IPL 2018: રાજસ્થાન કરો યા મરો મુકાબલામાં આજે પંજાબ સામે ટકરાશે
કિંગ્સ ઈલેવન પંજાબ સામે રાજસ્થાન રોયલ્સે આજે કરો યા મરો મેચમાં વિજય મેળવવો પડશે.
- પંજાબની ટીમ 6 વિજય સાથે 12 અંક લઈને ટેબલમાં ત્રીજા સ્થાને
- રાજસ્થાન રોયલ્સ 6 અંક સાથે પોઇન્ટ ટેબલમાં સૌથી છેલ્લા સ્થાને
- રાજસ્થાન આજે હાર્યું તો તેનું પ્લેઓફનો માર્ગ થશે બંધ
Trending Photos
જયપુરઃ રાજસ્થાન રોયલ્સ આજે પોતાના ઘર સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી સીઝનના મહત્વના મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબ સામે ઉતરશે. આ બંન્ને વચ્ચે પ્રથમ મેચ રવિવારે રમાઈ હતી, જ્યાં પંજાબે રાજસ્થાનને હરાવ્યું હતું. આ હાર બાદ રાજસ્થાને લીગની પ્લેઓફમાં બન્યા રહેવા માટે તમામ મેચોમાં વિજય મેળવવો પડશે.
રહાણે બેટિંગમાં ફેલ
કેપ્ટન અંજ્કિય રહાણે બેટથી સરેરાશ પ્રદર્શન કરી શક્યો છે. બીજીતરફ બેન સ્ટોક્સ અને રાહુલ ત્રિપાઠી બેટિંગમાં ફ્લોપ રહ્યાં છે. માત્ર યુવા બેટ્સમેન સંજુ સૈમસને આ ટૂર્નામેન્ટમાં શાનદાર બેટિંગ કરી છે. તેણે 9 મેચમાં 38.75ની એવરેજથી 310 રન બનાવ્યા છે.
બોલિંગમાં રાજસ્થાનના જોફરા આર્ચરે પોતાની ઝડપ અને લાઇનલેન્થથી બધાને પ્રભાવિત કર્યાં છે. આ ટૂર્નામેન્ટમાં સૌથી મોંઘો ભારતીય જયદેવ ઉનડકટ પણ વિકેટ ઝડપવામાં નિષ્ફળ રહ્યો છે.
બોલિંગ પણ ચિંતાનો વિષય
રાજસ્થાનની મુખ્ય ચિંતા શ્રેયસ ગોપાલ અને કૃષ્ણાપ્પા ગૌતમની સ્પિન જોડીનું ખરાબ ફોર્મ છે. ગોપાલે 6 વિકેટ તથા ગૌતમે 7 વિકેટ ઝડપી છે. પંજાબની બેટિંગ તેની તાકાત છે. ક્રિસ ગેલ અને રાહુલની જોડી આ ટૂર્નામેન્ટમાં અન્ય ટીમો માટે માથાનો દુખાવો બની છે.
મયંક અગ્રવાલનું બેટ શાંત રહ્યું છે. ટીમમાંથી અંદર બજાર થતા એરોન ફિન્સ અને યુવરાજ સિંહ પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યાં છે. ટીમના મધ્યમક્રમની જવાબદારી કરૂણ નાયરે સંભાળી છે.
બોલિંગમાં ટીમ માટે મુજીબ ઉર રહમાન અને કેપ્ટન અશ્વિન પ્રભાવશાળી રહ્યાં છે. અંકિત રાજપૂત જેવા યુવા બોલરે તમામને પ્રભાવિત કર્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે