CSK vs PBKS: ચેપોકમાં ધોનીનું દિલ તૂટ્યું, રોમાંચક મેચમાં છેલ્લા બોલે જીત્યું પંજાબ કિંગ્સ

IPL 2023, CSK vs PBKS: ચેન્નઈ અને પંજાબ વચ્ચે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સે છેલ્લા બોલે વિજય મેળવ્યો છે. અંતિમ બોલ પર સિકંદર રઝાએ ત્રણ રન લઈને ટીમને જીત અપાવી હતી. 

CSK vs PBKS: ચેપોકમાં ધોનીનું દિલ તૂટ્યું, રોમાંચક મેચમાં છેલ્લા બોલે જીત્યું પંજાબ કિંગ્સ

ચેન્નઈઃ પંજાબ કિંગ્સે રસાકસી ભરી મેચમાં છેલ્લા બોલે ચેન્નઈ સુપર કિંગ્સને ચાર વિકેટે પરાજય આપ્યો છે. પંજાબને છેલ્લા બોલે જીત માટે 3 રનની જરૂર હતી અને સિકંદર રઝાએ ત્રણ રન દોડીને પંજાબને રોમાંચક જીત અપાવી હતી. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 4 વિકેટે 200 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં પંજાબે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. પંજાબની 9 મેચમાં આ પાંચમી જીત છે અને શિખર ધવનની ટીમ 10 પોઈન્ટ સાથે ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે. 

સસ્તામાં આઉટ થયો ધવન
રનનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સ તરફથી કેપ્ટન  શિખર ધવનની સાથે પ્રભસિમરન સિંહ ઓપનિંગ કરવા આવ્યો હતો. ધવને ઝડપથી રન બનાવવાનું શરૂ કર્યું પરંતુ તે લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહીં. ઈનિંગની પાંચમી ઓવરમાં ધવન 28 રન બનાવી આઉટ થયો હતો. શિખરે એક સિક્સ અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. 

ત્યારબાદ નંબર ત્રણ પર બેટિંગ કરવા આવેલા અથર્વ તાયડેની સાથે પ્રભસિમરનની ભાગીદારી બની રહી હતી ત્યારે નવમી ઓવરના ત્રીજા બોલ પર તુષાર દેશપાંડેએ પ્રભસિમરનને આઉટ કર્યો અને ચેન્નઈને બીજી સફળતા અપાવી હતી. પ્રભસિમરન 24 બોલમાં 42 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ પંજાબને 11મી ઓવરમાં તાયડેના રૂપમાં ત્રીજો ઝટકો લાગ્યો હતો. અથર્વને જાડેજાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. 

લિવિંગસ્ટોન અને કરનની વચ્ચે થઈ ભાગીદારી
નંબર ચાર પર બેટિંગ કરવા આવેલા લિવિંગસ્ટોને 4 સિક્સ અને 1 ચોગ્ગાની મદદથી 40 રન બનાવ્યા હતા. આ સિવાય સેમ કરન 1 સિક્સ અને એક ફોર સાથે 29 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ જીતેશ શર્માએ 2 ફોર અને 1 સિક્સની મદદથી આક્રમક 21 રન ફટકાર્યા હતા. તો સિકંદર રઝા 13 અને શાહરૂખ ખાન 2 રન બનાવી અણનમ રહ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news