IPL 2019: બેંગલુરૂ એ પ્લેઓફની આશા જીવતી રાખી, પરંતુ આ રીતે વધારી મુસીબત

IPL 2019: આઇપીએલમાં પંજાબ વિરૂધ્ધ બેંગપુરૂની ટીમ જીતી તો ગઇ પરંતુ એક રીતે પોતાની મુશ્કેલી વધારી છે. બેંગલુરૂએ પંજાબને હરાવ્યું તો ખરૂ પરંતુ રનરેટમાં ખાસ સુધારો ન કરી શકતાં પ્લેઓફ માટે હજુ પડકાર છે. 

IPL 2019: બેંગલુરૂ એ પ્લેઓફની આશા જીવતી રાખી, પરંતુ આ રીતે વધારી મુસીબત

 નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2019) માં પોઇન્ટ ટેબલની સ્થિતિ હવે સ્પષ્ટ થવા તરફ છે. બધી ટીમોની હજુ કેટલીક મેચ બાકી છે. બુધવારે બેંગલુરૂએ પંજાબને હરાવી પ્લેઓફમાં આવવા માટે પોતાની આશા તો જીવંત રાખી છે પરંતુ રનરેટમાં ખાસ સુધારો ન કરી શકતાં હજુ એના માટે મોટો પડકાર છે. બેંગલુરૂએ જે રીતે બુધવારે રમત બતાવી એ જોતાં એણે પોતાના માટે મુસીબત વધારી છે અને વિરાટ કોહલીની ટીમ પ્લેઓફથી દૂર થતી દેખાઇ રહી છે. આ મેચમાં એની પાસે મોકો હતો પરંતુ ગુમાવી દીધો છે. 

બેંગલુરૂ કેમ પ્લેઓફથી દૂર
પ્રથમ છ મેચમાં સતત હારનો સામનો કર્યા બાદ બાકીની તમામ મેચ જીતવી બેંગલુરૂ માટે જરૂરી હતી. સાતમી મેચ બાદ બેંગલુરૂએ સતત ત્રણ મેચ જીતી છે. જો સાતેય મેચ જીતે તો બેંગલુરૂ 14 પોઇન્ટ બનાવી શકે છે. પરંતુ પ્લેઓફમાં આવવા માટે આ પુરતુ નથી, બેંગલુરૂએ રનરેટમાં સુધાર કરવો પણ અતિ આવશ્યક છે. પરંતુ અન્ય ટીમોની સરખામણીએ બેંગલુરૂ રનરેટમાં સૌથી પાછળ છે. 

બેંગલુરૂ માટે રનરેટ એક સમસ્યા
વિરાટ માટે હવે બાકીની ત્રણ મેચો જીતવી જરૂરી છે એટલું નહીં પરંતુ આ મેચ મોટા માર્જીન સાથે જીતવા જરૂરી છે. દિલ્હી, રાજસ્થાન અને હૈદરાબાદ વિરૂધ્ધ મેચ રમવાની છે. આ ટીમો કમજોર નથી. એવામાં વિરાટ પાસે આ મેચમાં મોટા માર્જીન અને સારા રનરેટથી જીતવા જરૂરી છે. જે મોટો પડકાર છે. હાલમાં બેંગલુરૂની સરેરાશ રનરેટ -0.683 છે. બેંગલુરૂને પ્લેઓફમાં આવવા માટે કોલકત્તા, પંજાબ અને હૈદરાબાદ સામે ટક્કર છે. રાજસ્થાન વિરૂધ્ધ તો માત્ર જીત મેળવવાથી રાજસ્થાન પ્લેઓફથી બહાર નીકળી જશે.

Point Table 25 APR 

વિરાટની સમસ્યા કેટલી વિરાટ છે?
પંજાબને બાકીની ત્રણ મેચમાંથી બે મેચ જીતવી જરૂરી છે. જો રનરેટમાં ખાસ સુધારો ન થાય તો પણ તે બેંગલુરૂ, રાજસ્થાન અને કોલકત્તાને પાછળ રાખી પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે માત્ર હૈદરાબાદ સામે ટક્કર છે. ઉપરાંત કોલકત્તા માટે પણ પ્લેઓફનો રસ્તો આસાન નથી. હાલમાં 8 પોઇન્ટ સાથે તે છઠ્ઠા સ્થાને છે. બધી મેચ જીતે તો એના 16 પોઇન્ટ થઇ શકે એમ છે. પરંતુ મુંબઇ એનો ખેલ બગાડી શકે એમ છે. હજુ એની સાથે 2 મેચ છે. વિરાટની ટીમે કોલકત્તા પર ધ્યાન આપવું જરૂરી છે. 

વિરાટે કઇ મોટી તક ગુમાવી
વિરાટને મોટો પડકાર હૈદરાબાદ કે મુંબઇ સામે થઇ શકે એમ છે. જો આ ટીમોનો મુકાબલો બેંગલુરૂ સાથે થયો તો ટીમ પ્લેઓફમાં શાયદ જ પહોંચી શકે કારણ કે આ ટીમોની નેટ રનરેટ બેંગલુરૂ કરતાં વધારે છે. જો વિરાટ કોહલીની ટીમ પંજાબ સાથે 17 રન ને બદલે મોટા માર્જીનથી જીતી હોત તો એના રનરેટમાં સુધારો થયો હતો. પરંતુ વિરાટની ટીમ આ તક ઝડપી શકી નથી. 

હજુ વિરાટ માટે છે શક્યતાઓ
પંજાબ અને કોલકત્તાનું ગણિત બતાવી રહ્યું છે કે હજુ પણ વિરાટ માટે ઘણી શક્યતાઓ છે. વિરાટની નજર ચોથા નંબરના સ્થાન પર છે પરંતુ એમની ટક્કર કોની અને કેટલી ટીમો સાથે છે એ હજુ સ્પષ્ટ નથી. આ સ્થિતિમાં ઘણા પણ અને શક્યતાઓ છે...પરંતુ એટલું તો નક્કી છે કે જો વિરાટ બધી મેચ જીતે છે અને રનરેટમાં સુધારો કરે છે તો હજુ શક્યતા છે.

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news