ગુજરાત ટાઈટન્સ છોડનારા હાર્દિક પંડ્યા વિશે હવે કોચ નહેરાએ તોડી ચૂપ્પી, આપ્યું ચોંકાવનારું નિવેદન 

IPL 2024: હાર્દિક પંડ્યાના ગુજરાત ટાઈટન્સ છોડ્યા બાદ હવે પહેલીવાર જીટીના  કોચ આશિષ નહેરાએ મૌન તોડતા નિવેદન આપ્યું છે. હાર્દિક પંડ્યાને લઈને ગુજરાતના કોચ આશીષ નહેરાએ શું કહ્યું તે જાણો. 

ગુજરાત ટાઈટન્સ છોડનારા હાર્દિક પંડ્યા વિશે હવે કોચ નહેરાએ તોડી ચૂપ્પી, આપ્યું ચોંકાવનારું નિવેદન 

આઈપીએલ 2024ની શરૂઆત થવામાં હવે ઝાઝા દિવસો બાકી નથી. આ વખતે હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સ તરફથી નહીં પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતો જોવા મળશે. હાર્દિક પંડ્યાના ગુજરાત ટાઈટન્સ છોડ્યા બાદ હવે પહેલીવાર જીટીના  કોચ આશિષ નહેરાએ મૌન તોડતા નિવેદન આપ્યું છે. હાર્દિક પંડ્યાને લઈને ગુજરાતના કોચ આશીષ નહેરાએ શું કહ્યું તે જાણો. 

ચોંકાવનારું નિવેદન
વાત જાણે એમ છે કે આઈપીએલ 2024 ઓક્શન પહેલા હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સની ટીમ છોડીને પોતાની જૂની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફરી ગયો હતો. એટલું જ નહીં મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને કેપ્ટનશીપથી હટાવીને હાર્દિકને નવો કેપ્ટન બનાવ્યો. ત્યારબાદથી મુંબઈ ઈન્ડિયન્સ અને હાર્દિક પંડ્યાએ ખુબ ટીકાઓનો સામનો કરવો પડ્યો. 

આ બધા વચ્ચે હાર્દિકના ગુજરાત ટાઈટન્સ છોડવા મુદ્દે ટીમના કોચે આશીષ નહેરાને જણાવ્યું કે મે ક્યારેય હાર્દિકને રોકવા માટે મનાવવાની કોશિશ કરી નથી. જે પ્રકારે આ ખેલ આગળ વધી રહ્યો છે, આપણને આ પ્રકારના બીજા પણ ફેરફાર જોવા મળશે જેમ ફૂટબોલના આંતરરાષ્ટ્રીય ક્લબ બજારમાં થાય છે. એટલે કે આશીષ નહેરાનું સ્પષ્ટ કહેવું છે કે તેમણે હાર્દિકને ગુજરાતમાં રોકવા માટે મનાવ્યો નથી. તે જવા માંગતો હતો અને જતો રહ્યો. 

— Press Trust of India (@PTI_News) March 16, 2024

ગુજરાત બન્યું હતું ચેમ્પિયન
આઈપીએલ 2022માં ગુજરાત ટાઈટન્સ પહેલીવાર ટુર્નામેન્ટનો ભાગ બની હતી. આ સીઝનમાં ગુજરાતે હાર્દિકને ખરીદ્યો હતો અને ટીમની કમાન પણ તેના હાથમાં સોંપી હતી. પહેલી જ સીઝનમાં ગુજરાત ટાઈટન્સનું પ્રદર્શન ખુબ શાનદાર રહ્યું હતું. પોતાની કેપ્ટનશીપમાં હાર્દિકે પહેલી જ સીઝનમાં ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2023માં પણ ટીમે ખુબ સારું પ્રદર્શન કર્યું હતું અને ફાઈનલ સુધી પહોંચી હતી. જો કે તે વખતે ખિતાબથી ચૂકી ગઈ અને ફાઈનલમાં એમએસ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સે હાર્દિકની ગુજરાત ટાઈટન્સને હરાવીને ખિતાબ પર પાંચમી વાર કબજો કર્યો હતો. 

15 કરોડમાં ખરીદ્યો હતો
આઈપીએલ 2024 માટે ગત વર્ષ ડિસેમ્બરમાં થયેલી મિની ઓક્શન દરમિયાન આ લીગના ઈતિહાસની સૌથી મોટી ટ્રેડ થઈ હતી. આ ટ્રેડ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે થઈ હતી. મુંબઈ 15 કરોડ રૂપિયામાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને પોતાની સાથે જોડ્યો હતો. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ ટીમે ખિતાબ જીત્યો હતો. હવે તે મુંબઈનો કેપ્ટન બની ગયો છે. આ ટ્રેડ પર હવે GT ના હેડ કોચ આશીષ નહેરાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news