બોક્સિંગમાં ટીમ ઈન્ડિયાની ગોલ્ડન હેટ્રિક, નિખત ઝરીને સોનું જીતી રચ્યો ઈતિહાસ

નિખત ઝરીને રવિવારે વિયતનામની એનગુએન થી તામને 5-0થી હરાવી વિશ્વ ચેમ્પિયન બની છે. તે તેનું બીજુ ટાઇટલ છે. 
 

બોક્સિંગમાં ટીમ ઈન્ડિયાની ગોલ્ડન હેટ્રિક, નિખત ઝરીને સોનું જીતી રચ્યો ઈતિહાસ

નવી દિલ્હીઃ ભારતની નિખત ઝરીને મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2023 (IBA Women's World Boxing Championship 2023) ના 50 કિલોગ્રામ લાઇટ ફ્લાઈવેટ વર્ગની ફાઇનલમાં વિયતનામની બે વખતની એશિયન ચેમ્પિયન ગુયેન થી ટૈમને હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે. નિખત ઝરીનનું આ બીજુ વિશ્વ ટાઇટલ છે. નિખતે 5-0થી ફાઇટ જીતી લીધી હતી. 

બાઉટનો પ્રથમ રાઉન્ડ ખુબ રોમાંચક રહ્યો. નિખત ઝરીને આ રાઉન્ડમાં કેટલાક સારા વાર કર્યાં. તો વિયતનામની ટૈમે પણ હિંમત ન હારી અને કેટલાક સોલિડ અપર કટ લગાવ્યા. તેમ છતાં પહેલા રાઉન્ડમાં રેફરીએ સર્વસંમત્તિથી નિખતના પક્ષમાં પોઈન્ટ આપ્યા હતા. નિખત ઝરીનને બીજા રાઉન્ડમાં સારી ટક્કર મળી અને ટૈમે 3-2થી રાઉન્ડ જીત્યો હતો. ફાઇનલ રાઉન્ડમાં બંને બોક્સરો વચ્ચે એકવાર ફરી રોમાંચક ટક્કર જોવા મળી હતી. આ ત્રીજા રાઉન્ડમાં નિખતે વિપક્ષી ખેલાડીથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો અને આક્રમણની સાથે-સાથે ડિફેન્સની મદદથી જીત મેળવી હતી. 

NIKHAT ZAREEN beat Nguyen Thi Tam of Vietnam by 5⃣-0⃣ in the 𝐅𝐈𝐍𝐀𝐋 🥊#WorldChampionships #WWCHDelhi #Boxing #WBC2023 #WBC @nikhat_zareen #NikhatZareen pic.twitter.com/EjktqCP4pi

— Doordarshan Sports (@ddsportschannel) March 26, 2023

26 વર્ષની નિખત ઝરીને પાછલા વર્ષે પણ મહિલા બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય દિગ્ગજ એમસી મેરીકોમે આ ચેમ્પિયનશિપમાં રેકોર્ડ 6 વખત ગોલ્ડ મેડલ (2002, 2005, 2006, 2008, 2010 અને 2018) જીત્યા છે. તો સરિતા દેવી (2006), લેખા કેસી (2006), નીતૂ ઘનઘસ (2023), સ્વીટી બૂરા (2023) એ પણ આ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. 

આ પહેલાં રાષ્ટ્રમંડળ ખેલની ગોલ્ડ મેડલ વિજેતા નીતૂ ગંઘાસે (48 કિલોવર્ગ) અને અનુભવી બોક્સર સ્વીટી બૂરા (81 કિલો) એ શનિવારે મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને વિશ્વ ચેમ્પિયન બની અને ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવી દીધુ હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news