Ind vs Aus 1st test: પહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની ખતરનાક પ્લેઈંગ 11, ઓસ્ટ્રેલિયાને શરૂઆતમાં જ મળ્યો મોટો ઝટકો

India vs Australia 1st Test:  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની હાઈપ્રોફાઈલ બોર્ડર ગાવસ્કર સિરીઝની પહેલી ટેસ્ટ મેચ આજથી નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન VCA સ્ટેડિયમમાં શરૂ થઈ છે. નાગપુરમાં રમાઈ રહેલી આ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો અને ટીમ ઈન્ડિયાને બોલિંગ સોંપી છે. 

Ind vs Aus 1st test: પહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની ખતરનાક પ્લેઈંગ 11, ઓસ્ટ્રેલિયાને શરૂઆતમાં જ મળ્યો મોટો ઝટકો

India vs Australia 1st Test:  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની હાઈપ્રોફાઈલ બોર્ડર ગાવસ્કર સિરીઝની પહેલી ટેસ્ટ મેચ આજથી નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન VCA સ્ટેડિયમમાં શરૂ થઈ છે. નાગપુરમાં રમાઈ રહેલી આ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો અને ટીમ ઈન્ડિયાને બોલિંગ સોંપી છે. રોહિત શર્માએ મોટો નિર્ણય લેતા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચમાં પોતાની બેસ્ટ પ્લેઈંગ ઈલેવન ઉતારી છે.

ઓસ્ટ્રેલિયાનો પહેલો દાવ
ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ માટે શરૂઆત સારી રહી નથી. મોહમ્મદ સિરાજે ઓસ્ટ્રેલિયાની ટીમને પહેલો ઝટકો 2 રન પર આર્યો. ઉસ્માન ખ્વાજાને એલબીડબલ્યુ કરી નાખ્યો. ત્યારબાદ મોહમ્મદ શમીએ ડેવિડ વોર્નરને ક્લીન બોલ્ડ કર્યો. 

ભારતીય ટીમમાં કોણ કરશે ઓપનિંગ
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચમાં કે એલ રાહુલ સાથે વિસ્ફોટક ઓપનર અને કેપ્ટન રોહિત શર્મા ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરશે. ભારતની ધરતી પર રોહિત શર્મા ખુબ જ ખતરનાક સાબિત થાય છે. આવામાં તેઓ પહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બેવડી સદી કરવાનો પણ દમ ધરાવે છે. રોહિત શર્મા અને કે એલ રાહુલની ઓપનિંગ જોડી ઓસ્ટ્રેલિયા માટે પહેલી ટેસ્ટ મેચમાં કાળ  બની શકે છે. 

મીડલ ઓર્ડર
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચમાં નંબર 3 પર બેટર ચેતેશ્વર પૂજારા બેટિંગ કરશે. નંબર 4 પર સ્ટાર  બેટર વિરાટ કોહલી બેટિંગ કરશે. નંબર 5 પર ઈનફોર્મ બેટ્સમેન સૂર્યકુમાર યાદવ બેટિંગ કરશે. સૂર્યકુમાર યાદવ હાલ વનડે અને ટી20 ક્રિકેટમાં રનનો વરસાદ કરી રહ્યા છે. કેપ્ટન રોહિત શર્માએ પ્લેઈંગ ઈલેવનથી શુભમન ગિલ અને ઈશાન કિશનને  બહાર કર્યા છે. નંબર 6 પર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બેટિંગ કરશે. જે બેટિંગની સાથે સાથે બોલથી પણ ટીમ ઈન્ડિયાને મજબૂત કરશે. નંબર 7 પર સ્પેશિયાલિસ્ટ વિકેટકીપર કે એસ ભરત બેટિંગ કરશે. ભારતના સ્પિનરોને અનુકૂળ પીચો પર કિપિંગ માટે ટીમ ઈન્ડિયાને કે એસ ભરત જેવા માસ્ટર ક્લાસ વિકેટકિપરની જરૂર છે. 

ઓલરાઉન્ડર અને સ્પિનર
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચમાં નાગપુરની પિચ સ્પિનરોને અનુકૂળ છે આવામાં કેપ્ટન રોહિત શર્માએ પ્લેઈંગ ઈલેવનમાં અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિન બંનેને સામેલ કર્યા છે. અક્ષર પટેલ અને અશ્વિન બોલ સાથે બેટથી પણ ટીમ ઈન્ડિયાને મજબૂતાઈ આપશે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજા પણ સ્પિન બોલીંગ કરશે તો આ ત્રણેય ઘાતક સ્પીનર્સ ઓસ્ટ્રેલિયાની ટીમને વેરવિખેર કરવાનો દમ  ધરાવે છે. રોહિત શર્માએ ચાઈનામેન સ્પીનર કુલદીપ યાદવને તક આપી નથી. 

ફાસ્ટ બોલર
કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચમાં મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને ફાસ્ટ બોલર તરીકે પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા આપી છે. રોહિત શર્માએ પ્લેઈંગ ઈલેવનથી ઉમેશ યાદવ અને જયદેવ ઉનડકટને બહાર કર્યા છે. 

પહેલી ટેસ્ટ મેચ માટે પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), કે એલ રાહુલ (વાઈસ કેપ્ટન), ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કે એક ભરત (વિકેટકિપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news