કાશ્મીરમાં આ વર્ષે 15 નવેમ્બર સુધી આતંકી હુમલામાં 40 નાગરિકના મોત અને 35 જવાન શહીદઃ સરકાર

મંગળવારે લોકસભામાં ગૃહની કાર્યવાહી દરમિયાન કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જમ્મુ-કાશ્મીરમાં નાગરિકોને આતંકવાદી વિરોધી અભિયાનોથી બચવા માટે સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાની જાણકારી આપી હતી.

કાશ્મીરમાં આ વર્ષે 15 નવેમ્બર સુધી આતંકી હુમલામાં 40 નાગરિકના મોત અને 35 જવાન શહીદઃ સરકાર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે મંગળવારે સંસદને માહિતી આપી કે આ વર્ષે 15 નવેમ્બર સુધી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સંબંધિત ઘટનાઓમાં 40 નાગરિકોના મોત થયા અને 72 ઈજાગ્રસ્ત થયા છે. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં એક સવાલના જવાબમાં આ જાણકારી આપી છે. તેમણે કહ્યુ કે, 15 નવેમ્બર સુધીની આ પ્રકારની ઘટનાઓમાં જમ્મુ-કાશ્મીર પોલીસ સહિત સુરક્ષા દળોના 35 જવાન શહીદ થયા અને 86 ઈજાગ્રસ્ત થયા છે. 

મંગળવારે લોકસભામાં ગૃહની કાર્યવાહી દરમિયાન કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જમ્મુ-કાશ્મીરમાં નાગરિકોને આતંકવાદી વિરોધી અભિયાનોથી બચવા માટે સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાની જાણકારી આપી હતી. રાયે કહ્યુ કે, આ વર્ષે 15 નવેમ્બર સુધી આતંકી ઘટનાઓમાં 40 નાગરિકોના મોત થયા અને 72ને ઈજા પહોંચી છે. જ્યારે આ પ્રકારની ઘટનાઓમાં રાજ્ય પોલીસ સહિત 35  જવાન શહીદ થયા જ્યારે 86 ઈજાગ્રસ્ત થયા છે. 

તેમણે સરકાર તરફથી કરવામાં આવેલી કાર્યવાહી વિશે જણાવતા કહ્યું કે, આતંકવાદીઓ વિરુદ્ધ સક્રિય અભિયાન, જમીની કાર્યકર્તાઓ/આતંકવાદના સમર્થકોની ઓળખ અને ધરપકડ, પ્રતિબંધિત સંગઠનોના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી, પોઈન્ટ પર રાત્રે પેટ્રોલિંગ અને તપાસ, યોગ્ય તૈનાતીના માધ્યમથી સુરક્ષા વ્યવસ્થા, સુરક્ષા એજન્સીઓ વચ્ચે સમન્વય બેઠકો, ઉચ્ચ સ્તરની સતર્કતા સામેલ છે. સાથે દળો દ્વારા સુરક્ષા બનાવી રાખવા અને આતંકી ફન્ડિંગના મામલામાં કાયદાકીય કાર્યવાહી સામેલ છે. 

આ પણ વાંચોઃ આ લોકોને પૂછ્યા વગર પણ આપવી જોઈએ સલાહ! જાણો શું કહે છે વિદુર નીતિ

મણિપુરની ઘટના વિશે વાત કરતા કેન્દ્રીય રાજ્યમંત્રીએ કહ્યુ- મણિપુરમાં નક્સલીઓએ 13 નવેમ્બર 2021ના ચુરાચાંદપુર જિલ્લામાં ભારત-મ્યાનમાર સરહદ પર અસમ રાઇફલ્સના કાફલા પર ઘાત લગાવીને હુમલો કર્યો, જેમાં પાંચ કર્મીઓ સહિત સાત લોકોના મોત થયા હતા. આ સિવાય ઘટનામાં અસમ રાઇફલન્સના છ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. 

બે વર્ષની તુલનામાં આ વર્ષે ઓછા હુમલા
આ પહેલા સરકારે સોમવારે રાજ્યસભાને જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ હુમલાની 1033 ઘટનાઓ થઈ ચુકી છે. રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી વિગત અનુસાર 2019માં સૌથી વધુ 594 ઘટનાઓ નોંધાઈ હતી. તેમણે તે પણ કહ્યું કે, આ વર્ષ 15 નવેમ્બર સુધી 196 આતંકી ઘટનાઓ થઈ ચુકી છે. 

ભટ્ટે કહ્યુ હતુ- જમ્મુ-કાશ્મીર આતંકવાદી હુમલાની સંખ્યા અને આ હુમલામાં માર્યા ગયેલા સુરક્ષાદળોના જવાનોની સંખ્યામાં છેલ્લા બે વર્ષની તુલનામાં 2021માં કમી આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news