IPL 2019: બેંગલોર વિરુદ્ધ પણ 'રન મશીન' વોર્નર પર હશે સનરાઇઝર્સનો દારોમદાર
સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની વચ્ચે રમાનારા આ મેચમાં ફરીથી એક વખત નજર ડેવિડ વોર્નર પર હશે. વોર્નરની અડધી સદીની મદદથી હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને હરાવીને લીગમાં પોતાનો પ્રથમ વિજય મેળવ્યો હતો.
Trending Photos
હૈદરાબાદઃ પોતાનો પ્રથમ વિજય મેળવ્યા બાદ ઉત્સાહિત સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ રવિવારે અહીં જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ મેદાન પર ઉતરશે તો બેટિંગમાં તેનો દારોમદાર ફરીથી ડેવિડ વોર્નર પર ટકેલો હશે જે પ્રથમ બે મેચમાં સારૂ પ્રદર્શન કરીને લયમાં છે.
સંજૂ સૈમસનના અણનમ 102 રન છતાં સનરાઇઝર્સે વોર્નરના 37 બોલ પર 69 રનની ઈનિંગનીમદદથી રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ 199 રનનો મોટો લક્ષ્ય હાસિલ કરીને પાંચ વિકેટે વિજય મેળવ્યો હતો. મેચ બાદ વોર્નરે દાવો કર્યો કે, વિકેટ બેટિંગ માટે આસાન નહતી પરંતુ તેણે કહ્યું કે, રવિવારની સાંજે રમાનારા મેચ માટે પરિસ્થિતિ અલગ હશે.
ઓસ્ટ્રેલિયાનો આ બેટ્સમેન ફરીથી મોટો સ્કોર બનાવવા માટે પ્રતિબદ્ધ છે. વોર્નર સિવાય જોની બેયરસ્ટો (45) અને વિજય શંકર (35)એ પણ સારી બેટિંગ કરી હતી. સનરાઇઝર્સની બેટિંગ ઘણી મજબૂત છે અને બેંગલોરના બોલરો માટે તેને રોકવી આસાન હશે નહીં.
બેંગલોરે અત્યાર સુધી પોતાના બંન્ને મેચ ગુમાવ્યા છે અને વિરાટ કોહલીની ટીમ પ્રથમ પોઈન્ટ હાસિલ કરવા માટે ઉત્સુક છે. તેના માટે આ આસાન નહીં હોય કારણ કે હૈદરાબાદને ઘરઆંગણે રમવાનો ફાયદો મળશે. બેંગલોર પ્રથમ મેચમાં ચેન્નઈ સામે 70 રન પર આઉટ થઈ ગયું હતું જ્યારે મુંબઈ વિરુદ્ધ તે 187 રનનો લક્ષ્ય હાસિલ કરવામાં અસફળ રહ્યું હતું. બેંગલોરે જો જીત મેળવવી હશે તો કોહલી અને એબી ડિ વિલિયર્સ સિવાય અન્ય બેટ્સમેનોએ પણ સારૂ પ્રદર્શન કરવું પડશે. આ મેચ સાંજે 4 કલાકે શરૂ થશે.
રોયલ ચેલેન્જર્સ બેંગલોર
વિરાટ કોહલી, એ.બી. ડિવિલિયર્સ, પાર્થિવ પટેલ, યુજવેન્દ્ર ચહલ, વોશિંગટન સુંદર, પવન નેગી, નાથન કોલ્ટર, મોઈન અલી, મોહમ્મદ સિરાઝ, કોલિન ડી ગ્રેન્ડહોમ, ટિમ સાઉદી, ઉમેશ યાદવ, નવદીપ સૈની, કુલવંત ખેજોલિયા, માર્ક્સ સ્ટેઈનિસ, સિમરોન હેટમેયર, ગુરકિરત માન, શરફરાઝ ખાન, શિવમ દુબે, હેનરિચ ક્લાકેન, હિમંત સિંહ, મિલિંદ કુમાર, પ્રાસ રાય બર્મન, અક્ષદીપ નાથ.
સનરાઇઝર્સ હૈદરાબાદ
ડોવિડ વોર્નર, કેન વિલિયમસન, રાશિદ ખાન, શાકિબ અલ હસન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ નબી, બસિલ થમ્પી, દીપક હુડ્ડા, મનીષ પાંડે, રિકી ભુઈ, સંદીપ શર્મા, સિદ્ધાર્થ કૌલ, શ્રીવત્સ ગોસ્વામી, ખલીલ અહેમદ, યુસુફ પઠાણ, બિલી સ્ટેનલેક, અભિશેષ શર્મા, વિજય શંકર, શાહબાઝ નદીમ, જોની બેયરસ્ટો, રિદ્ધિમાન સાહા, માર્ટિન ગુપ્ટિલ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે