IPL શરૂ થાય તે પહેલા જ જબરદસ્ત મોટો ઉલટફેર, ચેન્નાઈની ટીમના કેપ્ટન બદલાઈ ગયા, ધોનીની જગ્યાએ હવે આ ક્રિકેટર સંભાળશે નેતૃત્વ
IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની સીઝન આવતી કાલ એટલે કે 22મી માર્ચથી શરૂ થઈ રહી છે પરંતુ તે પહેલા જ એક મોટો ઉલટફેર સામે આવ્યો છે. આઈપીએલ શરૂ થાય તેના એક દિવસ પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સની ફ્રેન્ચાઈઝી દ્વારા મોટો નિર્ણય લેવાયો છે.
Trending Photos
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની સીઝન આવતી કાલ એટલે કે 22મી માર્ચથી શરૂ થઈ રહી છે પરંતુ તે પહેલા જ એક મોટો ઉલટફેર સામે આવ્યો છે. આઈપીએલ શરૂ થાય તેના એક દિવસ પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સની ફ્રેન્ચાઈઝી દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. આ વખતે મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન તરીકે જોવા મળશે નહીં. ધોનીની જગ્યાએ હવે ઋતુરાજ ગાયકવાડ કેપ્ટનશીપ સંભાળશે. અત્રે જણાવવાનું કે 27 વર્ષના સ્ટાર ઓપનર ઋતુરાજ ગાયકવાડ ચેન્નાઈની ટીમનું નેતૃત્વ સંભાળશે અને તેઓ ટીમના ચોથા કેપ્ટન બનશે. આ અગાઉ ધોની ઉપરાંત રવિન્દ્ર જાડેજા, અને સુરેશ રૈના પણ કેપ્ટનશીપ સંભાળી ચૂક્યા છે. ધોનીએ 212 મેચોમાં ચેન્નાઈની ટીમનું નેતૃત્વ સંભાળેલુ છે. જ્યારે જાડેજાએ 8 મેચ અને રૈનાએ 5 મેચમાં કેપ્ટનશીપ સંભાળી છે.
સીએસકેએ કેપ્ટનશીપ અંગે બહાર પાડેલા નિવેદનમાં કહ્યું છે કે એમએસ ધોનીએ આઈપીએલ 2024ની શરૂઆત પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ ઋતુરાજ ગાયકવાડને સોંપી છે. ઋતુરાજ 2019થી ચેન્નાઈ સુપર કિંગ્સનો અભિન્ન અંગ છે અને તેમણે આ દરમિયાન આઈપીએલમાં 52 મેચ રમી છે.
OFFICIAL STATEMENT: MS Dhoni hands over captaincy to Ruturaj Gaikwad. #WhistlePodu #Yellove
— Chennai Super Kings (@ChennaiIPL) March 21, 2024
2022માં જાડેજા બન્યા હતા કેપ્ટન
આઈપીએલ 2022માં પણ ચેન્નાઈનીટીમે એક દિવસ પહેલા જ નવા કેપ્ટનની જાહેરાત કરી હતી. ત્યારે રવિન્દ્ર જાડેજાને પોતાના કેપ્ટન તરીકે પસંદ કર્યા હતા. પરંત તેમનું આ પગલું બેકફાયર કરી ગયું હતું. જાડેજાની કેપ્ટનશીપમાં ચેન્નાઈની ટીમ સારું પ્રદર્શન કરી શકી નહીં. જાડેજાનું પોતાનું પ્રદર્શન પણ બગડ્યું હતું. ત્યારે જાડેજાની જગ્યાએ ધોનીએ મિડ સીઝનમાં કેપ્ટનશીપની જવાબદારી ફરી સંભાળવી પડી હતી.
𝐈𝐭'𝐬 𝐒𝐡𝐨𝐰𝐓𝐢𝐦𝐞!
The #TATAIPL is here and WE are ready to ROCK & ROLL 🎉🥳🥁
Presenting the 9 captains with PBKS being represented by vice-captain Jitesh Sharma. pic.twitter.com/v3fyo95cWI
— IndianPremierLeague (@IPL) March 21, 2024
ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નાઈ 5 વાર જીત્યું
42 વર્ષના ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. પરંતુ તેઓ આઈપીએલ રમે છે. તેમણે પોતાની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વાર ખિતાબ અપાવ્યો છે. ધોનીની કેપ્ટનશીપમાં જ ટીમે ગત સીઝન 2023માં પણ ખિતાબ જીત્યો હતો. ત્યારે તેમણે ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સને હરાવી હતી.
Presenting @ChennaiIPL's Captain - @Ruutu1331 🙌🙌#TATAIPL pic.twitter.com/vt77cWXyBI
— IndianPremierLeague (@IPL) March 21, 2024
ધોનીએ આપી દીધી હતી હિંટ
ધોનીએ હાલમાંજ પોતાના ફેસબુક પેજ પર એક પોસ્ટમાં સંકેત આપ્યો હતો કે તેઓ હવે IPL 2024માં નવી ભૂમિકામાં જોવા મળી શકે છે. તેમની આ પોસ્ટે ફેન્સના હ્રદયના ધબકારા વધારી દીધા હતા. ધોનીએ પોસ્ટમાં લખ્યું હતું કે નવી સીઝન અને નવી 'ભૂમિકા' માટે ઈન્તેજાર કરી શકતો નથી. પોતાની આ પોસ્ટમાં માહીએ ખુલાસો નહતો કર્યો કે તેઓ કઈ ભૂમિકા ભજવવાના છે. પણ હવે તે પોસ્ટથી તમામ વાતો ક્લીયર થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે