IND vs ENG: બર્મિંઘમમાં ભારતની જીતનું સપનું તુટ્યું, 31 રનથી પરાજય

ઇંગ્લેન્ડે ટીમ ઇન્ડિયાને બર્મિંઘમમાં રમાઇ રહેલી રોમાંચક ટેસ્ટ મેચમાં 31 રનથી ભારતનો પરાજય થયો હતો

IND vs ENG: બર્મિંઘમમાં ભારતની જીતનું સપનું તુટ્યું, 31 રનથી પરાજય

બર્મિઘમ : ઇંગ્લેન્ડે ભારતીય ટીમ સામે બર્મિંઘમમાં રમાયેલી રોમાંચક ટેસ્ટ મેચમાં 31 રનથી પરાજય થયો છે. આ સાથે જ મેજબાન ટીમે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાં 1-0થી લીડ બનાવી લીધી છે. જેના જવાબમાં ભારતીય ટીમ પોતાના પહેલા દાવમાં 274 રનમાં જ ખડી પડી હતી. આ પ્રકારે ઇંગ્લેન્ડે પહેલા દાવના આધાર પર 13 રન સાથે વધી ગઇ. બીજા દાવમાં ઇંગ્લેન્ડે 180 રન બનાવ્યા ત્યાર બાદ ભારતીય ટીમ ઇન્ડિયાને જીત માટે 194 રનનો ટાર્ગેટ મળ્યો. ટાર્ગેટનો પીછો કરતા ભારતીય ટીમ 162 રન પર આઉટ થઇ ગઇ અને ઇંગ્લેન્ડે 31 રનથી મેચ પોતાના નામે કરી લીધી હતી. 

કોહલીએ એકલો ઉભો રહ્યો અને 93 બોલમાં ચાર ચોકીની મદદથી 51 રન બનાવ્યા. તે ઉપરાંત કોઇ વધારે બેટ્સમેને અર્ધસદીની આસપાસ પણ પહોંચી શક્યા નહોતા. કોહલી બાદ ભારત માટે સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેન હાર્દિક પંડ્યા રહ્યા, જેણે 31 રન બનાવ્યા. ચાર વિકેટ લેનાર સ્ટોક્સે પંડ્યાને આઉટ કરીને ટીમને વિજય અપાવ્યો હતો. ભારતના ત્રીજા દિવસના અંતે પાંચ વિકેટના નુકસાન પર 110 રનની સાથે કર્યું હતું. 

ચોથા દિવસે કેપ્ટન અને તેની સાથે અણનમ પરત ફરનાર દિનેશ કાર્તિક 20 પર ટીમને જીત અપાવનારા લોકો જવાબદાર હતા. જેમ્સ એન્ડરસને કાર્કિતને દિવસની પહેલી ઓવરમાં પેવેલિયન મોકલી દીધઆ. બેન સ્ટોક્સે 141ના કુલ સ્કોર પર કોહલીને આઉટ કરીને ઇંગ્લેન્ડની જીત લગભગ નિશ્ચિત કરી દીધી. સ્ટોક્સે હાર્દિક પંડ્યાને 31 રનોના અંગત સ્કોર પર ભારતના રન સમેટી દીધી. ઇંગ્લેન્ડ માટે બીજા દાવમાં સ્ટોક્સે ચાર વિકેટ લીધા. એન્ડરસન અને બ્રોડને બે-બે સફળતા મળી. સૈમ કુરૈન અને આદિલ રાશિદે એક એક વિકેટ ઝડપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news