IPL 2019: કોણ રહ્યું સુપરહિટ તો કોણ સુપર ફ્લોપ, આવું છે ખેલાડીઓનું રિપોર્ટ કાર્ડ

આઈપીએલ-2019ના એવા ખેલાડીઓની ચર્ચા થવી સ્વાભાવિક છે, જેણે પોતાની ટીમને પોતાની કિંમતના પૂરા પૈસા વસૂલ કરાવ્યો જે મેંઘા ભાવે વેંચાયા પર નિષ્ફળ રહ્યાં. 

 IPL 2019: કોણ રહ્યું સુપરહિટ તો કોણ સુપર ફ્લોપ, આવું છે ખેલાડીઓનું રિપોર્ટ કાર્ડ

મુંબઈઃ આઈપીએલ-12નું ટાઇટલ જીતીને મુંબઈ પરત ફરેલી મુંબઈ ઈન્ડિયન્સ ટીમનું જોરદાર સ્વાગત થયું. સોમવારે ટીમના માલિક મુકેશ અંબાણીની બિલ્ડિંગ એંટીલિયાથી ટીમનું ખુલી બસમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. રેકોર્ડ ચોથી વખત ચેમ્પિયન બનેલી ટીમના તમામ ખેલાડીઓનો જોશ અને ખુશી જોઈ શકાતી હતી. આ જશ્ન વચ્ચે આઈપીએલ-12ના એવા ખેલાડીઓની ચર્ચા થવી જરૂરી છે જેણે પોતાની ટીમને પોતાની કિંતમના પૂરા પૈસા વસુલ કરાવ્યો કે જે મોંઘા ભાવ પર ફ્લોપ રહ્યાં. 

સુપરહિટ મોંઘા ખેલાડી
1. જોની બેયરસ્ટોઃ ડેવિડ વોર્નરની સાથે મળીને ધમાકેદાર ઓપનિંગ જોડી બનાવી અને બોલરો સામે આકરા પ્રહારો કર્યાં હતા.
ટીમઃ હૈદરાબાદ
વેચાણઃ 2.2 કરોડ રૂપિયા
પ્રદર્શનઃ 10 મેચોમાં 445 રન, 1 સદી અને 1 અડધી સદી. 
1 રનની કિંમતઃ 49,438 રૂપિયા

2. સૈમ કરનઃ ઈંગ્લેન્ડના આ ફાસ્ટ બોલરે આઈપીએલ-12ની પ્રથમ  હેટ્રિક દિલ્હી વિરુદ્ધ ઝડપી અને એક અડધી સદી ફટકારી. 
વેચાયોઃ 7.2 કરોડ રૂપિયા
ટીમઃ કિંગ્સ ઇલેવન પંજાબ
પ્રદર્શનઃ 9 મેચોમાં 95 રન અને 10 વિકેટ
એક રનની કિંમતઃ 7.58 લાખ રૂપિયા
એક વિકેટની કિંમતઃ 72 લાખ રૂપિયા

ફ્લોપ મોંઘા ખેલાડી
1. જયદેવ ઉનડકટઃ સૌરાષ્ટ્રના આ ફાસ્ટ બોલર માટે આ સિઝન ખરાબ સપના સમાન હતી. દરેક ઓવરમાં 10થી વધુ રન આપ્યા.
ટીમઃ રાજસ્થાન રોયલ્સ
વેચાયોઃ 8.4 કરોડ રૂપિયા
પ્રદર્શનઃ 11 મેચોમાં 10 વિકેટ
એક વિકેટની કિંમતઃ 84 લાખ રૂપિયા

2. વરૂણ ચક્રવર્તીઃ બોલિંગમાં વિવિધતાના દમ પર બેસ પ્રાઇઝથી 42 ગણી વધુ કિંમત પર વેચાયો હતો આ સ્પિનર. ઈજાને કારણે માત્ર એક મેચ રમ્યો. 
ટીમઃ પંજાબ
વેચાણઃ 8.4 કરોડ રૂપિયા
પ્રદર્શનઃ 1 મેચમાં 1 વિકેટ
એક વિકેટની કિંમતઃ 8.4 કરોડ રૂપિયા

3. શિવમ દુબેઃ ગત વર્ષે મુંબઈ ટી20 લીગમાં એક ઓવરમાં 5 છગ્ગા ફટકારીને ચર્ચામાં આવેલો પરંતુ આઈપીએલમાં પર્દાપણ ખરાબ રહ્યું.
ટીમઃ બેંગલોર
કિંમતઃ 5 કરોડ રૂપિયા
પ્રદર્શનઃ 4 મેચોમાં 40 રન અને કોઈ વિકેટ નહીં
એક રનની કિંમતઃ 12.50 લાખ રૂપિયા
એક વિકેટની કિંમતઃ શૂન્ય

પૈસા વસૂલ ખેલાડી
રિયાન પરાગઃ 17 વર્ષનો આ ઓલરાઉન્ડર આઈપીએલમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો. નામચીન બોલરો સામે ટક્કર લેવામાં સફળ રહ્યો.
ટીમઃ રાજસ્થાન રોયલ્ય
કિંમતઃ 20 લાખ રૂપિયા
પ્રદર્શનઃ 7 મેચોમાં 160 રન અને 2 વિકેટ
એક રનની કિંમતઃ 12500 રૂપિયા
એક વિકેટની કિંમતઃ 10 લાખ રૂપિયા 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news