INDvsWI : વેસ્ટ ઈન્ડિઝનો 43 રને વિજય, શ્રેણી 1-1થી સરભર થઈ
વેસ્ટ ઈન્ડિઝના 9 વિકેટે 283ના જવાબમાં ભારતીય ટીમ 47.4 ઓવરમાં 240 રને ઓલઆઉટ, કોહલીની સદી એળે ગઈ
Trending Photos
પુણે: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રીજી વન ડે વેસ્ટ ઈન્ડિઝે 43 રને જીતી લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતાં 9 વિકેટ ગુમાવીને 50 ઓવરમાં 283 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 47.4 ઓવરમાં 240 રને ઓલ આઉટ થઈ ગઈ હતી. આ રીતે 5 વન ડેની શ્રેણી 1-1થી સરભર થઈ છે. બીજી વન ડે ડ્રો રહી હતી. ભારતે શ્રેણી જીતવા માટે હવે બાકીની બંને વન ડે જીતવાની રહેશે.
ભારત તરફથી કેપ્ટન કોહલીએ 38મી સદી ફટકારવાની સાથે જ ટીમને વિજય તરફ દોરી જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, કોહલી 119 બોલમાં 107 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. કોલહી સિવાય શિખર ધવન(35) અને રિષભ પંતે 24 રન બનાવ્યા હતા. આ સિવાય અન્ય ખેલાડી સારો સ્કોર કરી શક્યા ન હતા.
વેસ્ટ ઈન્ડિઝ તરફથી સૌથી વધુ 3 વિકેટ માર્લોન સેમ્યુઅલ્સે લીધી હતી. જેસન હોલ્ડર, ઓબેડ મેકકોય અને એશલે નર્સને 2-2 વિકેટ મળી હતી.
મહેન્દ્ર સિંહ ધોની ફરી એક વખત ફ્લોપ રહ્યો હતો. તે માત્ર 7 રન બનાવી હોલ્ડરના બોલ પર વિકેટકીપરના હાથે કેચઆઉટ થયો હતો. રિષભ પંતે 24 રનનું યોદરાન આપ્યું હતું. રાયડૂ 22 રન બનાવી આઉટ થયો હતો. શિખર ધવન (35)ને એશ્લે નર્સે એલબીડબલ્યૂ આઉટ કર્યો હતો. ભારતને 88 રનના સ્કોરે બીજો ઝટકો લાગ્યો હતો. આ પહેલા ટીમ ઈન્ડિયાને બીજી ઓવરમાં પ્રથમ ઝટકો લાગ્યો, ઓપનિંગ બેટ્મસેન રોહિત શર્મા માત્ર 8 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
ભારતની શરૂઆત ખરાબ રહી હતી. વાઇસ કેપ્ટન રોહિત શર્મા 8 રન બનાવી જેસન બોલ્ડરના બોલ પર બોલ્ડ થયો હતો. ત્યારબાદ કેપ્ટન કોહલી અને ધવને બીજી વિકેટ માટે 79 રન જોડ્યા હતા. ઓફ સ્પિનર વિરુદ્ધ ધવન વધુ એક વખત આઉટ થયો હતો. તે એશ્લે નર્સના બોલ પર 35 રન બનાવી LBW થયો હતો.
અંબાતી રાયડૂ ચોથા ક્રમે બેટિંગમાં આવ્યો હતો. તેણે કેટલાક આક્રમક શોટ્સ પણ ફયકાર્યા હતા. તે ઓબેડ મોક્કોયના બોલ પર બોલ્ડ થયો હતો. ત્યારબાદ રિષભ પંતે ઝડપથી રન બનાવ્યા પરંતુ તે વિકેટકીપરના હાથે કેચઆઉટ થઈ ગયો હતો.
વેસ્ટ ઈન્ડિઝે ત્રીજી વનડેમાં ભારત સમક્ષ જીત માટે 284 રનનો લક્ષ્ય રાખ્યો છે. વેસ્ટ ઈન્ડિઝને નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટ પર 283 રન બનાવ્યા છે. યજમાન ટીમ માટે શાઈ હોપે સૌથી વધુ 95 રન ફટકાર્યા હતા. ટીમ ઈન્ડિયા માટે બુમરાહ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 10 ઓવરમાં 35 રન આપીને ચાર વિકેટ ઝડપી છે. કુલદીપ યાદવને બે સફળતા મળી હતી. ભુવનેશ્વર કુમાર, ચહલ અને ખલીલ અહમદને એક-એક વિકેટ મળી હતી.
મહત્વનું છે, કે વેસ્ટઇન્ડિઝ ટીમે માત્ર એક જ બદલાવ કર્યો છે. દેવેન્દ્ર બિશૂની જગ્યાએ કેબિયન એલીનને શામિલ કરવામાં આવ્યો છે. વેસ્ટઇન્ડિઝ કેપ્ટન જેસન હોલ્ડર અનુસસાર એલીન ફાસ્ટ બોલીંગ કરે છે. અને તે બેટીંગ પણ કરી શકવામાં સક્ષમ છે. પહેલીમેચમાં સહેલી જીત અને બીજી મેચમાં ખરાખરી બાદ ટાઇ થતા હવે ટીમ ઇન્ડિયાના બોલરો પર સારૂ પ્રદર્શન કરવાનું દબાણ પણ રહેશે.
પ્લેઇંગ XI:
ભારતઃ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયડૂ, રૂષભ પંત, મહેન્દ્રસિંહ ધોની (વિકેટકીપર), કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ અહમદ
વેસ્ટઈન્ડિઝઃ
જેસન હોલ્ડર (કેપ્ટન), ફેબિયન એલન, સુનીલ અંબ્રીસ, ચંદ્રપોલ હેમરાજ, શિમરોન હેટમાયર, શાઇ હોપ(વિકેટ કીપર) , કાઈરન પોવેલ, એશ્લે નર્સ, કીમો પોલ, રોવમન પોવેલ, કેમર રોચ, ઓવેડ મેકોય
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે