દીવના દારૂ જેટલા જ ફેમસ થઈ ગયા છે એના પેટ્રોલ-ડીઝલ કારણ કે...
આ મામલે લેખિત રજુઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે
Trending Photos
અમદાવાદ : કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને ગુજરાત રાજ્યમાં વેટના ફર્કના લીધે દીવમાં મળતું ડીઝલ 5.૦૦ રૂપિયા જેટલું સસ્તું મળે છે. આ સિવાય પેટ્રોલ પણ 4થી 5 રૂપિયા સસ્તું મળે છે. ગીર સોમનાથના ઉના તાલુકાથી દીવ માત્ર ૧૦ કિલોમીટર જ દુર આવેલું છે. અહીંથી લોકો ચેકપોસ્ટની રહેમ નજર હેઠળ ગેરકાયદેસર રીતે ડીઝલ અને પેટ્રોલ મોટો જથ્થો ગુજરાતમાં લાવીને બોટલોમાં ભરીને ઊંચા ભાવથી વેચાણ કરે છે.
આ બાબતે પેટ્રોલ પંપના માલિકો દ્વારા લેખિત રજુઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. સરકાર દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશમાં માછીમારોને લાભ થાય તે માટે ડીઝલને વેટમાંથી 100 ટકા મુક્તિ આપવામાં આવી છે પણ આનો લાભ માછીમારોને ઓછો અને ગુજરાતના લોકોને વધારે મળી રહ્યો હોય તેવું લાગે છે.
પંથકમાં આવી રીતે કાળા કારોબારીઓને ફાયદો થઇ રહ્યો છે તો બીજી તરફ પેટ્રોલના માલિકોને નુકસાન ભોગવવું પડે છે. આ વાતની ફરિયાદ કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં નથી આવી રહી. આમ, પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારને કારણે આર્થિક નુકસાની પેટ્રોલ પંપના માલિકો થાય છે અને ગુજરાત સરકારને વેટ સ્વરૂપે ફટકો પડે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે