IPL 2024: શું આ નિયમ ઓલરાઉન્ડર્સને ખતમ કરી રહ્યો છે? ટીમ ઈન્ડિયા પર પડી રહી છે અસર
ટીમ ઈન્ડિયા આઈપીએલ 2024 બાદ ટી20 વર્લ્ડ કપ 2024 રમશે. આ ટુર્નામેન્ટમાં બીસીસીઆઈ એક મજબૂત ટીમ પસંદ કરવા ઈચ્છશે પરંતુ તે પહેલા ટીમ ઈન્ડિયા સામે એક મોટો સવાલ એ છે કે જો હાર્દિક પંડ્યા સંપૂર્ણ રીતે ફીટ ન થાય તો તેના જેવી બોલિંગ અને બેટિંગ કરનારો બીજો ઓલરાઉન્ડર કોણ છે.
Trending Photos
IPL 2024 વચ્ચે ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ ખુબ ચર્ચાનો વિષય બન્યો છે. આ નિયમ હેઠળ દરેક મેચ માટે તમમ ટીમો પાસે 5 ઈમ્પેક્ટ પ્લેયર હોય છે. જેમાથી ટીમ એક ખેલાડીની પસંદગી કરી શકે છે. દરેક મેચમાં ટીમ આ નિયમ હેઠળ એક ખેલાડીનો ઉપયોગ કરે છે. જો કોઈ ટીમને મેચ દરમિયાન બેટરની જરૂર પડે તો ટીમ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે એક ખેલાડીને વાપરે છે અને ત્યારબાદ પ્લેઈંગ ઈલેવનના એક ખેલાડીએ મેદાન બહાર બેસવું પડે ચે.
જો કોઈ ટીમને બોલરની જરૂર હોય તો ટીમ બોલરનો ઉપયોગ કરે છે. ભલે આઈપીએલમાં તમામ ટીમ આ નિયમનો ફાયદો ઉઠાવી રહી હોય પરંતુ આ નિયમની સીધી અસર ઓલરાઉન્ડર્સ પર જોવા મળી રહી છે જે ટીમ ઈન્ડિયા માટે યોગ્ય નથી.
ટીમ ઈન્ડિયા પર પડી રહી છે અસર!
ટીમ ઈન્ડિયા આઈપીએલ 2024 બાદ ટી20 વર્લ્ડ કપ 2024 રમશે. આ ટુર્નામેન્ટમાં બીસીસીઆઈ એક મજબૂત ટીમ પસંદ કરવા ઈચ્છશે પરંતુ તે પહેલા ટીમ ઈન્ડિયા સામે એક મોટો સવાલ એ છે કે જો હાર્દિક પંડ્યા સંપૂર્ણ રીતે ફીટ ન થાય તો તેના જેવી બોલિંગ અને બેટિંગ કરનારો બીજો ઓલરાઉન્ડર કોણ છે. જો કે ભારત પાસે રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ જેવા ઓલરાઉન્ડર્સ છે પરંતુ આ બંને ખેલાડી સ્પીન બોલિંગ કરે છે. જ્યારે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ જેવી ટીમો પાસે સીમ-બોલિંગ ઓલરાઉન્ડર્સની ભરમાર છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ઈમ્પેક્ટ પ્લેયર નિયમ ઓલ રાઉન્ડર્સના પ્રભાવને ખતમ કરી રહ્યો છે. આ નિયમ પર અનેક ભારતીય પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ સવાલ ઉઠાવી ચૂક્યા છે.
For a moment, imagine there was no impact sub. Buttler would either not have played, or may not have had the energy to carry out this heist given how exhausted he was at the end. So, what do you think of the impact sub?
— Harsha Bhogle (@bhogleharsha) April 16, 2024
શું હોય છે ઈમ્પેક્ટ પ્લેયર નિયમ?
ઈમ્પેક્ટ પ્લેયર નિયમ આઈપીએલ 2023માં લાગૂ થયો હતો. જે હેઠળ તમામ ટીમોએ ટોસ દરમિયાન પોતાના 5 ઈમ્પેક્ટ પ્લેયરના નામ આપવાના હોય છે. મેચ દરમિયાન ટીમ ઈમ્પેક્ટ પ્લેયરનો યૂઝ કરી શકે છે. મેચમાં તમામ ટીમ આ નિયમ હેઠળ ફક્ત એક જ વખત ખેલાડી બદલી શકે છે. આઈપીએલ 2024માં અત્યાર સુધી જોવા મળ્યુ છે કે અનેક ખેલાડીઓએ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં એન્ટ્રી મારી અને ટીમને જીતાડી દીધી. કેકેઆર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચમાં જોશ બટલર પણ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમવા ઉતર્યો હતો અને બટલરે શાનદાર સદી ફટકારી અને રાજસ્થાનને જીતાડી દીધુ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે