IPL: આ 6 ટીમોએ આઈપીએલમાં અત્યાર સુધી જીતી છે ટ્રોફી, જાણો ક્યા વર્ષમાં કોણ જીત્યું

2008થી 2020 સુધી, 13 વખત આઈપીએલ (IPL) ટુર્નામેન્ટ યોજાઈ છે. અત્યાર સુધીમાં ફક્ત 6 ટીમોને ચેમ્પિયન બનવાનો આનંદ મળ્યો છે. આઈપીએલ વિજેતાઓની સૂચિ વિશે વાત કરીએ તો, રાજસ્થાન રોયલ્સએ વર્ષ 2008માં IPLના ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો.

IPL: આ 6 ટીમોએ આઈપીએલમાં અત્યાર સુધી જીતી છે ટ્રોફી, જાણો ક્યા વર્ષમાં કોણ જીત્યું

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રમિમિયર લીગ(INDIAN PREMIER LEAGUE)એ ક્રિકેટ જગતનો સ્તર ઉંચો કરી દીધો છે. IPLના કારણે ગેમનું ફિલ્ડીંગ સ્તર તો વધ્યું જ છે. પણ સાથે સાથે પ્લેયર્સ પોતાની ફિટનેસને લઈને પણ સાવચેત થયા છે. IPLના કારણે ઘણા દેશોએ પોતાના દેશમાં IPL જેવી ટૂર્નામેન્ટો શરૂ કરી. ત્યારે, IPLના કારણે યુવા ખેલાડીઓની પ્રતિભાઓ પણ બહાર આવી. દર વર્ષે દરેક ટીમ પોતાની મહેનતથી ટ્રોફી જીતવાનો પ્રયાસ કરે છે. ત્યારે, અહીં આજે અમ તમને જણાવીશું તમામ IPL સિઝનોની ચેમ્પીયન ટીમ વિશે.

2008માં રાજસ્થાન બન્યું ચેમ્પિયન
2008ની ઈનોગ્રલ સિઝનમાં રાજસ્થાન રોયલ્સની ટીમ ચેમ્પિયન થઈ હતી. તેમણે ફાઈનલમાં મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સને 3 વિકેટથી હરાવી જીત મેળવી હતી. તે સમયે ઓસ્ટ્રેલિયન સ્પિનર શેન ર્વોન તે ટીમના કેપ્ટન હતા.

2009માં ડેક્કન ર્ચાર્જસે મેળવ્યો ખિતાબ
2009ની સિઝનમાં ફરીએકવાર ઓસ્ટ્રેલિયન પ્લેયરની ટીમની કેપ્ટનશીપ હેઠળ ડેક્કન ર્ચાર્જસની ટીમ ચેમ્પિયન બની હતી. ફાઈનલ મેચમાં એડમ ગિલક્રિસ્ટની ટીમે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને 144 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં RCB 137 રન પર ઓલ આઉટ થઈ હતી.

2010, 2011 અને 2018માં ચેન્નઈ સુપર કિંગ્સ જીતી ટ્રોફી
ચેન્નઈ સુપર કિંગ્સે સતત 2 વખત 2010 અને 2011માં IPL ચેમ્પિયન્સનો ખિતાબ જીત્યો. 2010માં CSKએ મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું અને 2011માં RCBને હરાવી CSK ચેમ્પિયન થયું. જ્યારે, બને વખત CSK ધોનીની આગેવાનીમાં ચેમ્પિયન થયું હતું.2013ની ફાઈનલમાં સ્પોટ ફિક્સિંગ થયું હોવાની ચર્ચાઓ સામે આવી હતી. જેના પગલે ચેન્નઈ સુપર કિંગ્સને 2016 અને 2017ની સિઝન માટે બેન કરવામાં આવી હતી. ત્યારબાદ, 2018માં CSKએ ફરીએકવાર મેદાનમાં આવ્યું હતું. અને તે સિઝનની ફાઈનલમાં CSK 180 રનના ટાર્ગેટને ચેઝ કરી રહ્યું હતું. જ્યારે, શેન વોટ્સનની સેન્ચુરીના પગલે CSK આરામથી ફાઈનલ જીત્યું હતું.

2012 અને 2014માં KKRનો ચાલ્યો જાદુ
ગૌતમ ગંભીરને IPLના સૌથી સફળ કેપ્ટનમાંથી એક માનવામાં આવે છે. ગંભીરની સુકાનીમાં કોલકતા નાઈટ રાઈડર્સ 2012 અને 2014માં IPL જીત્યું હતું. બંને સિઝનની ફાઈનલમાં ટાર્ગેટને ચેઝ કરતા KKR જીત્યું હતું. 2012ની ફાઈનલમાં મનવિંદર બિસ્લાની બેટિંગ અને 2014ની સિઝનની ફાઈનલમાં મનિષ પાંડેની બેટિંગના દમ પર KKR ચેમ્પિયન થયું હતું.

5 વખતના ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ
2013માં મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમવાર ચેમ્પિયન થયું હતું. 2013ની ફાઈનલમાં MIએ CSKને 41 રનથી હરાવ્યું હતું. ત્યારબાદ, MI 2015,2017,2019 અને 2020માં ચેમ્પિયન થયું હતું. તમામ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ રોહિત શર્માની કેપ્ટશીપ હેઠળ ચેમ્પિયન બન્યું હતું.

2016માં સનરાઈઝર્સ હૈદરાબાદ ચેમ્પિયન
SRH 2016ની સિઝનમાં પ્રથમવાર ચેમ્પિયન થયું હતું. કેપ્ટન ડેવિડ વોર્નરની ટીમે RCBને મહાત આપી હતી. આ સિઝનની ફાઈનલ મેચમાં વોર્નર અને બોલર ભુવનેશ્વર કુમારનું સારૂ પ્રદર્શન રહ્યું હતું.

IPLના વિજેતાઓની લિસ્ટ

સિઝન         વિજેતા                               રનર્સ અપ                    માર્જીન
2008    રાજસ્થાન રોયલ્સ                ચેન્નઈ સુપર કિંગ્સ                3 વિકેટ    
2009      ડેક્કન ચાર્જર્સ                 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર           6 રન
2010     ચેન્નઈ સુપર કિંગ્સ                  મુંબઈ ઈન્ડિયન્સ               22 રન
2011      ચેન્નઈ સુપર કિંગ્સ              રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર        58 રન
2012   કોલકતા નાઈટ રાઈડર્સ              ચેન્નઈ સુપર કિંગ્સ           5 વિકેટ
2013      મુંબઈ ઈન્ડિયન્સ                  ચેન્નઈ સુપર કિંગ્સ              23 રન
2014   કોલકતા નાઈટ રાઈડર્સ             કિંગ્સ ઈ્લેવન પંજ            3 વિકેટ
2015      મુંબઈ ઈન્ડિયન્સ                  ચેન્નઈ સુપર કિંગ્સ               41 રન
2016    સનરાઈઝર્સ હૈદરાબાદ            રોયલ ચેલેન્જર્સ બેંગ           8 રન  
2017      મુંબઈ ઈન્ડિયન્સ              રાઈઝિંગ પુને સુપરજાયન્યસ્    1 રન
2018     ચેન્નઈ સુપર કિંગ્સ                 સનરાઈઝર્સ હૈદરાબાદ         8 વિકેટ
2019      મુંબઈ ઈન્ડિયન્સ                    ચેન્નઈ સુપર કિંગ્સ              1 રન
2020      મુંબઈ ઈન્ડિયન્સ                     દિલ્લી કેપ્ટિલ્સ                 5 વિકેટ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news