કચ્છમાં ખેડૂત પાસેથી 12 હજારની લાંચ લેતા અધિકારી ABC હાથે ઝડપાયો

રાજ્ય સરકાર દ્વારા કિસાન સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાજ્યના ખેડૂતો વરસાદ બાદ થયેલા નુકસાનના વળતર માટેની રાહ જોઈ રહ્યાં છે. કચ્છમાં ખેડૂત પાસેથી 12,000ની લાંચ લેતા બાગાયત ખેતીવાડી વિભાગનો અધિકારી ACBના હાથે લાંચ લેતા ઝડપાયો હતો.
કચ્છમાં ખેડૂત પાસેથી 12 હજારની લાંચ લેતા અધિકારી ABC હાથે ઝડપાયો

રાજેન્દ્ર ઠક્કર, કચ્છ: રાજ્ય સરકાર દ્વારા કિસાન સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાજ્યના ખેડૂતો વરસાદ બાદ થયેલા નુકસાનના વળતર માટેની રાહ જોઈ રહ્યાં છે. કચ્છમાં ખેડૂત પાસેથી 12,000ની લાંચ લેતા બાગાયત ખેતીવાડી વિભાગનો અધિકારી ACBના હાથે લાંચ લેતા ઝડપાયો હતો.

ખેડુતે સરકારી યોજનાના લાભ માટે કરેલી સહાય મંજુર થઇ હતી. જેની અવેજીમાં બાગયાત ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવતા હર્ષદ કણજરીયાએ તેમની પાસે 12,000 રૂપીયા લાંચની માંગણી કરી હતી. ખેડુતે આ અંગે ACB માં જાણ કરતા ભુજ ACB એ છટકુ ગોઠવી 12,000 ની લાંચ લેતા તેને ઝડપી પાડ્યો હતો.

કાર્યવાહી ચાલુ હોતા હજુ વધુ વિગતો સામે આવી નથી. પરંતુ ACB એ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સરકારી વિભાગમાં કટકીનો કિસ્સો સામે આવતા સમગ્ર કચ્છમાં લાંચીયા અધિકારીની ચર્ચાસ્પદ બન્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news