IPLનો સુપરસ્ટાર છે વિરાટ કોહલી, આ સિઝનમાં ઈંતઝાર કરી રહ્યા છે મોટા રેકોર્ડ

ભારતીય ક્રિકેટ ટીમના સુપરસ્ટાર વિરાટ કોહલીનું બેટ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ખૂબ ચાલે છે. કોહલી IPLની છેલ્લી 13 સિઝનથી રોયલ ચેલેન્ઝર્સ બેંગલુરુ (RCB) સાથે જોડાયેલો છે. તે 2013થી ટીમનો કેપ્ટન છે. IPLની 14મી સિઝનમાં પણ તે RCBની જર્સીમાં રમતો જોવા મળશે.

IPLનો સુપરસ્ટાર છે વિરાટ કોહલી, આ સિઝનમાં ઈંતઝાર કરી રહ્યા છે મોટા રેકોર્ડ

નવી દિલ્લી: વિરાટ કોહલી એટલે રન મશીન કહીએ તો કંઈ ખોટું ન કહેવાય. કેમ કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં તેના નામે અનેક રેકોર્ડ નોંધાયેલા છે. તે એક સિઝનમાં 900થી વધારે રન બનાવવાનો રેકોર્ડ બનાવી ચૂક્યો છે. કોહલીએ 2016ની સિઝનમાં 973 રન બનાવ્યા હતા. IPLની 14મી સિઝન પણ અનેક રેકોર્ડ સાથે કોહલીનો ઈંતઝાર કરી રહી છે. એવા કયા રેકોર્ડ છે જે કોહલી આ સિઝનમાં બનાવી શકે છે. તેના પર નજર કરીએ.

6 હજાર રન બનાવવાની નજીક કોહલી:
વિરાટ કોહલી IPLમાં 6000 રન બનાવવાથી માત્ર 122 રન દૂર છે. IPLમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ કોહલીના નામે જ છે. તે અત્યાર સુધી 192 મેચમાં 38.17ની એવરેજથી 5878 રન બનાવી ચૂક્યો છે. જેમાં 5 સદી અને 39 અર્ધસદીનો સમાવેશ થાય છે. 5માંથી 4 સદી તો વિરાટ કોહલીએ 2016માં ફટકારી હતી.

T-20માં 10,000 રન બનાવવાથી 269 રન દૂર:
વિરાટ કોહલી ટી-20માં 10 હજાર રન બનાવવાથી માત્ર 269 રન દૂર છે. કોહલીએ 304 ટી-20 મેચમાં 9731 રન બનાવ્યા છે. તેની એવરેજ 41.94 ટકા છે. કોહલી ટી-20માં 269 રન બનાવશે તેની સાથે જ તે 10,000 રન બનાવનારો પહેલો ભારતીય બેટ્સમેન બની જશે. ઓવરઓવ ટી-20માં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલના નામે છે. તેણે 416 મેચમાં 13,720 રન બનાવ્યા છે. જ્યારે કીરોન પોલાર્ડ 10,629 રન બનાવી ચૂક્યો છે. પાકિસ્તાનના શોએબ મલિકે 10,488 રન બનાવ્યા છે. કોહલી આ યાદીમાં છઠ્ઠા નંબરે છે.

1 ફ્રેન્ચાઈઝીમાંથી 200 મેચ રમનાર પહેલો ખેલાડી બનશે:
વિરાટ આ સિઝનમાં 8 મેચ રમતાંની સાથે જ IPLમાં 200 મેચ પૂરી કરી લેશે. તે એક ફ્રેન્ચાઈઝીમાંથી 200 મેચ રમનાર પહેલો ખેલાડી બની જશે. કોહલી વર્ષ 2008થી RCB સાથે જોડાયેલો છે. જોકે મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા IPLમાં 200 મેચ રમી ચૂક્યા છે.

IPLમાં સૌથી વધારે સદી:
ક્રિસ ગેલના નામે IPLમાં સૌથી વધારે સદી ફટકારવાનો રેકોર્ડ નોંધાયેલો છે. ગેલ IPLમાં 6 સદી ફટકારી ચૂક્યો છે. જ્યારે વિરાટ કોહલીના નામે 5 સદી નોંધાયેલી છે. IPLની આ સિઝનમાં જો તે બે સદી બનાવી લેશે તો ગેલથી આગળ નીકળી જશે. જોકે કોહલીએ ધ્યાન રાખવું પડશે કે ગેલનું બેટ આ સિઝનમાં શાંત રહે અને તે એકપણ સદી ન ફટકારી શકે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news