INDvsAUS: ઓસ્ટ્રેલિયાને સિડની વન-ડે પહેલાં લાગ્યો ઝટકો, આ ખેલાડી થયો ટીમમાંથી બહાર

ટેસ્ટ સીરીઝમાં ખરાબ રીતે હારનો સામનો કરનાર ઓસ્ટ્રેલિયાને વન-સીરીઝ પહેલાં જ જોરદાર આંચકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે 12 જાન્યુઆરીથી ત્રણ મેચોની સીરીઝ રમવામાં આવશે. પરંતુ સિડનીમાં થનાર આ મેચ પહેલાં જ તેના ઓલરાઉન્ડર મિચેલ માર્શ ટીમમાંથી બહાર થઇ ગયા છે.
INDvsAUS: ઓસ્ટ્રેલિયાને સિડની વન-ડે પહેલાં લાગ્યો ઝટકો, આ ખેલાડી થયો ટીમમાંથી બહાર

સિડની: ટેસ્ટ સીરીઝમાં ખરાબ રીતે હારનો સામનો કરનાર ઓસ્ટ્રેલિયાને વન-સીરીઝ પહેલાં જ જોરદાર આંચકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે 12 જાન્યુઆરીથી ત્રણ મેચોની સીરીઝ રમવામાં આવશે. પરંતુ સિડનીમાં થનાર આ મેચ પહેલાં જ તેના ઓલરાઉન્ડર મિચેલ માર્શ ટીમમાંથી બહાર થઇ ગયા છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)ના અનુસાર ટીમને ઓલરાઉંડર મિચેલ માર્શ બીમાર હોવાના લીધે ભારત વિરૂદ્ધ પ્રથમ મેચમાં રમી શકશે નહી. એટલા માટે ઘરેલૂ ટીમને અનકેપ ખેલાડી એશ્ટન ટર્નરને તેમના કવર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. મિચેલ માર્શ પેટ સંબંધિત સમસ્યાના લીધે ગત બે દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. 

ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગરે કહ્યું કે મિચેલ માર્શ ભારત વિરૂદ્ધ શનિવારે યોજાનાર પ્રથમ વનડેમાં રમશે નહી. એડિલેડમાં 15 જાન્યુઆરી અને મેલબોર્નમાં 18 જાન્યુઆરીના રોજ યોજાનારી આગામી બે મેચ પહેલાં તેમની સ્થિતિનું નિરિક્ષણ કરવામાં આવશે. 

જસ્ટિન લેંગરે કહ્યું કે 25 વર્ષના ટર્નર બિગ બૈશ લીગમાં સારા ફોર્મમાં છે. તેમની ગત ત્રણ ઇનિંગ 60 રન અણનમ, 47 અને 43 રન અણનમ રહી છે. એટલા માટે તેમને કવર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમણે 2017માં ત્રણ ટી20 ઈંટરનેશનલ મેચ રમશે. 

ઓસ્ટ્રેલિયાની વનડે ટી: એરોન ફિંચ (કેપ્ટન), ઉસ્માન ખ્વાઝા, શોન માર્શ, પીટર હૈંડ્સકોમ્બ, ગ્લેન મૈક્સવેલ, માર્ક્સ સ્ટોઈનિસ, એલેક્સ કૈરી (વિકેટ કિપર), જાઇ રિચર્ડસન, બિલી સ્ટૈનલેક, જેસન બેહરેનડોર્ફ, પીટર સિડલ, નાથન લોયન, એડમ જમ્પા, એશ્ટન ટર્નર.

ભારતીય વનડે ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ કેપ્ટન), લોકેશ રાહુલ, શિખર ધવન, અંબાતી રાયડૂ, દિનેશ કાર્તિક, કેદાર જાદવ, મહેંદ્વ સિંહ ધોની (વિકેટ કિપર), હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યુઝવેંદ ચહલ, રવીંદ્વ જાડેજા, ભુવનેશ્વર કુમાર, મોહંમદ સિરાઝ, ખલીલ અહમદ અને મોહમદ શમી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news