INDvsWI: ટીમ ઇન્ડિયાના ઓપનિંગ પર ‘આકાશવાણી’, નાયરના સિલેક્શનને લઇ ઉઠ્યા સવાલો

પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાએ વેસ્ટઇન્ડીઝની સાથે ટેસ્ટ, વન-ડે અને ટી-20 સીરીઝની સાથે માઇક પર વાપસી કરશે. એશિયા કર 2018માં આકાશ ચોપડાએ પોતાની હિન્દી કોમેન્ટ્રીથી બધાને પ્રભાવિત કર્યા છે.

INDvsWI: ટીમ ઇન્ડિયાના ઓપનિંગ પર ‘આકાશવાણી’, નાયરના સિલેક્શનને લઇ ઉઠ્યા સવાલો

નવી દિલ્હી: પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાએ વેસ્ટઇન્ડીઝની સાથે ટેસ્ટ, વન-ડે અને ટી-20 સીરીઝની સાથે માઇક પર વાપસી કરશે. એશિયા કર 2018માં આકાશ ચોપડાએ પોતાની હિન્દી કોમેન્ટ્રીથી બધાને પ્રભાવિત કર્યા છે. એકવાર ફરી તેઓ શાનદાર વન લાઇનર્સ દેવા માટે તૈયાર છે. આકાશે ભારતની સંભવિત પ્લેઇન્ગ 11ને લઇને કંઇક ભવિષ્યવાણી કરી છે. 4 ઓક્ટોબરથી શરૂ થનારી પહેલી રાજકોટ ટેસ્ટ વિશે તેમનું કહેવું છે કે, કર્નાટકના મયંક અગ્રવાલ અઅને મોહમ્મદ સિરાઝને તક આપવામાં આવી છે. બન્ને તેના દાવેદાર પણ છે. આશા છે બન્ને રમવાની તક આપવામાં આવશે. પૃથ્વી શોના પણ રમવું જોઇએ. પ્લેઇન્ગ 11નું સિલેક્શન ખૂબ આનંદદાયક થવાની છે.

જણાવી દઇએ કે વેસ્ટઇન્ડિઝની ટીમ ટેસ્ટમાં મજબુત ટીમ માનવામાં આવતી નથી. તેમણે ભારતની સાથે મેચ ડ્રો કરવા માટે પણ ઘણી મહેનત કરવી પડશે. ભારતની ટીમ બન્ને મેચમાં ફેવરેટ રહેશે. બીજી મેચ હૈદરાબાદમાં રમવામાં આવશે. પરંતુ આ સીરીઝ પૃથ્વ શો, મયંક અગ્રવાલ અને મોહમ્મદ સિરાજ જેવા યુવાનો માટે સરળ હશે નહીં. આ ખેલાડીઓ આ સીરીઝમાં ડેબ્યૂ કરશે કે નહીં, તેની જાહેરાત તો 4 ઓક્ટોબરે થશે.

જો આ ખેલાડીઓને તક મળશે તો તેમને તેમના પ્રદર્શનના દમ પર આગળનો રસ્તો બનાવવો પડશે. મંયક અગ્રવાલની ઘરની સીઝન શાનદાર રહી છે પરંતુ તે આઇપીએલમાં કંઇ ખાસ કરી શક્યો ન હતો. આ સીરીઝ તેના માટે ખુબ જ મહત્વની હશે. કેમકે તેને ઘણા લાંબા સમય બાદ ટીમમાં રમવાનો ચાન્સ મળ્યો છે. તેનું સારું પરફોર્મંસ એક ઓપનરના રૂપમાં તેની જગ્યા નક્કી કરશે.

જોકે, કરૂણ નાયરનું સિલેક્શન ન કરવા પર આકાશ ચોપડાએ સવાલ પણ ઉઠાવ્યો છે. કોમેન્ટેટર આકાશ ચોપડા અને હર્ષા ભોગલેએ પણ ટીમમાં સિલેક્ટ થયું હોવા છંતા ઇંગ્લેન્ડ ટૂર પર કરૂણ નાયરને પ્લેઇંગ 11માં જગ્યા ન આપવા પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. જણાવી દઇએ કે કરૂણની જગ્યા પાંચમી અને છેલ્લી ટેસ્ટ માટે કરૂણ નાયરને અવગણીને હનુમા વિહારીને તક આપવામાં આવી છે.

— Aakash Chopra (@cricketaakash) October 1, 2018

કરૂણ નાયરને વેસ્ટઇન્ડીઝની સામે ટીમમાં જગ્યા ન મળવાને લઇને સુનીલ ગાવસ્કરે પણ સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું હતું કે કરૂણ નાયરે એવું શું કર્યું છે જેના કારણે તેને ટીમમાં જગ્યા આપવામાં આવી નથી?

તણને જણાવી દઇએ કે 26 નવેમ્બર 2016ના મોહાલીમાં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કરૂણ નાયરે અત્યાર સુધીમાં 6 ટેસ્ટમાં 62.33ની સરેરાશથી 374 રન બનાવ્યા છે, જેમાં 303 રન નોટઆઉટ તેનો મહત્વનો સ્કોર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news