તમારી પાસે છે મારુતિની સ્વિફટ કે બલેનો? તો ખાસ વાંચો આ સમાચાર

કંપનીના આ બે મોડલ ગ્રાહકોમાં ભારે લોકપ્રિય છે

તમારી પાસે છે મારુતિની સ્વિફટ કે બલેનો? તો ખાસ વાંચો આ સમાચાર

નવી દિલ્હી : હાલમાં સમાચાર આ્વ્યા છે કે મારુતિ સુઝુકીએ ભારતમાં પોતાના બે મોડેલ સ્વિફ્ટ અને બલેનોની કુલ 52,686 કારને રીકોલ કરી છે. આ વિશે કંપનીએ સત્તવાર નિવેદન આપતા જણાવ્યું છે કે, ‘1 ડિસેમ્બર 2017થી 16 માર્ચ 2018 વચ્ચે મેન્યુફેક્ચર થયેલી નવી સ્વિફ્ટ અને બલેનો કાર્સના લોટમાં ફોલ્ટી પાર્ટની ખામી હોઈ શકે છે. આ માટે 14 મે 2018થી ડીલર્સ દ્વારા પોતાને ત્યાંથી આ લોટની કાર્સ ખરીદનાર ગ્રાહકોનો સંપર્ક સાધવામાં આવશે અને ગાડીનું ઇન્સ્પેક્શન કરી તેના સંપૂર્ણ પાર્ટને ફ્રી ઓફ કોસ્ટ બદલી દેવામાં આવશે.’

મળતી માહિતી પ્રમાણે કંપનીએ આ કાર્સમાં ફોલ્ટી પાર્ટ ફિટ થયા હોવાની શંકા સાથે કાર્સને પરત મંગાવી છે. હકીકતમાં કંપનીની નવી સ્વિફ્ટ અને બલેનો બ્રેક વેક્યુમ હોસમાં કોઈ ફોલ્ટ હોવાની શક્યતા છે. જેના કારણે કંપની આ કાર્સને રીકોલ કરી રહી છે અને તેના માટે ખાસ સર્વિસ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. 

આ પહેલાં પણ મારુતિએ બલેનો કારના મોડેલને પરત ખેચ્યું હતું. કંપનીએ 2016માં 75,419 જેટલા બલેનો કારના મોડેલને પરત ખેંચ્યા હતા અને તેમાં રહેલા એરબેગની ખામીને રિપેર કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news