IND vs SL: ટીમ ઈન્ડિયાએ ત્રીજા દિવસે જ લંકાને ધૂળ ચટાડી, 1 ઈનિંગ અને 222 રનથી જીતી પહેલી મેચ

ફોલોઓન રમવા ઉતરેલી શ્રીલંકાની ટીમ ક્યારેય રમતમાં પાછી ફરી નહોતી. ભારતીય ટીમના બોલરોએ પીચનો સારો એવો ફાયદો ઉઠાવ્યો હતો. રવીન્દ્ર જાડેજાએ બીજી ઇનિંગમાં 4 વિકેટ ઝડપી હતી. આ રીતે જાડેજાએ આ મેચમાં કુલ 9 વિકેટ ઝડપી હતી.

IND vs SL: ટીમ ઈન્ડિયાએ ત્રીજા દિવસે જ લંકાને ધૂળ ચટાડી, 1 ઈનિંગ અને 222 રનથી જીતી પહેલી મેચ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની સીરિઝની પ્રથમ મેચ મોહાલીમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ આરામથી ત્રીજા દિવસે એક દાવ અને 222 રનથી જીતી લીધી હતી. ભારતે તેનો પ્રથમ દાવ 574 રન બનાવીને ડિકલેર કર્યો હતો. જેમાં રવિન્દ્ર જાડેજાએ 175 રન બનાવ્યા હતા. મેચમાં શાનદાર પ્રદર્શન કરતા ટીમ ઈન્ડિયાના બોલરોએ શ્રીલંકાને પ્રથમ દાવમાં 174 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ રીતે ભારતને પ્રથમ દાવમાં 400 રનની લીડ મળી હતી. પરંતુ ફોલોઓનનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી લંકાની ટીમ બીજા દાવમાં પણ માત્ર 178 રનમાં આઉટ થઈ ગઈ હતી.

ભારતના બોલરોએ કર્યું શાનદાર પ્રદર્શન 
ફોલોઓન રમવા ઉતરેલી શ્રીલંકાની ટીમ ક્યારેય રમતમાં પાછી ફરી નહોતી. ભારતીય ટીમના બોલરોએ પીચનો સારો એવો ફાયદો ઉઠાવ્યો હતો. રવીન્દ્ર જાડેજાએ બીજી ઇનિંગમાં 4 વિકેટ ઝડપી હતી. આ રીતે જાડેજાએ આ મેચમાં કુલ 9 વિકેટ ઝડપી હતી. બીજી બાજુ આર. અશ્વિને બીજી ઇનિંગમાં પણ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે બે વિકેટ મોહમ્મદ શમીના ખાતામાં ગઈ હતી. શ્રીલંકાના કોઈપણ બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યા ન હોતો. શ્રીલંકા તરફથી દિમુથ કરુણારત્ને 27 રન, પથુમ નિશંકાએ 6 રન, એન્જેલો મેથ્યુઝ 28 રન, ધનંજયા ડી સિલ્વા 30 રન, ચરિત અસલંકા 20 રન, સુરંગા લકમલ અને વિશ્વાવા શૂન્ય રને પેવેલિયન ભેગા થયા હતા. રવિચંદ્રન અશ્વિને 3 વિકેટ લીધી છે. મોહમ્મદ શમીએ બે વિકેટ ઝડપી હતી.

— ICC (@ICC) March 6, 2022

રવિન્દ્ર જાડેજાએ કરી કાતિલ બોલિંગ
શ્રીલંકા સામે પ્રથમ દાવમાં ભારતીય બોલરોએ શાનદાર રમત બતાવી હતી. રવીન્દ્ર જાડેજાએ બેટિંગ બાદ બોલિંગમાં પણ શાનદાર રમત બતાવી હતી. તેણે મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી. રવિન્દ્રનો સામનો કરવું શ્રીલંકાના બેટ્સમેનો માટે ભારે રહ્યું હતું. જ્યારે, જસપ્રિત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિનને 2-2 વિકેટ લીધી હતી. મોહમ્મદ શમીને 1 વિકેટ મળી હતી. શ્રીલંકા તરફથી ચરિત અસલંકાએ સૌથી વધુ 61 રનની ઇનિંગ્સ રમી છે.

A double-wicket maiden over from Jadeja 💥#WTC23 | #INDvSL | https://t.co/mo5BSRmFq2 pic.twitter.com/GTdev5tvgB

— ICC (@ICC) March 6, 2022

જાડેજાએ દેખાડ્યું અદ્દભૂત પ્રદર્શન
રવિન્દ્ર જાડેજાએ બોલિંગ અને બેટિંગ બંનેમાં શાનદાર રમત રમી છે. તેણે 175 રન બનાવ્યા બાદ તેની પહેલી જ ઓવરના બીજા બોલ પર વિકેટ મેળવી હતી. તેના સિવાય રવિચંદ્ર અશ્વિને બે અને જસપ્રિત બુમરાહે એક વિકેટ ઝડપી હતી. આજે મેચના ત્રીજા દિવસે ભારતીય બોલરો પર વિકેટ મેળવવાની મોટી જવાબદારી હતી. ભારત પાસે ત્રણ મહાન સ્પિનરો હતા. આ મેચમાં જયંત યાદવ પણ રમી રહ્યો હતો.

ભારતીય બેટ્સમેનોએ દેખાડ્યો પોતાનો દમ
રવિન્દ્ર જાડેજાએ શાનદાર સદી ફટકારી હતી. તેની બેટિંગ જોઈને વિરોધી બોલરોએ દાંત નીચે આંગળીઓ દબાવી લીધી હતી. જાડેજાએ પોતાની બીજી સદી પૂરી કરી હતી. તેણે 228 બોલમાં 175 રન બનાવ્યા હતા. તેણે ખૂબ જ ધીરજપૂર્વક બેટિંગ કરી. શ્રીલંકા સામેની પ્રથમ દિવસની મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે શાનદાર ઇનિંગ રમી હતી. પંતે આક્રમક ઇનિંગ રમી હતી અને 96 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો.

જ્યારે ચેતેશ્વર પૂજારાની જગ્યાએ આવેલા હનુમા વિહારીએ 58 રનનું યોગદાન આપ્યું હતું. રવિચંદ્રન અશ્વિને શાનદાર ઇનિંગ રમતા અડધી સદી ફટકારી હતી. તેણે જાડેજાનો ખૂબ સારો સાથ નિભાવ્યો હતો. અશ્વિને 61 રનનું યોગદાન આપ્યું હતું. મોહમ્મદ શમીએ 20 રન બનાવ્યા હતા.

શ્રીલંકા પર ભારતનું વર્ચસ્વ
ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ ક્રિકેટનો ઈતિહાસ ઘણો જૂનો છે. ભારતમાં બંને ટીમો વચ્ચે 1982થી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. શ્રીલંકાએ ભારતમાં 20 ટેસ્ટ મેચ રમી છે પરંતુ આંકડાઓ પર નજર કરીએ તો શ્રીલંકા માટે આ સીરિઝ જીતવી ઘણી મુશ્કેલ બની રહી છે. બંને ટીમો વચ્ચે રમાયેલી 20 મેચોમાંથી ભારતે 11 મેચ જીતી છે અને 9 મેચ ડ્રો રહી છે, પરંતુ શ્રીલંકા હજુ પણ ભારતમાં પ્રથમ ટેસ્ટ વિજયની રાહ જોઈ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news