AFG vs NZ T20 World Cup: અફઘાનિસ્તાને કર્યો મોટો ઉલટફેર! ટી20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને આપી ધોબીપછાડ

T20 World Cup 2024: અફઘાનિસ્તાનની ટીમે ટી 20 વર્લ્ડ કપ 2024માં મોટો અપસેટ સર્જ્યો છે. ન્યૂઝીલેન્ડ જેવી મજબૂત ટીમને હરાવીને બધાના હોશ ઉડાવી દીધા છે.

AFG vs NZ T20 World Cup: અફઘાનિસ્તાને કર્યો મોટો ઉલટફેર! ટી20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને આપી ધોબીપછાડ

T20 World Cup 2024: અફઘાનિસ્તાનની ટીમે ટી 20 વર્લ્ડ કપ 2024માં મોટો અપસેટ સર્જ્યો છે. ન્યૂઝીલેન્ડ જેવી મજબૂત ટીમને હરાવીને બધાના હોશ ઉડાવી દીધા છે. 8 જૂનના રોજ ગુયાનાના પ્રોવિડેન્સ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શાનદાર અને જબરદસ્ત જીત મેળવી. ન્યૂઝીલન્ડને 84 રનથી હરાવી દીધુ. 

ન્યૂઝીલેન્ડ પર અફ્ઘાનિસ્તાનની આ ટી20 ક્રિકેટના ઈતિહાસમાં પહેલી જીત છે. અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડને 5 આંતરરાષ્ટ્રીય મેચોમાં  પહેલીવાર હરાવ્યું છે. જ્યારે ટી20 વર્લ્ડ કપ મેચોમાં ન્યૂઝીલેન્ડની રનની રીતે જોઈએ તો સૌથી મોટી હાર પણ છે. આ મેચમાં ટોસ જીતીને ન્યૂઝીલેન્ડની ટીમે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 159/6નો સ્કોર કર્યો. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ ફક્ત 75 રનમાં સમેટાઈ ગઈ. 

આ મેચમાં અફઘાનિસ્તાની ટીમની જીતનો હીરો રહમાનુલ્લાહ ગુરબાજ રહ્યો. જેણે 56 બોલમાં શાનદાર 80 રન કર્યા. તેને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ અપાયો. જ્યારે ઈબ્રાહિમ જાદરાને પણ 44 રન કર્યા. અફઘાનિસ્તાનની ટીમની બોલિંગ પણ શાનદાર રહી. ફઝલહક ફારુકી અને  કેપ્ટન રાશિદ ખાને  કહેર વર્તાવતા 4-4 વિકેટ લીધી. ફારુકી સતત ટી20 કપ મેચોમાં 4+ વિકેટ લેનાર પહેલો અફઘાની બોલર છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

ટી20 વર્લ્ડ કપમાં ફૂલ મેમ્બર દેશ દ્વારા બનેલા સૌથી ઓછો સ્કોર

55- ઈંગ્લેન્ડ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ , દુબઈ, 2021
60, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શ્રીલંકા, ચટગાંવ, 2014
70- બાંગ્લાદેશ વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, કોલકાતા, 2016
72- બાંગ્લાદેશ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, દુબઈ, 2021
75- ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ અફઘાનિસ્તાન, પ્રોવિડેન્સ 2024

ટી 20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન માટે સૌથી મોટું અંતર (રન)

130 વિરુદ્ધ સ્કોટલેન્ડ, શારજાહ, 2021
125, વિરુદ્ધ યુગાન્ડા, પ્રોવિડેન્સ, 2024
84 વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, પ્રોવિડેન્સ, 2024
62  વિરુદ્ધ નામીબિયા, અબુધાબી, 2021
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news