IPL 2019: સુપર ઓવરમાં દિલ્હીનો 3 રને રોમાંચક વિજય, કોલકત્તા હાર્યું
આઈપીએલની સિઝન-12માં પ્રથમ મેચ ટાઈ થઈ છે. દિલ્હી કેપિટલ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાયેલી મેચ ટાઈ થઈ હતી. જેમાં સુપર ઓવરમાં મેચનું પરિણામ આવ્યું હતું. દિલ્હીએ ત્રણ રનથી આ મેચ પોતાના નામે કર્યો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 10મી મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ ટાઇ થઈ છે. કોલકત્તાએ પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટે 185 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હીની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 185 રન બનાવી શક્યું હતું. હવે મેચનો નિર્ણય સુપર ઓવરમાં થશે. દિલ્હી તરફથી પૃથ્વી શોએ સૌથી વધુ 99 રન બનાવ્યા હતા. તે એક રન માટે સદી ચુકી ગયો હતો. દિલ્હી કેપિટલ્સને અંતિમ ઓવરમાં જીતવા માટે 6 રનની જરૂર હતી. કુલદીપ યાદવે અંતિમ ઓવરમાં માત્ર પાંચ રન આપ્યા અને એક વિકેટ પણ ઝડપી હતી. સુપર ઓવરમાં દિલ્હી કેપિટલ્સે 10/1 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તા સુપર ઓવરમાં માત્ર સાત રન બનાવી શક્યું હતું. દિલ્હીએ આ મેચ ત્રણ રનથી પોતાના નામે કર્યો છે.
સુપર ઓવરનો રોમાંચ
દિલ્હી કેપિટલ્સ માટે સુપર ઓવરમાં રિષભ પંત અને શ્રેયસ અય્યર બેટિંગ માટે આવ્યા હતા. કોલકત્તા તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ બોલિંગની જવાબદારી સંભાળી હતી.
દિલ્હી કેપિટલ્સ સુપર ઓવરઃ 10/1
- પ્રથમ બોલ પર પંતે સિંગલ લીધો.
- બીજા બોલ પર શ્રેયસ અય્યરે વિકેટની પાછળ ચોગ્ગો ફટકાર્યો.
- ત્રીજા બોલ પર અય્યર આઉટ થયો હતો.
- ચોથા બોલ પર પંતે બે રન લીધા.
- પાંચમાં બોલ પર પંતે ફરી બે રન લીધા.
- છઠ્ઠા બોલ પર પંતે એક રન લીધો.
કોલકત્તા નાઇટરાઇડર્સ તરફથી દિનેશ કાર્તિક અને આંદ્રે રસેલ બેટિંગ માટે આવ્યા હતા. જ્યારે દિલ્હી કેપિટલ્સ તરફથી રબાડાએ બોલિંગની જવાબદારી સંભાળી હતી.
પ્રથમ બોલઃ રસેલે ચોગ્ગો ફટકાર્યો
બીજો બોલઃ બીજા બોલ પર શૂન્ય રન આપ્યો
ત્રીજો બોલઃ આંદ્રે રસેલ બોલ્ડ
ચોથો બોલઃ ઉથપ્પાએ લીધો એક રન
પાંચમો બોલ- દિનેશ કાર્તિકે લીધો એક રન
છઠ્ઠો બોલ- ઉથપ્પાએ લીધો એક રન
ધવન મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ
કોલકત્તાને ત્રીજી ઓવરમાં મોટો ઝટકો લાગ્યો અને ધવનના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. ધવને 2 ફોર અને 1 સિક્સની મદદથી 16 રન બનાવ્યા હતા. તેને પીયૂષ ચાવલાએ રસેલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ કોલકત્તાને 12મી ઓવરના અંતિમ બોલ પર બીજો ઝટકો લાગ્યો હતો. જ્યારે શ્રેયસ અય્યર સિક્સ ફટકારવાના પ્રયાસમાં અસફળ રહ્યો અને તે કેચઆઉટ થઈ ગયો હતો.
27 રને પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ પૃથ્વી શો અને શ્રેયસ અય્યરે બીજી વિકેટ માટે 89 રનની ભાગીદારી કરી હતી. અય્યરે 32 બોલનો સામનો કરતા 2 સિક્સ અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ રિષભ પંત અને પૃથ્વી શોએ ત્રીજી વિકેટ માટે 54 રન જોડ્યા હતા. પંત (11) કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો. તેણે 15 બોલમાં એક બાઉન્ડ્રી ફટકારી હતી.
રસેલની આક્રમક ઈનિંગ
આ પહેલા આંદ્રે રસેલની આક્રમક ઈનિંગ અને કેપ્ટન દિનેશ કાર્તિકની સાથે 53 બોલમાં 95 રનની ભાગીદારીની મદદથી કોલકત્તાએ નાઇટ રાઇડર્સે ખરાબ શરૂઆતમાંથી બહાર દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ આઈપીએલના મેચમાં સાત વિકેટ પર 185 રન બનાવ્યા હતા.
દિલ્હીની શરૂઆત ખરાબ રહી અને 10મી ઓવરમાં માત્ર 61 રન પર અડધી ટીમ પેવેલિયન પરત ફરી ચુકી હતી. ત્યારબાદ રસેલ અને કાર્તિકે ઈનિંગને સંભાળી અને માત્ર 53 બોલમાં 95 રનની ભાગીદારી કરી હતી. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા રસેલે 11મી ઓવરમાં મિશ્રાની બોલિંગમાં સિક્સ ફટકારી હતી. તો સંદીપ લામિછાનેની 12મી ઓવરમાં કાર્તિક અને રસેલે 17 રન લીધા હતા.
હર્ષલ પટેલે પહેલા 3 ઓવરમાં 20 રન આપ્યા હતા. ત્યારબાદ તેની છેલ્લી ઓવરમાં કાર્તિક અને રસેલે 20 રન ફટકારી દીધા હતા. રસેલે કાગિસો રબાડાને ચોગ્ગો ફટકારીને 23 બોલમાં 2 ચોગ્ગા અને 6 સિક્સની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેને ક્રિસ મોરિસે આઉટ કર્યો અને ફાઇન લેગમાં રાહુલ તેવાતિયાએ તેનો કેચ ઝડપ્યો હતો.
કાર્તિકે 35 બોલમાં 5 ચોગ્ગા અને 2 સિક્સની મદદથી અડધી સદી પૂરી કરી બાદમાં મિશ્રાની બોલિંગમાં વિકેટપાછળ કેચઆઉટ થયો હતો. ચાવલા 12 અને કુલદીપ યાદવે 10 રન બનાવ્યા હતા.
આ પહેલા ફિરોઝશાહ કોટલાની ધીમી પિચ પર કેકેઆરને પ્રથમ ઝટકો ચોથી ઓવરમાં સંદીપ લામિછાનેએ આપ્યો, જ્યારે નિખિલ નાઇક (7)ને LBW આઉટ કર્યો હતો. રોબિન ઉથપ્પા પણ હર્ષલ પટેલની ઓવરમાં LBW આઉટ થયો હતો. તેણે 11 રન બનાવ્યા હતા.
ત્યારબાદ કેકેઆરે 3 બોલના ગાળામાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. 7મી ઓવરના 5માં બોલ પર રબાડાએ ક્રિસ લિનને આઉટ કર્યો હતો. ત્યારબાદ નીતીશ રાણાએ પણ પોતાની વિકેટ ગુમાવી હતી. રબાડાએ બાઉન્ડ્રી પર શાનદાર કેચ કર્યો હતો. શુભમન ગિલ રનઆઉટ થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે