India vs Pakistan ની મેચમાં જો વરસાદ વિલન બન્યો તો શું થશે? જાણો શું છે નિયમ

IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે શ્રીલંકાના કેન્ડીમાં મેચ રમાશે. આ મેચમાં વરસાદ વિક્ષેપિત થવાની સંભાવના છે અને આવી સ્થિતિમાં મેચ રદ્દ પણ થઈ શકે છે.

India vs Pakistan ની મેચમાં જો વરસાદ વિલન બન્યો તો શું થશે? જાણો શું છે નિયમ

India vs Pakistan, Asia Cup 2023: જો વરસાદ વિલન બનશે તો આટલી ઓવરો રમવી જરૂરી છે, તો જ ડકવર્થ-લુઈસ નિયમ લાગુ થશે; જો મેચ રદ થશે તો શું થશે જાણો...એશિયા કપ 2023 શરૂ થયા બાદ હવે 2 સપ્ટેમ્બરે આ ટુર્નામેન્ટની મહત્વપૂર્ણ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે પલ્લેકેલે સ્ટેડિયમમાં રમાશે. બાબર આઝમની કેપ્ટન્સીમાં પાકિસ્તાને પોતાની પ્રથમ મેચમાં નેપાળને 238 રને હરાવી શાનદાર શરૂઆત કરી હતી. હવે ભારત સામેની મેચમાં પણ તે આ જ ફોર્મને જારી રાખવાનું લક્ષ્ય રાખશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ શાનદાર મેચમાં વરસાદનો વિક્ષેપ પણ જોવા મળી શકે છે. મેચના દિવસે કેન્ડીના હવામાન અહેવાલ મુજબ, શ્રીલંકાના દક્ષિણ ભાગમાં આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેન્ડીમાં 2 સપ્ટેમ્બરે 70 ટકા વરસાદ થવાની સંભાવના છે. 

સમગ્ર મેચ દરમિયાન સ્ટેડિયમ પર વરસાદનો ખતરો રહેશે. આ મેચમાં ડકવર્થ-લુઈસ નિયમ (ડીએલએસ) લાગુ થવાની સંભાવના છે. ODIમાં મેચનું પરિણામ મેળવવા માટે ઓછામાં ઓછી 20-20 ઓવરની મેચ હોવી જરૂરી છે. 2 સપ્ટેમ્બરે સાંજે 5:30 વાગ્યે કેન્ડીમાં લગભગ 60 ટકા વરસાદની અપેક્ષા છે.

જો મેચ રદ થશે તો પાકિસ્તાન સુપર-4માં ક્વોલિફાય થશે-
જો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ થાય છે તો બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવશે. આવી સ્થિતિમાં પાકિસ્તાનની ટીમ 3 પોઈન્ટ સાથે સુપર-4 માટે ક્વોલિફાઈ થઈ જશે. ભારતીય ટીમ માટે તેની છેલ્લી ગ્રુપ મેચમાં નેપાળ સામે જીત મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 132 વનડે મેચ રમાઈ છે જેમાંથી ભારતે 55 મેચ જીતી છે અને પાકિસ્તાને 73 મેચ જીતી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news