IPL 2019: બ્રાયન લારાએ કરી પ્રશંસા, આ યુવા બેટ્સમેનને ગણાવ્યો આજનો 'સેહવાગ'

લારાએ કહ્યું, 'મે તેને ગત ઓક્ટોબરમાં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ રમતા જોયો હતો, જ્યાં તેણે ઘણા રન બનાવ્યા હતા.' કોઈ યુવા ખેલાડીને ભારતીય જમીન પર શાનદાર પ્રદર્શન કરતો જોઈ સારૂ લાગે છે.
 

IPL 2019: બ્રાયન લારાએ કરી પ્રશંસા, આ યુવા બેટ્સમેનને ગણાવ્યો આજનો 'સેહવાગ'

નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન પૃથ્વી શોના કૌશલ્યની ક્રિકેટ જગતમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. હાલમાં પૂર્વ તોફાની દિગ્ગજ ક્રિકેટર બ્રાયન લારાએ પણ તેની પ્રશંસા કરતા પૃથ્વીની તુલના એક દિગ્ગજ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ સાથે કરી છે. લારાએ કહ્યું, મુંબઈના આ યુવા ખેલાડીની બેટિંગ સ્ટાઇલમાં સહેવાગની ઝલક દેખાઈ છે. 

સહેવાગની જેમ પૃથ્વી પણ કટ મારવામાં માહિર છે. ત્યાં સુધી કે તેના શોર્ટ-આર્મ પુલમાં પૂર્ણ રીતે 'નઝફગઢ'ના નવાબની છબી નજર આવે છે. વિશ્વના મહાન ક્રિકેટરોમાંથી એક લારાએ પૃથ્વી શોની ભરપૂર પ્રશંસા કરી છે. લારાએ ડગઆઉટમાં કહ્યું, મને પૃથ્વી શોની બેટિંગ સ્ટાઇલમાં વીરૂ દેખાઈ છે. મને લાગે છે કે, તેની પરિપક્વતા કમાલની છે. ગત વર્ષે રાજકોટમાં પર્દાપણ ટેસ્ટમાં પૃથ્વીને સદી ફટકારતો જોઈ લારા તેનાથી ઘણો પ્રભાવિત થયો હતો. 

લારાએ કહ્યું, 'મે તેને ગત ઓક્ટોબરમાં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ રમતા જોયો હતો, જ્યાં તેણે ઘણા રન બનાવ્યા હતા.' કોઈ યુવા ખેલાડીને ભારતીય જમીન પર શાનદાર પ્રદર્શન કરતો જોઈ સારૂ લાગે છે. પૃથ્વી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પણ ગયો હતો પરંતુ ત્યાં ઈજાને કારણે બહાર થઈ ગયો હતો. હજુ તે માત્ર 19 વર્ષનો છે પરંતુ આઈપીએલની સિઝન રમ્યા બાદ તેને સીનિયર ખેલાડી માની શકાય છે. 

'મારા મતે તેને આઈપીએલમાં રમતા બે વર્ષ થઈ ગયા છે અને તે આ સાથે સીનિયર ખેલાડીમાં આવી ગયો છે.' તેની પાસેથી ફેન્સને ખૂબ મોટી આશા છે. મહત્વનું છે કે પૃથ્વી શોએ આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા 6 મેચોમાં 152.25ની સ્ટ્રાઇક રેટની સાથે 169 રન બનાવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news