IPL 2020 LIVE: MI vs KKR, મુંબઇ ઇન્ડિયન્સે 49 રનથી કેકેઆરને આપી માત

આઇપીએલ સિઝન 13 (IPL 13)ની 5મી મેચમાં આજે કલકત્તા નાઇટ રાઇડર્સ વર્સીસ મુંબઇ ઇન્ડિયન્સ (KKR vs MI) વચ્ચે મુકાબલો રમાઇ રહ્યો છે. આ મુકાબલો અબુધાબીના શેખ જયાદ ક્રિકેટ સ્ટેડિયમ પર ચાલી રહી છે.

IPL 2020 LIVE: MI vs KKR, મુંબઇ ઇન્ડિયન્સે 49 રનથી કેકેઆરને આપી માત

અબુધાબી: આઇપીએલ સિઝન 13 (IPL 13) ની પાંચમી મેચ કલકત્તા નાઇટ રાઇડર્સ વર્સીસ મુંબઇ ઇન્ડિયન્સ (KKR vs MI) વચ્ચે રમાયો હતો. આ મેચમાં મુંબઇની ટીમે કેકેઆરને 49 રનથી માત આપી છે. અબુધાબીના શેખ જયાદ ક્રિકેટ સ્ટેડિયમ પર રમાયેલી મેચમાં કેકેઆરના કેપ્ટન કેપ્ટન દિનેશ કાર્તિકે ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવાનો નિર્ણય કર્યો. જેના આધાર પર મુંબઇ ઇન્ડિયન્સની ટીમના કેપ્ટન કેપ્ટન રોહિત શર્માની 80 (54) રનની દમદાર ઇનિંગન દમ પર 20 ઓવરમાં 195-5 રનનો મોટો સ્કોર બનાવ્યો અને કેકેઆરને 196 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં કેકેઆરની ટીમ 20 ઓવરમા6 146-9 રનનો સ્કોર બનાવવામાં સફળ રહી હતી અને મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે કેકેઆર તરફથી સૌથી રન પૈટ 33 રન બનાવ્યા. પોતાની સારી રમત માટે રોહિત શર્માને મેન ઓફ ધ મેચ આપવામાં આવ્યો હતો. 

મુંબઇ ઇન્ડિયન્સે કેકેઆરને 49 રનથી આપી માત
આઇપીએલ 2020ની પહેલી મેચ રમી રહેલી કલકત્તા નાઇટ રાઇડર્સને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો. મુંબઇ ઇન્ડિયન્સે આઇપીલ 13ની પાંચમી મેચમાં કેકેઆરને 49 રનથી માત આપીને ટૂર્નામેન્ટમાં પોતાની જીતનું ખાતું ખોલાવી દીધું. 

કમિંસની તોફાની ઇનિંગ પુરી
બોલીંગમાં કંઇ ખાસ કમાલ ન કરી શકનાર કેકેઆરના ખેલાડી પૈટ કમિંસે 11 બોલમાં 33 રનની તોફાની ઇનિંગ રમી. જોકે તે જેમ્સ પૈંટિસનનો બીજો શિકાર બન્યા. 

કમિંસે બુમરાહની ઓવરમાં 4 સિક્સર ફટકારી
લગભગ હારની કગાર પર ઉભેલી કેકેઆર માટે ટીમના ખેલાડી પૈટ કમિંસે મુંબઇ ઇન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ઇનિંગની 18મી ઓવરમાં 4 સિક્સરની મદદથી 27 રન ઉમેર્યા. 

મુબરાહને એક ઓવરમાં બે સફળતા
આંદ્રે રસેલને બોલ્ડ કર્યા બાદ બુમરાહે કેકેઆરની આશા ઇયોન મોર્ગન 16 ને 16 ઓવરની અંદર આઉટ કરી મેચમાં પોતાની બીજી સફળતા પ્રાપ્ત કરી.

આંદ્રે રસેલ બોલ્ડ
કેકેઆરના સૌથી ખતરનાક બેટ્સમેન આંદ્રે રસેલ આ મેચમાં કંઇ ખાસ કમાલ બતાવી શકયા નહી અને એમઆઇના પેસર જસપ્રીત બુમરાહની બોલ પર 11 રન પર ક્લીન બોલ્ડ થયા.

અંતિમ 5 ઓવરમાં કેકેઆરને 96 રનની જરૂર 
જો કલકતા નાઇટ રાઇડર્સને આ મુકાબલો પોતાના નામે કરવો છે તો 5 ઓવરમાં ટીમને 96 રનની જરૂર છે. 

દિનેશ કાર્તિક આઉટ
સારી બેટીંગ કરી રહેલા કેકેઆરના કેપ્ટન દિનેશ કાર્તિક 30 રન બનાવીને એમઆઇના સ્પિનર રાહુલ ચાહરની બોલ પર એલબીડબ્યૂ થયા.

10 ઓવરમાં કેકેઆરનો સ્કોર 71-2 રન
પોતાની ઇનિંગ પહેલાં 10 ઓવરમાં કલકત્તા નાઇટ રાઇડર્સની ટીમે 71-2 રનનો સ્કોર બનાવી લીધો છે. હવે કેકેઆરને 125 રનની જરૂર. 

પાવરપ્લેમાં કેકેઆરએ બનાવ્યા 33-2 રન
વિશાળ લક્ષ્યનો પીછો કરતાં પાવરપ્લેમાં કલકત્તા નાઇટ રાઇડર્સ ની હાલત ખરાબ અને ટીમે પહેલી 6 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 33 રનનો સ્કોર બનાવ્યો.

સુનીલ નરેન આઉટ
કેકેઆરની બીજી વિકેટ પડી ગઇ છે. ટીમના બીજા બેટ્સમેન સુનીલ નરેન 9 રન બનાવીને જેમ્સ પેંટિસનના બોલ પર ક્વિંટન ડીકોકને કેચ આપ્યો છે.

કેકેઆરની પહેલી વિકેટ પડી
કલકત્તા નાઇટ રાઇડર્સની ટીમને ઓપનર બેટ્સમેન શુભમન ગિલના રૂપમાં પહેલો ઝટકો લાગી ગયો છે. ગિલ 7 રનો પર એમ આઇના ફાસ્ટ બોલર ટ્રેંટ બોલ્ટની બોલ પર કેચ આઉટ થયા. 

9 બોલ બાદ કેકેઆરનું ખાતું ખોલ્યું
કેકેઆરની શરૂઆતમાં મુંબઇની ટીમે બોલીંગ કર્યા બાદ કલકત્તાને પોતાનું ખાતું ખોલવાનું તક આપી. 

પહેલી ઓઅર મેડન
મુંબઇના ફાસ્ટ બોલર ટ્રેંટ બોલ્ટે કેકેઆરના બેટ્સમેન શુભમન ગિલ સામે ઇનિંગની પહેલી ઓવર મેડન ફેંકી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news