IND vs SA: આફ્રિકા સામે વનડે સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખેલાડી બન્યો કેપ્ટન

ભારત અને આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ માટે ટીમ જાહેર કરવામાં આવી છે. જેમાં સંજૂ સેમસન, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજને તક આપવામાં આવી છે. 

IND vs SA: આફ્રિકા સામે વનડે સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખેલાડી બન્યો કેપ્ટન

મુંબઈઃ ભારતીય ક્રિકેટ બોર્ડે સાઉથ આફ્રિકા સામે રમાનારી ત્રણ મેચોની વનડે સિરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં ટી20 વિશ્વકપ રમનારા એકપણ ખેલાડીને તક આપવામાં આવી નથી. ભારત અને આફ્રિકા વચ્ચે 6 ઓગસ્ટથી ત્રણ મેચોની વનડે સિરીઝનો પ્રારંભ થવાનો છે. આ ટીમની કમાન શિખર ધવન સંભાળશે. નોંધનીય છે કે આફ્રિકા સામે 4  ઓક્ટોબરે ટી20 સિરીઝ પૂરી થયા બાદ ભારતની વિશ્વકપની ટીમ 6 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા માટે ઉડાન ભરશે.

આફ્રિકા સામે વનડે સિરીઝ માટે ભારતીય ટીમ
શિખર ધવન (કેપ્ટન), શ્રેયસ અય્યર (વાઇસ કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, રજત પાટીદાર, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન, સંજૂ સેમસન, શાહબાઝ અહમદ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર, આવેશ ખાન, મોહમ્મદ સિરાજ અને દીપક ચાહર.

— BCCI (@BCCI) October 2, 2022

ભારત આફ્રિકા વનડે સિરીઝનો કાર્યક્રમ
6 ઓક્ટોબર, પ્રથમ વનડે, લખનઉ
9 ઓક્ટોબર, બીજી વનડે, રાંચી
11 ઓક્ટોબર, ત્રીજી વનડે, નવી દિલ્હી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news