India vs England: રાહુલ દ્રવિડે કહ્યું, ભારત જીતી શકે છે શ્રેણી

ભારતીય ટીમ દ્રવિડની આગેવાનીમાં 2007માં ત્યાં ટેસ્ટ શ્રેણી જીતી હતી. પરંતુ 2011 અને 2014માં ધોનીની આગેવાનીમાં ટીમને હાર મળી હતી. 

India vs England: રાહુલ દ્રવિડે કહ્યું, ભારત જીતી શકે છે શ્રેણી

નવી દિલ્હીઃ રાહુલ દ્રવિડ અંતિમ કેપ્ટન હતા જેમણે ઈંગ્લેન્ડમાં શ્રેણી જીતી હતી. હવે આ દિગ્ગજ બેટ્સમેને ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીને લઈને ભવિષ્યવાણી કરી છે. 

દ્રવિડે અનુમાન લગાવ્યું કે વિરાટ કોહલી ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતનાર કેપ્ટનોના લિસ્ટમાં સામેલ થઈ શકે છે. તેમણે કહ્યું કે, ભારતીય ટીમ પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી 2-1થી જીતી શકે છે. 

દ્રવિડે બીબીસી 5 લાઇવ સ્પોર્ટ્સ સાથે વાતચીત દરમિયાન આ વાત કરી. દ્રવિડે કહ્યું કે ફાસ્ટ બોલરોની ફિટનેસ ભારત માટે મહત્વની રહેશે. 

તેમણે કહ્યું, મને લાગે છે કે ભારતીય ટીમ પાસે અહીં સારી તક છે પરંતુ 20 વિકેટ ઝડપવી જરૂરી છે. મને તેમના રન બનાવવાને લઈને કોઇ શંકા નથી પરંતુ જરૂરી છે ફાસ્ટ બોલર ફિટ રહે. અમારી પાસે સારા યુવા ફાસ્ટ બોલર છે પરંતુ ભારતે છ સપ્તાહમાં પાંચ ટેસ્ટ મેચ  રમવાની છે. 

દ્રવિડે કહ્યું, જ્યારે અમે 2007માં ત્યાં જીત્યા હતા ત્યારે તમામ ત્રણ ટેસ્ટ મેચોમાં એક જ બોલિંગ આક્રમણ રમ્યું હતું. અમારૂ સૌભાગ્ય હતું કે, કોઈ ઈજાગ્રસ્ત ન થયું તેનાથી ઘણો ફેર પડ્યો. જો ચાર કે પાંચ મેચો માટે અમારૂ સર્વશ્રેષ્ઠ બોલિંગ આક્રમણ મેદાન પર રહ્યું તો અમારી પાસે સારી તક હશે. મને લાગે છે કે ભારત 2-1થી જીતશે. 

ભુવનેશ્વર કુમાર ઇજાને કારણે પ્રથમ ત્રણ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે જ્યારે બુમરાહ ઈજાને કારણે પ્રથમ ટેસ્ટમાં રમ્યો નથી. 

ભારતીય ટીમ દ્રવિડની આગેવાનીમાં 2007માં ત્યાં ટેસ્ટ શ્રેણી જીતી હતી. પરંતુ 2011 અને 2014માં ધોનીની આગેવાનીમાં ટીમને હાર મળી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news