મેક અપ આર્ટિસ્ટ યુવતીએ માગી સેલરી તો માલિકે કર્યું એવું કે જાણીને તમને આવી જશે ગુસ્સો

એક સલૂનમાં નોકરી કરતી યુવતીએ પોતાનો નિયમિત પગાર માગ્યો ત્યારે માલિકે પહેલા કોઈ જવાબ આપ્યો નહીં. આથી થોડા સમય પછી યુવતીએ ફરી વખત સલૂનના માલિક પાસે પગાર માગ્યો તો માલિકને એવો ગુસ્સો આવ્યો કે, તે યુવતીને ઢસડીને સડકની વચ્ચે લઈ ગયો અને ત્યાં તેને ઢોર માર મારવા લાગ્યો 
 

મેક અપ આર્ટિસ્ટ યુવતીએ માગી સેલરી તો માલિકે કર્યું એવું કે જાણીને તમને આવી જશે ગુસ્સો

નવી દિલ્હીઃ દિલ્હીથી અડીને આવેલા ગ્રેટર નોએડાના નોલેજ પાર્કમાં આવેલા એક સલૂનના માલિક અને તેના મિત્રોએ તેના ત્યાં કામ કરતી મેક-અપ-આર્ટિસ્ટ સાથે એવું કામ કર્યું કે તમારું લોહી ઉકળી જાય. પીડિત યુવતીનો વાંક માત્ર એટલો જ હતો કે તેણે સલૂનના માલિક પાસે પોતાનો પગાર માગ્યો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર પીડિત યુવતી ગ્રેટર નોએડાના નોલેજ પાર્કમાં આવેલા એક યુનિસેક્સ સલૂનમાં કામ કરતી હતી. યુવતીએ અહીં માર્ચ મહિનાથી કામ શરૂ કર્યું હતું, પરંતુ સલૂનના માલિકે હજુ સુધી તેને એક પણ મહિનાનો પગાર આપ્યો ન હતો. આથી, યુવતીએ પોતાનો નિયમિત પગાર માગ્યો ત્યારે માલિકે પહેલા કોઈ જવાબ આપ્યો નહીં. આથી થોડા સમય પછી યુવતીએ ફરી વખત સલૂનના માલિક પાસે પગાર માગ્યો તો માલિકને એવો ગુસ્સો આવ્યો કે, તે યુવતીને ઢસડીને સડકની વચ્ચે લઈ ગયો અને ત્યાં તેને ઢોર માર મારવા લાગ્યો.

સલૂનનો માલિક યુવતીના વાળ પકડીને તેને ખેંચીને સડક પર લઈ આવ્યો અને યુવતીને લાકડીઓ વડે માર મારવા લાગ્યો. આટલું જ નહીં માલિકના મિત્રો પણ આ યુવતીને નિર્દયી રીતે માર મારતા હતા. કોઈએ યુવતીના વાળ ખેંચ્યા તો કોઈએ યુવતીના પેટમાં લાતો-મુક્કા માર્યા હતા. જોકે, આ દરમિયાન સડક પર હાજર લોકો મૂકદર્શક બનીને તમાશો જોતા રહ્યા અને યુવતીને મારવાનો વીડિયો ઉતારતા રહ્યા હતા, કોઈ પણ તેને બચાવવા આગળ આવ્યું નહીં. 

જૂઓ વીડિયો... કેવી રીતે ઢોર માર મારી રહ્યા છે લોકો

પીડિતા જેમ-તેમ કરીને આ લોકોની ચૂંગાલમાંથી ભાગી છુટવામાં સફળ થઈ અને તેણે 100 નંબર ડાયલ કરીને પોલીસને ફરિયાદ નોંધાવી. પોલીસે 323, 354 અંતર્ગત કેસ દાખલ કર્યો છે, પરંતુ માત્ર એક જ આરોપીને પકડી શકી છે. યુવતીને મારવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં લોકો વીડિયો ઉતારનારા પર ફિટકાર વરસાવી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news