા પણ કોઈ વિકેટ મેળવી નહીં.
બુમરાહની થઈ શકે છે વાપસી
ઘરેલુ ક્રિકેટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનારા સ્ટાર પેસર જસપ્રીત બુમરાહ મેચ માટે ફીટ હોવાનું કહેવાય છે અને જો આમ થયું તો તેઓ જરૂર ટીમમાં વાપસી કરશે. બુમરાહને ગત મેચમાં બહાર રાખવામાં આવ્યો હતો. પીઠની ઈજાના કારણે તે એશિયા કપમાં પણ ભાગ લઈ શક્યો નહતો. 28 વર્ષના બુમરાહે તેની છેલ્લી મેચઆ વર્ષે 14 જુલાઈના રોજ રમી હતી. તેણે ત્યારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ લોર્ડ્સ મેદાન પર વનડે મેચ રમી હતી.
ટીમ મેનેજમેન્ટને હતી ચિંતા
ગત મેચમાં હર્ષલ પટેલ, ઉમેશ યાદવ અને ભુવનેશ્વર કુમારને ફાસ્ટ બોલર ટીમમાં તક અપાઈ હતી. ક્રિકબઝના એક રિપોર્ટ મુજબ બુમરાહ હવે પીઠની ઈજામાંથી બહાર આવી ગયો છે. રિપોર્ટનું માનીએ તો પહેલી મેચ ન રમવાનું કારણ એ હતું કે ટીમ મેનેજમેન્ટ ઈજામાં વાપસી બાદ તરત તેની એક્શનમાં લાવવા માંગતું નહતું. હવે તે નાગપુરમાં 23 સપ્ટેમ્બરે રમાનારી બીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ માટે પ્લેઈંગ11માં સામેલ થશે તે નક્કી છે.
ઉમેશ યાદવ થશે બહાર?
BCCI ના સૂત્રોના જણાવ્યાં મુજબ 'ટીમ મેનેજમેન્ટ તેને (બુમરાહ) લઈને ઉતાવળ કરવા માંગતુ નથી અને આ જ કારણ છે કે મોહાલી મેચમાં તે રમ્યો નહીં. તે નેટ્સ પર ખુબ સારી બોલિંગ કરી રહ્યો છે અને મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે.' નાગપુર પેસર ઉમેશ યાદવનું ઘરેલુ મેદાન છે પરંતુ બુમરાહની જગ્યાએ તેને તક આપવામાં આવી શકે છે.
ભારતની સંભવિત (પ્લેઈંગ XI) - રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટકિપર), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે